ATMમાં વાઈફાઈ કેમેરા ગોઠવી કેશબોક્સના સિક્રેટ પાસવર્ડ જાણી ચોરી કરતા બે ઝડપાયા, ગુજરાત, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં ગુનાનો રેકોર્ડ

|

Sep 18, 2020 | 8:52 PM

એટીએમમાં વાઈફાઈ કેમેરા ગોઠવી કેશ લોડિંગ સમયે લોડરનો પાસવર્ડ જાણી આખા કેશબોક્સની ચોરી કરી પલાયન થઇ જતા બે ચોરની ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે પંજાબમાંથી ધરપકડ કરી છે. આરોપીઓએ ગુનાની દુનિયામાં કદમ મુકતા પેહલા કેશ લોડર તરીકે નોકરી કરી એટીએમ ઓપરેશન્સ શિખી બાદમાં ઉત્તર , મધ્ય અને પશ્ચિમ ભારતમાં કસબ અજમાવવા મંડ્યો હતો. રચપાલસિંહ લઢડ અને જશપાલસિંહ […]

ATMમાં વાઈફાઈ કેમેરા ગોઠવી કેશબોક્સના સિક્રેટ પાસવર્ડ જાણી ચોરી કરતા બે ઝડપાયા, ગુજરાત, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં ગુનાનો રેકોર્ડ
https://tv9gujarati.in/atm-ma-wifi-came…-chori-ma-sakriy/

Follow us on

એટીએમમાં વાઈફાઈ કેમેરા ગોઠવી કેશ લોડિંગ સમયે લોડરનો પાસવર્ડ જાણી આખા કેશબોક્સની ચોરી કરી પલાયન થઇ જતા બે ચોરની ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે પંજાબમાંથી ધરપકડ કરી છે. આરોપીઓએ ગુનાની દુનિયામાં કદમ મુકતા પેહલા કેશ લોડર તરીકે નોકરી કરી એટીએમ ઓપરેશન્સ શિખી બાદમાં ઉત્તર , મધ્ય અને પશ્ચિમ ભારતમાં કસબ અજમાવવા મંડ્યો હતો.

રચપાલસિંહ લઢડ અને જશપાલસિંહ સિદ્ધુ આ બે શખ્સોએ ૪ માર્ચ ૨૦૨૦ના રોજ ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા ટાટા ઈન્ડિકેશના એટીએમમાં એટલી સિફતાઈથી ચોરીની વરદ્ત્તને અંજામ આપ્યો કે ઘણા સમય સુધી કંપનીના કર્મચારીઓ શન્કાના દાયરામાં રહ્યા અને ચોર નિરાંતે ફરતા થઇ ગયા હતા જોકે ભરૂચ પોલીસે સીસીટીવી કેમેરતા નેટવર્કની સિસ્ટમેટિક તપાસના આધારે પંજાબ સુધી પહોંચી બંનેને ઝડપી પાડવામાં સફળતા હાંસલ કરી છે. ગત ૪ માર્ચે ઝાડેશ્વર વિસ્તારમાં ટાટા ઈન્ડિકેશના એટીએમમાંથી આખી કેશ ટ્રે ગાયબ થઇ હતી. રૂપિયા ૧૫.૮૫ લાખની ચોરી એટીએમ મશીન તોડી નહિ પરંતુ ખોલીને કરાઈ હતી જે જોતા કંપનીના કર્મચારીઓ શંકાના દાયરામાં લેવાયા હતા. કંપની કેશ લોડિંગ માટે સિક્રેટ પાસવર્ડ જનરેટ કરે છે જે માત્ર લોડરને અને બંધ કવરમાં અપાય છે ત્યારે ચોરી બહારનો વ્યક્તિ કરે તે વાત બેન્ક અને પોલીસના ગળે ઉતરતી ન હતી.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

સ્ટાફની ચારે દિશાની તપાસમાં કોઈ કદી ન મળતા તપાસની દિશા બદલવામાં આવી હતી. એટીએમના ફૂટેજ સ્પષ્ટ ન મળ્યા પણ પોલીસે આખા વિસ્તારના ફૂટેજ એકત્રિત કરી શન્કાસ્પદ હિલચાલ કરનારાઓ ઉપર ખાસ ધ્યાન આપ્યું હતું. બે શન્કાસ્પદ ધ્યાન ઉપર આવ્યા બાદ આખા સીસીટીવી નેટવર્કને સિસ્ટમેટિક રીતે તપાસી ટેકનીકલ સર્વેલન્સ સાથે ફોલો કરવામાં આવતા તપાસનો રેલો પંજાબ સુધી પહોંચ્યો હતો. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટિમ પંજાબ પહોંચી રચપાલસિંહ લઢડ અને જશપાલસિંહ સિદ્ધુને ગુજરાતના એટીએમ આસપાસ રેકી કરવાનું કારણ પૂછતાં બંને એ ટોળાઓની ઓથમાં નાસી છૂટવાનો પ્રયાસ કર્યો પરંતુ ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ પાછળ હતી અને બંને આરોપીઓની અટકાયત કરી ભરૂચ લવાયા હતા. પૂછપરછમાં બંનેએ કબૂલાત કરી ભરૂચ ઉપરાંત દેહરાદૂનમાં એટીએમમાંથી કેશની ચોરી અને અન્ય ત્રણ થી ચાર જગ્યાએ પ્રયાસની કબૂલાત કરી હતી

આ બે શખ્સોએ ચોરીના ગુનાઓ માટે બેંકમાં કેશ લોડર તરીકે નોકરી કરી એટીએમ ઓપરેશન્સ શિખી લઈ કેશબોક્સ ખોલતા અને કાઢતા જોઈ લીધું હતું. આ બાદ બંને એટીએમ મશીનોમાં વાઇફાઇ કેમેરા ફિટ કરી દેતા હતા. કેશલોડર આવે ત્યારે કેમેરા ફૂટેજમાં પાસવર્ડ જાણી લેતા હતા અને રાતના સમયે પાસવર્ડ નાખી આખા કેશબોક્સની ચોરી કરી લેતા હતા જે માટે બાદમાં સ્ટાફ ઉપર શંકા થતી હતી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી તેમના અન્ય સાગરીતોની માહિતી મેળવવા પૂછપરછ શરૂ કરી છે.ડી પી વાઘેલા – ડીવાયએસપી ભરૂચ એ જણાવ્યું હતું કે આરોપીઓ ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડ સહિતના રાજ્યમાં ચોરીની ઘટનાઓને અંજામ આપી ચુક્યા છે જે એક ગેંગ ઓપરેટ કરે છે. ધરપકડ સમયે ટોળાની ઓથમાં નાસી જવા પણ તેમને પ્રયાસ કર્યો હતો પરંતુ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે તેમને ફરાર થવા ન ડી ધરપકડ કરી કાર અને ૩ લાખ રોકડા કબ્જે કર્યા છે

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 2:30 pm, Tue, 8 September 20

Next Article