AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બેંકના 60 લાખ રુપિયા એટીએમમાં જમા ન કરાવ્યા, અમદાવાદની મુખ્ય શાખાના ઓડીટમાં ભાંડો ફૂટતા લોડીંગ એજન્સીના 4 લોકો સામે કાર્યવાહી

વલસાડ જિલ્લાની અગ્રણી બેન્કોના એટીએમ  મશીનોમાં રોજના લાખો રૂપિયા લોડીંગ કરતી એજન્સીના કર્મચારીઓએ લાખો રૂપિયા  એટીએમ   મશીનમાં નાખવાની જગ્યાએ બારોબાર ચાઉં કરી લીધા હોવાનું એક કૌભાંડ બહાર આવ્યું છે. સંઘપ્રદેશ દમણ, દાનહ સેલવાસ સહિત વાપી વિસ્તારમાં આવેલ જુદી-જુદી બેંકોના ઍટીઍમમાં પૈસા જમા કરાવવા માટે સીઍમઍસ ઈન્ફો સિસ્ટમ લિ.ના કર્મચારીઓને જવાબદાર સોંપી હતી. આ કંપનીમાં કામ કરતા […]

બેંકના 60 લાખ રુપિયા એટીએમમાં જમા ન કરાવ્યા, અમદાવાદની મુખ્ય શાખાના ઓડીટમાં ભાંડો ફૂટતા લોડીંગ એજન્સીના  4 લોકો સામે કાર્યવાહી
Sachin Kulkarni
| Edited By: | Updated on: Feb 10, 2019 | 11:23 AM
Share

વલસાડ જિલ્લાની અગ્રણી બેન્કોના એટીએમ  મશીનોમાં રોજના લાખો રૂપિયા લોડીંગ કરતી એજન્સીના કર્મચારીઓએ લાખો રૂપિયા  એટીએમ   મશીનમાં નાખવાની જગ્યાએ બારોબાર ચાઉં કરી લીધા હોવાનું એક કૌભાંડ બહાર આવ્યું છે.

સંઘપ્રદેશ દમણ, દાનહ સેલવાસ સહિત વાપી વિસ્તારમાં આવેલ જુદી-જુદી બેંકોના ઍટીઍમમાં પૈસા જમા કરાવવા માટે સીઍમઍસ ઈન્ફો સિસ્ટમ લિ.ના કર્મચારીઓને જવાબદાર સોંપી હતી. આ કંપનીમાં કામ કરતા કર્મચારીઓએ  બેંકોના એટીએમમાં કેટલીક રકમ બેન્કમાં જમા ન કરાવી કૌભાંડ કર્યું હતું. ત્યારે અમદાવાદની મુખ્યશાખામાં ઓડિટમાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. આકાશ ડેંગે  અને વિનોદ પાલ  નામના બે કર્મચારીઓએ પહેલા 29 લાખ રૂપિયા  એટીએમમાં ન જમા કરાવી  કંપની સાથે છેતરપિંડી કરી હતી. ત્યારે સીઍમઍસ ઈન્ફો સિસ્ટમના અન્ય બે કર્મચારીઓ જીત માહ્યાવંશી અને જીગ્નેશ પટેલની પૂછપરછ કરતાં તેઓ એ પણ 33 લાખ 31 હજાર  600 રૂપિયા એટીએમમાં જમા કરાવાયા નહોતા.

જેથી તેમની ધરપકડ કરવામાં આવી છે. આકાશ ડેંગે  અને વિનોદ પાલને  ભાગેડુ જાહેર કર્યા છે. સીઍમઍસ ઈન્ફો સિસ્ટમ કંપનીમાં કામ કરતા કર્મચારી અને કસ્ટોડિયન  તરીકે  નોકરી કરતાં (૧) જીત અંબેલાલ માહયાવંશી (રહે. રેંટલાવ) (ર) જીજ્ઞેશ જગદીશ પટેલ (રહે. ધરમપુર, વિરવલ), (૩) વિનોદકુમાર ફૂલચંદ પાલ (રહે. લલન યાદવની ચાલી, મુંબઈ) અને (૪) આકાશ વિલાસરાવ ઢેંગે (રહે. સૌરભ સોસાયટી, ગુંજન, વાપી)  નામના આ કર્મચારીઓ  હાલ દોષિત માનવામાં આવે છે.

ઝડપાયેલા આરોપીઓ પણ આ કૌંભાડ કોને અને કેવી રીતે આચર્યું એ પોપટની જેમ પોલીસ સમક્ષ સ્વીકારી લીધું હતું..પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ઝડપાયેલ બંને આરોપી જીત અને જીગ્નેશના સિનિયર એવા વિનોદ અને આકાશે આ સમગ્ર કૌભાંડ આચર્યું છે. હાલે જીઆઈડીસી  પોલીસે ઝડપાયેલ બંને આરોપીઓના રિમાંડ મેળવવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જોકે આ કૌંભાડના મુખ્ય સૂત્રધાર એવા 2 આરોપીઓ  વિનોદ અને આકાશ  હજુ પણ પોલીસની પકડથી દૂર છે.

[yop_poll id=1279]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
g clip-path="url(#clip0_868_265)">