બનાસકાંઠા : ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ, ડીસા પોલીસે એક આરોપીને ઝડપી લીધો

|

Mar 10, 2022 | 3:03 PM

આરોપી મહાદેવ મેઘવાળ 5 કિલો 766 ગ્રામ ગાંજો લઈ ડીસાના ફીરોજ સિપાઈને આપવા આવી રહ્યો હતો. જેથી પોલીસે ફિરોજ સિપાઈ નામના ઈસમ સામે પણ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી તેને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

બનાસકાંઠા : ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ, ડીસા પોલીસે એક આરોપીને ઝડપી લીધો
Banaskantha: Cannabis smuggling busted, Deesa police nab one accused

Follow us on

રાજસ્થાન સરહદથી બનાસકાંઠા (Banaskantha)જિલ્લામાં મોટાપાયે નશીલા પદાર્થોની હેરફેર થાય છે. ડીસા (Deesa)ઉત્તર પોલીસે બાતમીના આધારે 5 કિલો 766 ગ્રામ જેટલો ગાંજાનો (Cannabis)જથ્થો ઝડપી આરોપી સામે એનડીપીએસ એક્ટ (NDPS Act) મુજબ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે. જ્યારે બીજા આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. બનાસકાંઠા જિલ્લો રાજસ્થાન સરહદને અડીને આવેલો છે. જેથી જિલ્લામાં વિદેશી દારૂ સહિત નશીલા પદાર્થોની મોટા પ્રમાણમાં હેરફેર કરવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં બનાસકાંઠા જિલ્લાથી જ મોટાપાયે વિદેશી દારુ તેમજ અફીણ અને ગાંજાની હેરફેર કરતા લોકો પોલીસના હાથે ઝડપાયો છે.

આ અંગે મદદનીશ પોલીસ અધિક્ષક પૂજા યાદવે જણાવ્યું હતું કે ડીસા ઉત્તર પોલીસને બાતમી મળી હતી કે સાંચોરથી ડીસા આવી રહેલી બસમાં મહાદેવ મેઘવાળ નામનો વ્યક્તિ ગાંજો લઈ તેના વેચાણ અર્થે ડીસા આવી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપી મહાદેવ મેઘવાળને 5 કિલો 766 ગ્રામ જેટલા ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડયો છે. જેની પાસેથી ગાંજા સહિત કુલ 61060 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આરોપી મહાદેવ મેઘવાળ 5 કિલો 766 ગ્રામ ગાંજો લઈ ડીસાના ફીરોજ સિપાઈને આપવા આવી રહ્યો હતો. જેથી પોલીસે ફિરોજ સિપાઈ નામના ઈસમ સામે પણ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી તેને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. મહાદેવ મેઘવાળ કેટલા સમયથી ગાંજાની હેરાફેરી કરતો હતો તેમજ અગાઉ કેટલા લોકો સાથે તેણે ગાંજાનો વેપાર કર્યો છે આ તમામ બાબતોને લઈ પોલીસે કોલ ડિટેલના આધારે અન્ય આરોપીઓ અને સમગ્ર નેટવર્કની તપાસ હાથધરી છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ગુજરાતમાં રાજસ્થાન થી મોટાપાયે નશીલા પદાર્થોની હેરફેર વધી છે. ત્યારે પાંચ કિલો ગાંજા સાથે પકડાયેલા આરોપી છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં ગાંજો ઘુસાવતો તો હતો. તેમજ તેની સાથે કેટલા જોડાયેલા લોકો છે. તે બાબતે પોલીસ તપાસમાં વધુ તથ્યો બહાર આવશે.

આ પણ વાંચો : Punjab Election Results 2022: સરદાર ભગત સિંહના ગામમાં ભગવંત માન લેશે શપથ, AAP નેતાએ કહ્યું- સરકારી ઓફિસમાં CMની તસવીર નહીં લગાવવામાં આવશે

આ પણ વાંચો : Punjab Election 2022: દેશના સૌથી વૃદ્ધ ઉમેદવારની થશે હાર ! 94 વર્ષની વયે પણ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યુ, જાણો તાજેતરની સ્થિતિ

Next Article