AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banaskantha: BSF નું ફેક ID-કાર્ડ બનાવનાર બે યુવકો ઝડપાયા, આ કૃત્ય પાછળનું કારણ આવ્યું સામે

Banaskantha: BSF નું ફેક ID-કાર્ડ બનાવનાર બે યુવકો ઝડપાયા, આ કૃત્ય પાછળનું કારણ આવ્યું સામે

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2021 | 2:37 PM
Share

Banaskantha: સરહદી વિસ્તારના સુઈગામમાં નોકરી માટે આર્મીનું ફેક આઈ કાર્ડ બનાવવાની ઘટના સામે આવી છે. આ કેસમાં 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Banaskantha: સરહદી જિલ્લા બનાસકાંઠાના સુઈગામમાં નોકરી મેળવવા નકલી ઓળખપત્ર બનાવનાર બે યુવાનો ઝડપાયા છે. બંને યુવાનોએ BSF ના જવાનના બનાવટી ઓળખપત્ર બનાવ્યા હતા. સિક્યોરિટિ કંપનીમાં નોકરી મેળવવા માટે બંને યુવાનોએ નકલી આઈકાર્ડ બનાવ્યું હોવાની કબૂલાત કરી છે. આ યુવાનોએ ઈન્ટરનેટ પરથી BSF નું આઈ કાર્ડ ડાઉનલોડ કર્યું હતું, જેમાં અધિકારીઓના બનાવટી સહી-સિક્કા લગાવી નકલી કાર્ડ બનાવ્યા હતા. નોકરી મેળવવા માટે આ કામ કર્યું હોવાની કબુલાત તેમણે કરી છે.

સમગ્ર ઘટના સામે આવતા પોલીસે બંને આરોપી યુવાનોને પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો સિક્યુરિટીમાં નોકરી મેળવવા માટે બે યુવાનોએ કીમિયો લગાવ્યો હતો. તે માટે બંને યુવાનોએ ફેક આઈકાર્ડ બનાવ્યા હતા. આ આઈકાર્ડ BSF જવાનના નામના બનાવ્યા હતા. પ્રથમ ઇન્ટરનેટ પરથી એક આઈકાર્ડ ડાઉનલોડ કર્યું. બાદમાં એડિટ કરીને તેને પોતાના નામનું બનાવ્યું.

આ યુવાનોએ બનાવેલા ફેક આઈડી કાર્ડમાં બનાવટી સહી અને સિક્કા પણ કર્યા હતા. સમગ્ર મામલે પોલીસે બંનેની ઘરપકડ કરી છે. અને આગળની કાર્યવાહી હાથ ધરી હોવાની વાત સામે આવી છે.

 

આ પણ વાંચો: Navsari: વિદ્યાર્થીના હાથમાં પેન-પેન્સિલના બદલે સાવરણો! શાળા શરુ થયાના પહેલા જ દિવસે સાફ કરાવ્યા ટોયલેટ

આ પણ વાંચો: રાવલપિંડી એક્સપ્રેસ Shoaib Akhtar ફરી ક્યારેય દોડી શકશે નહીં ! મેલબોર્નમાં થનારું મોટું ઓપરેશન કારણભૂત રહેશે

g clip-path="url(#clip0_868_265)">