મુન્દ્રામાં ભાઈએ કરી સગી બહેનની હત્યા, ભાગવાની જગ્યાએ જાહેરમાં લાશ પાસે છરી લઈ ઉભો રહી ગયો

|

Mar 16, 2021 | 11:38 PM

કચ્છના મુન્દ્રામાં એક ભાઈએ પોતાની સગી બહેનને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ભાઈએ પોતાની બહેનને આડાસંબંધની શંકાએ રહેંશી નાખી.

મુન્દ્રામાં ભાઈએ કરી સગી બહેનની હત્યા, ભાગવાની જગ્યાએ જાહેરમાં લાશ પાસે છરી લઈ ઉભો રહી ગયો

Follow us on

કચ્છના મુન્દ્રામાં એક ભાઈએ પોતાની સગી બહેનને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ભાઈએ પોતાની બહેનને આડાસંબંધની શંકાએ રહેંશી નાખી. બહેનનું ખૂન કરીને આ વ્યક્તિ તેની લાશ પાસે છરી સાથે ઉભો રહી ગયો અને પોતે હત્યા કરી હોવાની કબૂલાત કરી નાખી. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી આ યુવકની અટકાયત કરીને પુછપરછ શરૂ કરી છે.



મળતી માહિતી અનુસાર મુન્દ્રાના મારૂતિનગર વિસ્તારમાં આજે એક ચકચારી હત્યાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં રીનાબા ટાંક નામની એક યુવતીની તેના ભાઈએ જ હત્યા કરી નાંખી હતી. રીનાના લગ્ન દિક્ષીત ઠક્કર નામના યુવાન સાથે 4 વર્ષ પહેલા થયા હતા. જો કે લગ્ન છુટુ થયા બાદ તે ઘરે હતી અને 8 માસથી મારૂતી નગર વિસ્તારમાં રહેતી હતી અને 2 માસથી ભવાન જોગી સાથે પ્રેમસંબધ થઈ જતા રહેતી હતી, જો કે તેના ભાઈ પ્રેમસંગ ટાંકને આ સંબધ પસંદ ન હોતા, તેને આ સંદર્ભે પોતાની બહેન સાથે ઝઘડો પણ થયો હતો જેના બાદ આજે તેણે બહેનની હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા બાદ જાહેરમાં તે છરી સાથે લાશ નજીક ફરતો રહ્યો અને હત્યાની કબુલાત કરી હતી પોલીસે તેની અટકાયત કરી વધુ પુછપરછ શરૂ કરી છે.



ઘટના સ્થળેથી જ પોલીસે તેની અટકાયત કરી તેની વધુ પુછપરછ શરૂ કરી છે. જેમાં બહેનના આડાસંબંધ તેને પસંદ ન હતા, જેથી તેની હત્યા કરી હોવાનું ખુલ્યુ છે. જોગાનુજોગ થોડા વર્ષો પહેલા આડાસંબધમાં આ પરિવારમાં જ એક હત્યાની ઘટના બની હતી, જે બાબતે પણ પોલીસે ઉંડાણ પુર્વક તપાસ કરી રહી છે. જો કે હાલ હત્યારો ભાઈ પોલીસની કસ્ટડીમાં છે.

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

 

આ પણ વાંચો: શ્રીલંકામાં બુરખા પર પ્રતિબંધની જાહેરાતથી પાકિસ્તાન ભડક્યું, આપી ગર્ભિત ધમકી

Next Article