Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રૂપિયા લઈ PSIની ભરતી પરીક્ષા પાસ કરાવવાનું કૌભાંડ, બનાસકાંઠાના ભરત ચૌધરીની ધરપકડ

રૂપિયા લઈ PSIની ભરતી પરીક્ષા પાસ કરાવવાનું કૌભાંડ, બનાસકાંઠાના ભરત ચૌધરીની ધરપકડ

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2022 | 3:17 PM

બનાસકાંઠા પોલીસે ઝડપેલા શખ્સ ભરત ચૌધરીએ અગાઉ હાઈકોર્ટ પ્યુનના પેપરમાં પણ પૈસા ઉઘરાવ્યા હતા. તો અગાઉની કેટલીક સરકારી ભરતીઓની ગેરરીતિમાં પણ ભરત ચૌધરીનું નામ સામે આવ્યું હતું.

રાજ્યમાં રૂપિયા લઈને સરકારી પરીક્ષા (Government examination)પાસ કરાવી આપવાનું કૌભાંડ ફરી એકવાર સામે આવ્યું. બનાસકાંઠા (Banaskantha)પોલીસે બાતમીના આધારે એક શખ્સ ભરત ચૌધરીની ધરપકડ કરી. આ ભરત ચૌધરી PSIની ભરતી પેટે પરીક્ષાર્થીઓ પાસેથી 22 લાખ રૂપિયામાં સોદો નક્કી કર્યો હતો. જે પેટે 10 લાખ રૂપિયા એડવાન્સ લેવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓને જેટલા પ્રશ્નોના જવાબ આવડે તેટલા લખવા અને બાકીના પ્રશ્નો ખાલી રાખવા કહેવાતું. જે બાદ આગળ જવાબ લખાઈ જશે તેવી બાંહેધરી આપી રૂપિયા પડાવવામાં આવતા હતા. આ રીતે 8થી 9 વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા હતા.

બનાસકાંઠા પોલીસે ઝડપેલા શખ્સ ભરત ચૌધરીએ અગાઉ હાઈકોર્ટ પ્યુનના પેપરમાં પણ પૈસા ઉઘરાવ્યા હતા. તો અગાઉની કેટલીક સરકારી ભરતીઓની ગેરરીતિમાં પણ ભરત ચૌધરીનું નામ સામે આવ્યું હતું. PSIની ભરતી પરીક્ષા રવિવારે યોજાવવાની છે. જે પૂર્વે જ કેટલાક લેભાગુ તત્વો વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા ખંખેરવા એક્ટિવ થયા છે. PSIની ભરતીની લાંબા સમયથી તૈયારી કરતા યુવકોએ કોઈની લાલચમાં આવી પૈસા આપવાથી દૂર રહેવું જોઈએ.

બનાસકાંઠા પોલીસ વડાએ કહ્યું કે PSIની પરીક્ષાને લઈ પોલીસ સતર્ક હતી. એક વર્ષ અગાઉ આચરેલી છેતરપિંડીના કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. એક વર્ષ પૂર્વે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરાવવાના બહાને આરોપીએ 5 લાખની છેતરપિંડી આચરી હતી.

 

આ પણ વાંચો : Surat : એસટીએમ કૌભાંડ મુદ્દે મનપા કચેરી પર હલ્લાબોલ, આપના 14 કોર્પોરેટરો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ

આ પણ વાંચો : Surat : શિક્ષણાધિકારીએ યાદી જાહેર કરતા શાળા વર્તુળમાં ખળભળાટ, 40 ખાનગી શાળાના લાયકાત વિહોણા 135 શિક્ષકોને દૂર કરવા આદેશ

g clip-path="url(#clip0_868_265)">