Banaskantha: મેઢાળા ગામે થયેલી માતા પુત્રની હત્યાનો મામલો ઉકેલાયો, પોલીસે આરોપીની કરી ધરપકડ

|

Jul 19, 2021 | 5:49 PM

થરાદના મેઢાળા ગામે માતા પુત્રની કરપીણ હત્યા કરવામાં આવી હતી. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી આરોપી ફરાર થઈ ગયો હતો.

Banaskantha: મેઢાળા ગામે થયેલી માતા પુત્રની હત્યાનો મામલો ઉકેલાયો, પોલીસે આરોપીની કરી ધરપકડ
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

થરાદ તાલુકાના મેઢાળા ગામે બનેલી માતા પુત્રની હત્યાનો મામલો થરાદ પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉકેલ મેળવ્યો છે. પ્રેમ પ્રકરણ તેમજ ઉધાર આપેલાં નાણાંને લઈ તકરાર થતા પ્રેમીએ માતા-પુત્રની હત્યા કરી હતી. હાલ પોલીસે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

થરાદના મેઢાળા ગામે માતા પુત્રની કરપીણ હત્યા કરવામાં આવી હતી. હત્યાના બનાવ બાદ થરાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. માતા-પુત્રની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી આરોપી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર મામલે થરાદ પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા માટે તપાસ હાથધરી હતી. જેમાં કોલ ડીટેલ તેમજ સ્થાનિક સુત્રોની મદદથી પોલીસે શકમંદોની ઉલટ તપાસ હાથ ધરતા પરબત પટેલ નામનો વ્યક્તિ આરોપી હોવાનું સામે આવ્યું હતું. હત્યા મામલે પોલીસે આરોપીની પૂછપરછ કરતા હત્યા પાછળનું કારણ પ્રેમ પ્રકરણ અને ઉધાર આપેલાં નાણાં પરત મેળવવા માટેનું હોવાનું સામે આવ્યું.

સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો સીતાબેન પટેલ અને પરબત પટેલ એકબીજા સાથે પ્રેમસંબંધથી જોડાયેલા હતા. હત્યાના દિવસે પરબત પટેલ તેના ઘરે આવ્યો હતો. તેણે સીતાબેન પટેલ સાથે શારીરિક સંબંધ બાંધવા માટે માંગ કરી હતી. જે માટે સીતાબેન પટેલે ના પાડી અને 50000 હજારની માંગણી કરી હતી. મૃતક સીતાબેન પટેલે આરોપીને બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી હતી.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

જેથી ડરી ગયેલા આરોપી પરબત પટેલે ઘરમાં પડેલી કુહાડી વડે સીતાબેન પટેલને મોતને ઘાટ ઉતારી દીધા હતા. શાળામાંથી પરત આવેલો સીતાબેન પટેલનો દીકરો પરેશ તેની માતાની હત્યા જોઈ ગયો હતો. જેથી દોડી ગયેલા પરેશને પણ કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. હાલ પોલીસે આરોપી પરબત પટેલને પકડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. પોલીસે આરોપીએ હત્યા સમયે ઉપયોગમાં લીધેલા હથિયાર તેમજ અન્ય સંયોગિક પુરાવા કબ્જે કર્યા છે.

 

આ પણ વાંચો: BSF Recruitment: બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં થઈ રહી છે ભરતી, જાણો લાયકાત અને પસંદગીની પ્રક્રિયા વિશે તમામ વિગતો

 

આ પણ વાંચો: Indian Navy Recruitment 2021: ભારતીય નૌસેનામાં થઈ રહેલ ભરતીમાં 10 પાસ પણ કરી શકે છે અરજી, જાણો સમગ્ર વિગત

Next Article