AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Card Tokenisation : જાન્યુઆરી 2022 થી કાર્ડ દ્વારા પેમેન્ટની રીત બદલાશે, CVV દાખલ કર્યા વિના થશે Payment, જાણો શું થશે ફેરફાર

જાન્યુઆરી 2022 થી, ક્રેડિટ, ડેબિટ કાર્ડ્સનો ઉપયોગ કરીને ઓનલાઇન પેમેન્ટ વધુ સુરક્ષિત રહેશે કારણ કે તમારા કાર્ડની વિગતો હવે એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી વેપારી સાઇટ્સ પર સાચવવામાં આવશે નહીં જેથી ડેટા ચોરીનો ડર રહેશે નહીં.

Card Tokenisation : જાન્યુઆરી 2022 થી કાર્ડ દ્વારા પેમેન્ટની રીત બદલાશે,  CVV દાખલ કર્યા વિના થશે Payment, જાણો શું થશે ફેરફાર
Card Tokenisation
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2021 | 11:01 AM
Share

: તમે જે કાર્ડ દ્વારા પેમેન્ટ (Card Payment) ની પદ્ધતિ 1 જાન્યુઆરી, 2022 થી બદલાશે. આ માટે ટોકિનાઇઝેશન(Card Tokenisation) સિસ્ટમ કામ કરશે. ભારતીય રિઝર્વ બેન્કે આ સંદર્ભે (Card payment new rules) નિયમો નક્કી કર્યા છે . આમાં, કાર્ડ ધારકના ડેટાની પ્રાઇવેસી પર વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. RBI એ ડેટા સ્ટોરેજને લઈને RBI ટોકનાઈઝેશન નિયમો(RBI tokenization rules) જારી કર્યા છે.

જાન્યુઆરી 2022 થી, ક્રેડિટ, ડેબિટ કાર્ડ્સનો ઉપયોગ કરીને ઓનલાઇન પેમેન્ટ વધુ સુરક્ષિત રહેશે કારણ કે તમારા કાર્ડની વિગતો હવે એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી વેપારી સાઇટ્સ પર સાચવવામાં આવશે નહીં જેથી ડેટા ચોરીનો ડર રહેશે નહીં. મર્ચન્ટ અને ઈ-કોમર્સ યુનિટ સામાન્ય રીતે તેમના ગ્રાહકોને કાર્ડની વિગતો સેવ કરવા માટે કહે છે જેથી ખરીદી માટે ચૂકવણી ઝડપથી થઈ શકે. આ પદ્ધતિથી ડેટા ચોરી થવાનું જોખમ વધારે છે.

વાસ્તવિક કાર્ડ ડેટા સ્ટોરેજ નહીં હોય RBI ના નવા નિયમો હેઠળ 1 જાન્યુઆરી, 2022 થી કાર્ડ વ્યવહારો અથવા પેમેન્ટમાં કાર્ડ જારી કરનારી બેંક અથવા કાર્ડ નેટવર્ક સિવાય અન્ય કોઈ વાસ્તવિક કાર્ડ ડેટા સ્ટોરેજ કરશે નહીં. આમાં પહેલેથી જ સ્ટોર આવા કોઈપણ ડેટાને ફિલ્ટર કરવામાં આવશે. જો કે ટ્રાન્ઝેક્શન ટ્રેકિંગ અથવા સમાધાન હેતુઓ માટે સંસ્થાઓ મર્યાદિત ડેટા સ્ટોર કરી શકે છે. કાર્ડ નંબરના છેલ્લા ચાર અંકો સુધી સ્ટોરેજ અને કાર્ડ આપનારનું નામ ઉપયોગ કરવાની છૂટ રહેશે.

કાર્ડધારકો એપ પર વિનંતી કરીને તેમના કાર્ડ ટોકન કરી શકે છે. ટોકન વિનંતીકર્તા કાર્ડ નેટવર્કને વિનંતી મોકલશે જે કાર્ડ આપનારની સંમતિથી કાર્ડને ટોકન જારી થશે. તમામ ઉપયોગના કેસો અને ચેનલો જેમ કે કોન્ટેક્ટલેસ કાર્ડ ટ્રાન્ઝેક્શન, ક્યુઆર કોડ અને એપ્સ દ્વારા ચૂકવણી માટે મોબાઇલ ફોન અથવા ટેબ્લેટ દ્વારા ટોકનિઝેશનની મંજૂરી આપવામાં આવી છે.

વિઝા અને માસ્ટરકાર્ડ જેવી કંપનીઓ ટોકન સર્વિસ પ્રોવાઇડર્સ (TSP) તરીકે કામ કરશે અને મોબાઇલ પેમેન્ટ અથવા ઇ-કોમર્સ પ્લેટફોર્મને ટોકન આપશે જેથી કાર્ડ નંબર અને CVVની જગ્યાએ ખરીદીની ચૂકવણી માટે તેનો ઉપયોગ કરી શકાશે. આ ત્રણ અંકનો નંબર લખેલ છે જે કાર્ડની પાછળ હોય છે.

તેવી જ રીતે જ્યારે તમે Google Pay અથવા Paytm જેવા ડિજિટલ વોલેટમાં તમારા કાર્ડની વિગતો દાખલ કરો છો ત્યારે આ પ્લેટફોર્મ સંબંધિત TSPs ને ટોકન માટે પૂછશે. TSPs ગ્રાહકના કાર્ડ ઇશ્યૂ કરનાર બેંક પાસેથી ડેટાની ચકાસણીની વિનંતી કરશે. ડેટાની ચકાસણી પછી એક યુનિક કોડ જનરેટ થશે અને ગ્રાહકના ઉપકરણ સાથે અપરિવર્તિત રીતે જોડાયેલ રહેશે અને તેને બદલી શકાશે નહીં. આમ જ્યારે પણ ગ્રાહક ચુકવણી કરવા માટે તેના ઉપકરણનો ઉપયોગ કરે છે ત્યારે પ્લેટફોર્મ ગ્રાહકનો સાચો ડેટા જાહેર કર્યા વિના ફક્ત ટોકન દ્વારા વ્યવહારને અધિકૃત કરી શકશે. મોબાઇલ વોલેટ્સ અને ફ્લિપકાર્ટ જેવા ફિઝિકલ અથવા ઓનલાઇન સ્ટોર્સમાં ચૂકવણીની સુરક્ષા માટે ટોકન જનરેટ કરી શકાય છે.

નિયમોનું પાલન કરવાની જવાબદારી નિયમોનું પાલન કરવા માટે કાર્ડ નેટવર્ક જવાબદાર રહેશે. આ નિયમ CoFT મોબાઈલ, લેપટોપ, ડેસ્કટોપ સ્માર્ટ વોચ વગેરે દ્વારા કરવામાં આવતી ચુકવણીઓ પર પણ લાગુ પડશે. કાર્ડ ડેટાને ટોકન કરવાની અને ડી-ટોકન કરવાની ક્ષમતા ટોકન સર્વિસ પ્રોવાઇડર પાસે હશે. કાર્ડ ડેટાનું ટોકનાઈઝેશન ગ્રાહકની સંમતિથી કરવામાં આવશે. AFA નો ઉપયોગ ટોકનાઈઝેશન માટે પણ કરવામાં આવશે.

ડેટા ચોરી અટકાવવાનો પ્રયાસ RBI એ ડેટા સ્ટોરેજને લગતા ટોકેનાઈઝેશન માટે નિયમો જારી કર્યા છે. તમને જણાવી દઈએ કે ગ્રાહકે તેના કાર્ડની વિગતો કોઈ પણ થર્ડ પાર્ટી એપ સાથે શેર કરવાની રહેશે નહીં. અગાઉ આ કરવાથી, વપરાશકર્તાના કાર્ડનો ડેટા આ વેબસાઇટ્સ અથવા એપ્લિકેશન્સ પર સ્ટોર કરવામાં આવતો હતો જેના કારણે ડેટા ચોરી થવાનો ભય રહે છે.

આ પણ વાંચો : Stock Update : પ્રારંભિક કારોબારમાં શેર્સમાં કેવી રહી હલચલ ? કરો એક નજર

આ પણ વાંચો : Sansera Engineering IPO : આજે થઇ રહી છે શેરની ફાળવણી ,આ રીતે જાણો તમને શેર મળ્યા કે નહિ?

LG હોસ્પિટલના ICUમાં ગંદી ચાદરો, ભેજવાળી દીવાલો અને તંત્રની નિષ્ફળતા..
LG હોસ્પિટલના ICUમાં ગંદી ચાદરો, ભેજવાળી દીવાલો અને તંત્રની નિષ્ફળતા..
અજમાની મબલખ આવક પરંતુ પુરતા ભાવ ન મળતા ખેડૂતો પરેશાન
અજમાની મબલખ આવક પરંતુ પુરતા ભાવ ન મળતા ખેડૂતો પરેશાન
અમદાવાદના જમાલપુરના કતલખાના મુદ્દે ભાજપ-કોંગ્રેસના MLA સામ સામે
અમદાવાદના જમાલપુરના કતલખાના મુદ્દે ભાજપ-કોંગ્રેસના MLA સામ સામે
ગુજરાતના લોક કલાકારોની માંગ, કોંગ્રેસ નેતા લાલજી ચાવડા માફી માગે
ગુજરાતના લોક કલાકારોની માંગ, કોંગ્રેસ નેતા લાલજી ચાવડા માફી માગે
રૂપિયા પુરા લેતા સોના ચાંદીના વેપારીઓ, ઓછા વજનના દાગીના પધરાવતા હતા
રૂપિયા પુરા લેતા સોના ચાંદીના વેપારીઓ, ઓછા વજનના દાગીના પધરાવતા હતા
Breaking News : હાઈકોર્ટનો ઝટકો! આસારામ પાસેથી મોટેરા આશ્રમ છીનવાયો
Breaking News : હાઈકોર્ટનો ઝટકો! આસારામ પાસેથી મોટેરા આશ્રમ છીનવાયો
જતા જતા ફરી ગુજરાતમાં ઠંડીનો એટેક
જતા જતા ફરી ગુજરાતમાં ઠંડીનો એટેક
3 વર્ષમાં જ આવાસ યોજનાનું મકાન ખખડી ગયું
3 વર્ષમાં જ આવાસ યોજનાનું મકાન ખખડી ગયું
શું તમારા વાહનમાં મોડિફાઇડ વ્હાઇટ LED લાઇટ અને હોર્ન છે?
શું તમારા વાહનમાં મોડિફાઇડ વ્હાઇટ LED લાઇટ અને હોર્ન છે?
ભારત-યુએસએ વચ્ચે થયેલ ટ્રેડ ડીલથી ગુજરાતને થશે ફાયદોઃ ભૂપેન્દ્ર પટેલ
ભારત-યુએસએ વચ્ચે થયેલ ટ્રેડ ડીલથી ગુજરાતને થશે ફાયદોઃ ભૂપેન્દ્ર પટેલ
g clip-path="url(#clip0_868_265)">