BHARUCH : 24 કલાકમાં ATM તોડી ચોરીના પ્રયાસના બે બનાવ, CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરાઈ

|

Sep 21, 2021 | 5:37 PM

સુપરવાઇઝરે બન્ને તસ્કરોને પડકારી દુકાનનું શટર પાડવાનો પ્રયાસ કરતા ઝપાઝપી કરી તસ્કરો નંબર વગરની i20 કારમાં ફરાર થઈ ગયા હતા. ઘટના અંગે સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવાઈ હતી.

સમાચાર સાંભળો
BHARUCH : 24 કલાકમાં ATM તોડી ચોરીના પ્રયાસના બે બનાવ, CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરાઈ

Follow us on

ભરૂચ અને અંકલેશ્વરમાં ATM તોડી ચોરીનો પ્રયાસ કરતી તસ્કર ટોળકી સક્રિય થઈ છે. 24 કલાકમાં ભરૂચ અને અંકલેશ્વરમાં ૧-૧ ઘટનાઓ મળી ATM તોડવાના બે બનાવ સામે આવ્યા છે. બનાવ સંદર્ભે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તાપસ શરુ કરી છે.

ઝાડેશ્વર રોડ ઉપર આવેલા વિશ્વમ કોમ્પ્લેક્ષમાં સોમવારે સવારે 7 વાગ્યાના અરસામાં SBI ના ATM માં બે તસ્કરો પ્રવેશ્યા હતા. સ્થાનિક એક મહિલા દુકાનદારને શંકા જતા તેમણે બેંગ્લોર ATM નું મેન્ટેનન્સ અને મોનીટરીંગ કરતી એમ્ફોસીસ કંપનીના હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શંકાસ્પદ હરકતની જાણ કરતા કંપનીના ભરૂચ મહમદપુરા રહેતા સિનિયર એક્ઝિક્યુટિવ મુબારક પટેલે તુરંત સાઈટ સૂપરવાઈઝર દિનેશ ખત્રીને ઘટનાસ્થળે રવાના કર્યા હતા તો બીજી તરફ ભરૂચ પોલીસ કંટ્રોલ ઉપર પણ ATMમાં ચોરીનો કોલ અપાયો હતો.

ATM સુપરવાઈઝર દિનેશ ખત્રી એટીએમ ઉપર પોહચતા 2 તસ્કરો CCTV કેમેરા ઉપર કાળી પટ્ટી લગાવી એસેમ્બલી શટર તોડી મશીનમાંથી કેશ કાઢવાનો પ્રયાસ કરતા નજરે પડયા હતા. સુપરવાઇઝરે બન્ને તસ્કરોને પડકારી દુકાનનું શટર પાડવાનો પ્રયાસ કરતા ઝપાઝપી કરી તસ્કરો નંબર વગરની i20 કારમાં ફરાર થઈ ગયા હતા. ઘટના અંગે સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવાઈ હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ATM તોડવાની બીજી ઘટના મંગળવારે મળસ્કે અંકલેશ્વરના મીરાનગરમાં આવેલ AXIS બેંકના ATM ખાતે પણ બની હતી. જેમાં પણ 2 તસ્કરો માથા અને મોઢા ઉપર સફેદ રૂમાલ ઢાંકી મશીન તોડી રોકડાની ચોરી કરવાના પ્રયાસમાં CCTV કેમેરામાં કેદ થઈ ગયા હતા. શહેર પોલીસે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.

ભરૂચ જિલ્લામાં બનેલી બે ઘટનાઓમાં જોકે મશીનમાં મુકાયેલી કેશની ઉઠાંતરી કરવામાં તસ્કર સફળ ન રહ્યા હતા પરંતુ ઉપરાછાપરી બનાવો થકી તસ્કરોએ પોલીસને પડકાર ફેંક્યો છે. તસ્કર કેમેરાને નુકશાન કરી બાદમાં ATM મશીન તોડવાનો પ્રયાસ કરવાની મોડ્સઓપરેન્ડી અપનાવી હતી.

બંને બનાવ સંદર્ભે અંકલેશ્વર જીઆઇડીસી અને ભરૂચ સી ડિવિઝન પોલીસે બેન્કના સત્તધીશોની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ શરુ કરી છે. બનાવ સંદર્ભે પોલીસે ભૂતકાળમાં આ પ્રકારની ચોરીઓમાં સક્રિય ગુનેગારો રહેલા ગુનેગારોની સ્થિતિ અને મોડ્સઓપરેંડીના અભ્યાસના આધારે ટુકડીઓ બનાવી ગુનેગારો સુધી પહોંચવા પ્રયાસ હાથ ધર્યા છે.

 

આ પણ વાંચો : Card Tokenisation : જાન્યુઆરી 2022 થી કાર્ડ દ્વારા પેમેન્ટની રીત બદલાશે, CVV દાખલ કર્યા વિના થશે Payment, જાણો શું થશે ફેરફાર

 

આ પણ વાંચો :  Paras Defence and Space IPO: ઇશ્યૂ ખુલતા પહેલા ગ્રે માર્કેટમાં શેરના થયા બમણા ભાવ, રોકાણ વિશે નિષ્ણાતોનો જાણો અભિપ્રાય

Next Article