Bhavnagar : સામાન્ય બાબતમાં માતા-પુત્રી પર ચાર રાઉન્ડ ફાયરિંગ કરાયું, ફરાર આરોપીને પકડવા પોલીસની કવાયત તેજ
સવાઇગર વિસ્તારમાં રહેતા ફરીદાબેન વઢવાણીયા અને તેમની દીકરી ફરિયાલને તેમના પાડોશી કરીમ ઉર્ફે પિન્ટુ રાસીયાણીએ ફાયરિંગ કરી ગોળીઓ મારી દીધી, સૂત્રો પાસેથી મળી રહેલ માહિતી મુજબ ઘરની બહાર મકાન રીપેરીંગનું કામ ચાલી રહ્યું હતું.
ભાવનગર (Bhavnagar) શહેરના રેલવે સ્ટેશન નજીક સવાઇગરની શેરી વિસ્તારમાં સામાન્ય બાબતે માતા-પુત્રીને ગોળી (Firing) મારી દેવામાં આવી, ઘરની બહાર મકાનનું કામ ચાલતું હતું. એ દરમિયાન સામાન ઉતારવા બાબતે ઝઘડો થતાં પાડોશીએ જ ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ કરી ગોળી મારી દીધી, ગંભીર રીતે ઇજાગ્રસ્ત માતા-પુત્રીને તાત્કાલિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવ્યા છે, હાલ બંનેની હાલત ગંભીર જણાઈ રહી છે, પોલીસે (police) આરોપીને પકડી પાડવા તપાસ હાથ ધરી છે.
ભાવનગર શહેરમાં ફાયરીંગની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે, સામાન્ય બાબતે ઝઘડો થતા ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું, પ્રાપ્ત થઇ રહેલ માહિતી મુજબ શહેરના આ સવાઇગર વિસ્તારમાં રહેતા ફરીદાબેન વઢવાણીયા અને તેમની દીકરી ફરિયાલને તેમના પાડોશી કરીમ ઉર્ફે પિન્ટુ રાસીયાણીએ ફાયરિંગ કરી ગોળીઓ મારી દીધી, સૂત્રો પાસેથી મળી રહેલ માહિતી મુજબ ઘરની બહાર મકાન રીપેરીંગનું કામ ચાલી રહ્યું હતું. એ દરમિયાન માલ-સામાન મુકવા બાબતે ઝઘડો થયો હતો જેનો કરૂણ અંજામ આવ્યો છે, નજીકમાં રહેતા કરીમ અલીએ ઉશ્કેરાઈ જઇ પોતાની પાસે રહેલ રિવોલ્વરથી ગોળીઓ મારી દીધી. જેમાં બંને ઇજાગ્રસ્ત માતા-પુત્રીને માથાના ભાગે અને આંખના ભાગે ગોળી વાગી જતા તાત્કાલિક 108 દ્વારા સર.ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, હાલ બંનેની હાલત ગંભીર જણાઈ આવે છે, રિવોલ્વરથી ફાયરિંગ કરનાર શખ્સ બનાવ બાદ નાસી છૂટયો હતો, સમગ્ર બનાવને લઇ સી.ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. ફાયરિંગ કરનાર આરોપીને ઝડપી પાડવા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. આરોપી પાસે રિવોલ્વર ક્યાંથી આવી છે, કોની પાસેથી લીધી છે એ સહિતની બાબતે પોલીસ તપાસ હાથ ધરી હતી.
ફાયરિંગની ઘટનાને લઈને એસ.પી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. આજુબાજુમાં રહેલા સીસીટીવી કેમેરા ચેક કરાઈ રહ્યા છે. અને ફાયરિંગ કરનારને ઝડપી પાડવા પોલીસની જુદીજુદી ટીમો કાર્યરત થઈ છે.
આ પણ વાંચો : Ahmedabad : રેસીડેન્ટ ડોકટરે હાથ પર ઇન્જેક્શન લગાવી કર્યો આપઘાત, આપઘાત કરવા પાછળની હકીકત શું તે અંગે પોલીસ તપાસ શરૂ
આ પણ વાંચો : Anand કૃષિ યુનિવર્સિટીએ આદિવાસી ખેડૂતો માટે માર્ગદર્શન શિબિરનું આયોજન કર્યું