ભરૂચ સિવિલ હોસ્પિટલના ગાર્ડરૂમમાંથી બે કેદી ફરાર, ગાર્ડની આંખો ઘેરાઈ અને બંને આરોપી વેન્ટીલેશન કુદી રફુચક્કર

|

Sep 18, 2020 | 7:59 PM

ભરૂચ સિવિલ હોસ્પિટલમાંથી બે કાચા કામના આરોપીઓ ફરાર થઈ જતા પોલીસ દોડતી થઈ છે. રાતના સુમારે ગાર્ડરૂમના વેન્ટિલેશનમાંથી બંને ફરાર થઈ જતા એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી શોધખોળ શરુ કરી છે. અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા સગીરાને ભગાડી જવાના ગુનામાં પોક્સો એક્ટ હેઠળ ધરપકડ કરાયેલ ધરપકડ કરાયેલ અર્જુન પરમારમાં કોરોનના લક્ષણ દેખાતા તેને ૩ સપ્ટેમ્બરે સિવિલ […]

ભરૂચ સિવિલ હોસ્પિટલના ગાર્ડરૂમમાંથી બે કેદી ફરાર, ગાર્ડની આંખો ઘેરાઈ અને બંને આરોપી વેન્ટીલેશન કુદી રફુચક્કર
https://tv9gujarati.in/bharuch-civil-ho…on-kudi-ne-farar/

Follow us on

ભરૂચ સિવિલ હોસ્પિટલમાંથી બે કાચા કામના આરોપીઓ ફરાર થઈ જતા પોલીસ દોડતી થઈ છે. રાતના સુમારે ગાર્ડરૂમના વેન્ટિલેશનમાંથી બંને ફરાર થઈ જતા એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી શોધખોળ શરુ કરી છે.

અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા સગીરાને ભગાડી જવાના ગુનામાં પોક્સો એક્ટ હેઠળ ધરપકડ કરાયેલ ધરપકડ કરાયેલ અર્જુન પરમારમાં કોરોનના લક્ષણ દેખાતા તેને ૩ સપ્ટેમ્બરે સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો હતો.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

તો આકાશ વસાવા નામનો હત્યાનો આરોપી જેલમાં સાબુ ખાઈ ગયો હતો જે બાદ પેટમાં દુઃખાવાની ફરિયાદ કરતા તેને ૫ સપ્ટેમ્બરે સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો.

ગાર્ડ રૂમમાં પહેરા વચ્ચે રખાયેલ બંને કેદી રાતે ૩ વાગ્યા બાદ ગાર્ડની આંખ લાગી જતા વેન્ટિલેશનમાંથી બહાર નીકળી ફરાર થઇ ગયા હતા. સવારે બે કાચા કામના કેદી ગાર્ડરૂમમાં નજરે ન પડતા પોલીસને જાણ કરાઈ હતી. ઘટના સંદર્ભે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી ફરાર બંને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 11:05 am, Wed, 9 September 20

Next Article