ભરૂચ SOGએ MD ડ્રગ્સ ઝડપી પાડ્યું, હાઈ પ્રોફાઈલ નબીરાઓ માટે ડ્રગ્સ લઈ જતો કેરિયર ઝડપાયો

|

Oct 08, 2020 | 7:23 PM

ભરૂચ એસ.ઓ. જી. એ નેશનલ હાઇવે ૪૮ ઉપરથી ડ્રગ્સ કેરિયરને ઝડપી પાડી મેફેડ્રિન – MD ડ્રગ્સ કબ્જે કર્યું છે. નશીલો પદાર્થ મુંબઈથી ભરૂચના હાઈપ્રોફાઈલ નબીરાઓ માટે લાવવામાં આવતો હતો જેને પ્રતિગ્રામ ૩ થી ૫ હજાર રૂપિયાની કિંમતે વેચવામાં આવતું હતું. પોલીસે કેરિયરની ધરપકડ કરી નેટવર્કની અન્ય કડીઓની માહિતી બહાર લાવવા પૂછપરછ શરુ કરી છે. ભરૂચ […]

ભરૂચ SOGએ MD ડ્રગ્સ ઝડપી પાડ્યું, હાઈ પ્રોફાઈલ નબીરાઓ માટે ડ્રગ્સ લઈ જતો કેરિયર ઝડપાયો

Follow us on

ભરૂચ એસ.ઓ. જી. એ નેશનલ હાઇવે ૪૮ ઉપરથી ડ્રગ્સ કેરિયરને ઝડપી પાડી મેફેડ્રિન – MD ડ્રગ્સ કબ્જે કર્યું છે. નશીલો પદાર્થ મુંબઈથી ભરૂચના હાઈપ્રોફાઈલ નબીરાઓ માટે લાવવામાં આવતો હતો જેને પ્રતિગ્રામ ૩ થી ૫ હજાર રૂપિયાની કિંમતે વેચવામાં આવતું હતું. પોલીસે કેરિયરની ધરપકડ કરી નેટવર્કની અન્ય કડીઓની માહિતી બહાર લાવવા પૂછપરછ શરુ કરી છે.

ભરૂચ એસઓજી પીઆઈ પી એન પટેલને નેશનલ હાઇવે ઉપરથી ડ્રગ્સની ડિલિવરી આપવા ભરૂચમાં આવતો હોવાની બાતમી મળતા પીએસ આઈ એમ આર શકોરીયા અને એન જે ટાપરીયાએ ટિમ સાથે વોચ ગોઠવી શકમંદને ઝડપી પાડી તલાશી લીધી હતી. તાપસ દરમ્યાન આ શક્શ પાસેથી ૪૩.૪૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ મળી આવ્યું હતું. અટકાયત કરી પોલીસ સ્ટેશન લાવવામાં આવતા તેને પોતાનું નામ ઈકરામ યુસુફ પટેલ હોવાનું જણાવ્યું હતું જે મૂળ ભરૂચના કંથારીયા ગામનો છે અને મુંબઈમાં રહી ડ્રગના કેરિયરનું કામ કરે છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

પોલીસે ૪.૩૭ લાખની કિંમતનું ૪૩.૪૦ ગ્રામ ડ્રગ્સ કબ્જે કરી ઈકરામની પૂછપરછ શરુ કરી છે. પ્રાથમિક તપાસમાં આ નશીલો પદાર્થ ભરૂચના હાઈપ્રોફાઈલ નબીરાઓ માટે લાવવામાં આવતો હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ નેટવર્કને લઇ હજુ સત્તાવાર કઈ બોલવા તૈયાર નથી પરંતુ ભરૂચમાંથી ડ્રગ નેટવર્કની અન્ય કડીઓ હોવાનો પોલીસ ઇન્કાર કરી રહી નથી. આગામી સમયમાં ડ્રગ્સ નેટવર્ક સંદર્ભે ધરપકડનો દોર ચાલે તેમ લાગી રહયુ છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article