AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhavnagar: ચિત્રા વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ, ઉપદ્રવીઓએ બાઈક સળગાવી કરી તોડફોડ, જાણો વિગત

Bhavnagar: ચિત્રા વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ, ઉપદ્રવીઓએ બાઈક સળગાવી કરી તોડફોડ, જાણો વિગત

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2021 | 7:01 AM
Share

Bhavnagar : ચિત્રા વિસ્તારમાં 2 જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બાઇકમાં તોડફોડ કરવામાં આવી હતી. ચાલો જાણીએ વિગત.

ભાવનગરના ચિત્રા (Bhavnagar Chitra) વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. અથડામણ દરમિયાન કેટલાક ઉપદ્રવીઓએ એક બાઇકને આગચંપી (Bike fire) કરી હતી. તો બે બાઇકમાં તોડફોડ પણ કરી હતી. તો અથડામણમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત પણ થયો હતો. જેને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયો છે. બનાવની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

તો એક અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે ભાવનગરમાં બપોરે હોર્ન મારવા જેવી બાબતમાં તકરાર થઇ હતી. જેના પરિણામે રાત્રે આ ઘટના ઘટી હતી. આ બાબતને લઈને ચિત્રા વિસ્તારમાં બે જૂથ સામસામે આવી ગયા હતા. તો એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે મારામારી થવાની વાત પણ સામે આવી છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

આ અથડામણમાં બે જુથે એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. તો એક બાઈકને પણ સળગાવી દેવાયું હતું. આ સાથે અન્ય બાઈક અને સાધનને નુકસાન પહોંચાડવાના પણ અહેવાલ છે. બનાવના કારણે શહેરમાં ચકચાર મચી ગઈ છે.

 

આ પણ વાંચો: કેન્દ્ર સાથેની બેઠકમાં એમએસપી અને વળતર સહિતના અનેક મુદ્દાઓ પર કલાકો સુધી ચર્ચા થઈ, શું આંદોલન સમાપ્ત થશે કે ચાલુ રહેશે? SKM આજે જવાબ આપશે

આ પણ વાંચો: ગે હનીટ્રેપનો પ્રથમ કિસ્સો રાજકોટમાં આવ્યો સામે, ફિલ્મી ઢબે 4 કરોડ પડાવવાનો હતો પ્લાન, જાણો સંપૂર્ણ વિગત

Published on: Dec 08, 2021 06:54 AM
g clip-path="url(#clip0_868_265)">