Aryan Khan Drug Case: શું આર્યન ખાનને આજે મળશે જામીન ? દલીલો બાદ અઢી વાગે હાઇકોર્ટમાં હાથ ધરાશે સુનાવણી

NCBએ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની જામીન અરજીનો વિરોધ કરતા કહ્યું કે તે માત્ર માદક દ્રવ્યો જ લેતો નથી, પરંતુ તે ગેરકાયદે દાણચોરીમાં પણ સામેલ હતો.

Aryan Khan Drug Case: શું આર્યન ખાનને આજે મળશે જામીન ? દલીલો બાદ અઢી વાગે હાઇકોર્ટમાં હાથ ધરાશે સુનાવણી
Aryan Khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2021 | 7:09 AM

Aryan Khan Drug Case: મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસ (Mumbai Cruise Drugs Case) માં આર્યન ખાનની જામીન અરજી પર આજે મુંબઈ હાઈકોર્ટ (Mumbai High Court)માં સુનાવણી થશે. આજે બપોરે 2.30 કલાકે સુનાવણી હાથ ધરવામાં આવશે. આર્યન અને અરબાઝના જામીન પરની ચર્ચા ગઈ કાલે પૂરી થઈ ગઈ છે. આ પછી, જામીન અરજી પર આજે બપોરે 2.30 કલાકે સુનાવણી થશે.

સ્પેશિયલ કોર્ટે જામીન ફગાવી દીધા બાદ આર્યન ખાને તરત જ હાઈકોર્ટમાં સુનાવણી માટે અરજી કરી હતી. ભારતના ભૂતપૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગી આર્યન ખાનની જામીન અરજીને મેજિસ્ટ્રેટ કોર્ટ અને સેશન્સ કોર્ટ દ્વારા ફગાવી દેવાયા બાદ તેની તરફથી હાજર થયા હતા. તેણે આર્યન ખાનની ધરપકડને ગેરકાનૂની ગણાવી અને આ કાર્યવાહી પર NCBને ભીંસમાં મૂક્યું.

બે આરોપીઓને જામીન મળ્યા હતા દરમિયાન ક્રુઝ ડ્રગ્સ કેસમાં બે આરોપીઓને જામીન મળી ગયા છે. વિશેષ NDPS કોર્ટે આ જામીન અરજીને મંજૂરી આપી છે. અવિન સાહુ અને મનીષ રાજગરિયાને જામીન મળી ગયા છે. વી.વી.પાટીલની ડિવિઝન બેન્ચે તેમની જામીન અરજી સ્વીકારી છે. આ બંનેની એનસીબીએ મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

NCBએ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની જામીન અરજીનો વિરોધ કરતા કહ્યું કે તે માત્ર માદક દ્રવ્યો જ લેતો નથી, પરંતુ તેની ગેરકાયદે દાણચોરીમાં પણ સામેલ હતો. એજન્સીએ એવો પણ દાવો કર્યો હતો કે આર્યન ખાન અને શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાની તપાસને પ્રભાવિત કરવા માટે પુરાવા સાથે ચેડા કરી રહ્યા હતા અને સાક્ષીઓને પ્રભાવિત કરી રહ્યા હતા.

NCB એ સોગંધનામું દાખલ કર્યું તે જ સમયે, આર્યન ખાનના વકીલોએ હાઈકોર્ટમાં વધારાની નોંધ દાખલ કરતી વખતે કહ્યું હતું કે એનસીબીના પ્રાદેશિક નિર્દેશક સમીર વાનખેડે (Sameer Wankhede) અને કેટલાક રાજકીય વ્યક્તિઓ દ્વારા એકબીજા પર લગાવવામાં આવેલા આરોપો અને પ્રતિ આક્ષેપો સાથે તેમને કોઈ લેવાદેવા નથી. NCBએ મંગળવારે હાઇકોર્ટમાં દાખલ કરાયેલી આર્યન ખાનની જામીન અરજીના જવાબમાં એફિડેવિટ દાખલ કરી હતી.

આ મામલો જસ્ટિસ એનડબલ્યુ સાંબ્રેની સિંગલ બેંચ સમક્ષ સુનાવણી માટે સૂચિબદ્ધ છે. એજન્સીએ એફિડેવિટમાં કહ્યું છે કે કેસની તપાસને પાટા પરથી ઉતારવાના ખોટા ઈરાદાથી તેને પ્રભાવિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તે પ્રભાકર સેલના સોગંદનામાથી સ્પષ્ટ છે, એજન્સીએ જણાવ્યું હતું. કેસમાં પ્રભાકર સેલે એજન્સીના કેટલાક અધિકારીઓ પર રિકવરી કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. એફિડેવિટમાં પૂજા દદલાનીનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું હતું કે આ મહિલાએ તપાસ દરમિયાન સાક્ષીઓને પ્રભાવિત કર્યા હોવાનું જણાય છે.

આ પણ વાંચો: Lakhimpur kheri violence: સુપ્રીમ કોર્ટે સાક્ષીઓની સુરક્ષા માટે આપ્યો નિર્દેશ, સરકારને પૂછ્યું હજારો ખેડૂતોની રેલીમાં માત્ર 23 સાક્ષીઓ જ કેમ?

આ પણ વાંચો: લાંચિયા સરકારી બાબુઓની ખેર નથી, દિવાળીમાં ભેટની લાંચ લેતા બાબુઓને પકડવા ACB એ ગોઠવી દીધી છે જાળ

g clip-path="url(#clip0_868_265)">