AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડૂતો માટે સારા સમાચાર, રાજ્યની નવી સરકારે પાક નુકસાની સામે બમણું વળતર આપવાની જોગવાઈ કરી

ખેડૂતો માટે સારા સમાચાર, રાજ્યની નવી સરકારે પાક નુકસાની સામે બમણું વળતર આપવાની જોગવાઈ કરી

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2021 | 5:48 PM
Share

રાજ્યના નવા કૃષિમંત્રી રાઘવજી પટેલ હાલ જામનગરના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે છે, ત્યાં તેમણે ખેડૂતોને થયેલા નુકસાન સામે મળતી સહાયની જોગવાઈમાં સુધારા કરવા ભલામણ કરી છે.

JAMNAGAR : રાજ્યના ખેડૂતો માટે મોટા અને રાહતના સમાચાર સામે આવ્યાં છે. રાજ્યમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિનો ભોગ બનેમાં ખેડૂતો માટે મોટા રાહતના સમાચાર છે. રાજ્યની નવી સરકાર કૃષિ નુકસાન સહાયની જોગવાઈમાં થશે સુધારો, જેનાથી ખેડૂતોને અનેક લાભ થશે. રાજ્યના નવા કૃષિમંત્રી રાઘવજી પટેલે આ જાહેરાત કરી છે.

રાજ્યના નવા કૃષિમંત્રી રાઘવજી પટેલ હાલ જામનગરના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે છે, ત્યાં તેમણે ખેડૂતોને થયેલા નુકસાન સામે મળતી સહાયની જોગવાઈમાં સુધારા કરવા ભલામણ કરી છે. એક હેકટરમાં પાક ધોવાણના 10 હજારની જગ્યાએ 40 હજાર સહાય આપવા ભલામણ કરી છે, તો ખેડૂતને મૃત્યુ પામેલા પશુઓના મુદ્દે 3 ને બદલે 5 પશુઓ સુધી સહાય આપવા ભલામણ કરી છે. આ સાથે જ એક હેકટર જમીન ધોવાણની સહાય બમણી કરવાનું સૂચન કર્યું છે.

એક હેકટર જમીન ધોવાણની સહાય 10 હજાર આપવાને બદલે 20 હજાર આપવા ભલામણ કરી છે. સરકાર દ્વારા ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર જાહેર કરવામાં આવશે. રાજ્યના નાવ કૃષિમંત્રી રાઘવજી પટેલે સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત લીધી અને ખેડૂતોને સરકાર દ્વારા શક્ય તમામ મદદની ખાતરી આપી છે.

ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાન બન્યા બાદ ભુપેન્દ્ર પટેલ તરત જ સૌરાષ્ટ્રના અતિવૃષ્ટિ અસરગ્રસ્ત વિસ્તારો, ખાસ કરીને જામનગર અને રાજકોટની મુલાકાતે ગયા હતા. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જામનગરના ધુંવાવ ગામ ખાતે જાત તપાસ કરી અને વરસાદી અસરનું નિરીક્ષણ કર્યું. ત્યાં તેમણે કહ્યું હતું કે એકલા જામનગરમાં પ્રાથમિક નિરક્ષણ પ્રમાણે 41 હજાર હેક્ટર જમીનને નુકસાન થયું હોવાનો અંદાજ છે. મુખ્યપ્રધાને પણ તરત જ સર્વે કરવાના આદેશ આપી દીધા હતા.

આ પણ વાંચો : મજૂરીકામ કરતા મુંબઈના આદિલ શેખે મોડેલીંગની લાલચ આપી અમદાવાદની સગીરાને મુંબઈ બોલાવી, જાણો પછી શું થયું

આ પણ વાંચો : ખેડા જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર, ઠાસરા, ગળતેશ્વર, નડીયાદ સહીતના વિસ્તારોમાં વરસાદ

 

g clip-path="url(#clip0_868_265)">