Arvalli: સોનગઢની મહિલાને જૂનાગઢના યુવક સાથે પ્રેમ થયો, અરવલ્લીમાં આવ્યો પ્રેમનો કરુણ અંજામ ! ડબલ મર્ડરનો ઉકેલાયો ભેદ
અરવલ્લી જિલ્લામાંથી એક મહિલા અને બાળકની લાશ મળી હતી. જેની તપાસ કરવા દરમ્યાન પોલીસે ડબલ મર્ડર કેસનો ભેદ ઉકેલી બે શખ્શોની ધરપકડ કરી
અરવલ્લી (Aravalli) જીલ્લાના બાયડ (Bayad) તાલુકાના હઠીપુરા નજીક પાસેથી માતા અને પુત્રની લાશ મળી આવવાની ઘટનાનો પોલીસે ભેદ ઉકેલી દીધો છે. અરવલ્લી પોલીસ (Arvalli Police) ની જુદી જુદી ટીમો દ્વારા તપાસ હાથ ધરતા પોલીસે બે આરોપી હત્યારાઓને ઝડપી લીધા છે. પ્રેમીએ જ પોતાની પ્રેમિકાની અને પ્રેમિકાના પુત્રની હત્યા કરી દીધી હોવાનો ભેદ ઉકેલાયો હતો. ટીવી પર આવતી ક્રાઇમ સીરીયલ આધારે હત્યાનો પ્લાન ઘડીને ઘટનો અંજામ આપ્યો હતો.
ગત મંગળવારે અરવલ્લી પોલીસને એક જાણકારી મળી હતી. બાયડના હઠીપુરા ગામ પાસે આવેલા નાની ખારી પરા વિસ્તારની સીમમાં એક મહિલા અને બાળકની લાશ પડી છે. પોલીસની ટીમો એક બાદ એક સ્થળ પર પહોંચી. શરુઆતમાં સ્થાનિક પોલીસે બંને લાશોને આધારે તપાસ હાથ ધરી હતી અને બંનેની હત્યા કર્યાનુ સામે આવ્યુ હતુ.
પોલીસે તપાસનો ધમધમાટ શરુ કરતા બંને અજાણી લાશો તાપી ના સોનગઢ વિસ્તાર માતા પુત્રની હોવાની જાણકારી મળી હતી. વ્યારા જિલ્લાના ખેરવાણ ગામની 51 વર્ષીય જમના ગામીત અને તેનો 12 વર્ષીય પુત્ર આલોક ગામીત હોવાનું બહાર આવ્યું હતું. આ ડબલ મર્ડર પ્રેમ સંબંધ માં થયુ હોવાનું અરવલ્લી જિલ્લા પોલીસની તપાસ ટીમોની સામે આવ્યુ હતુ.
અરવલ્લી SP સંજય ખરાતે (IPS Sanjay Kharat) કહ્યુ હતુ કે, આ અંગે એક જાણકારી મળી હતી કે હઠીપુરા પાસે બાળક અને મહિલાની લાશ પડી છે, જેને લઇને તપાસ હાથ ધરી હતી. બંનેની હત્યા કરાઇ હોવાનુ સામે આવ્યુ હતુ. ત્યાર બાદ અમે તે અંગે તેની ઓળખ કરવા પ્રયાસ શરુ કર્યો હતો. જેમાં કડીઓ મળવા લાગી હતી. જેમાં ભેદ ખૂલ્યો હતો કે મહિલાની હત્યા તેના પ્રેમી એ કરી હતી. બંને આરોપીઓને ઝડપી લીધા છે
કેવી રીતે ઘડ્યો પ્લાન
તાપી (Tapi) જિલ્લાના સોનગઢ તાલુકા ના ખેરગામ ગામની જમના ગામીત જૂનાગઢ (Junagadh) ના એક ગામ માં રહેતા હતા. તે સમયે મેવાસા ગામના સુરેશ મેર સાથે પ્રેમ સંબંધ હતો. પાંચ વર્ષ થી પ્રેમ સંબંધ ધરાવનાર જમના ગામીત તેના પુત્ર સાથે ત્રણ લાખ રૂપિયા લઈ ને તેના પ્રેમી સુરેશ સાથે રહેવા માટે જવા ઘરેથી નીકળી ગઈ હતી. આ દરમિયાન પ્રેમી સુરેશે પણ પ્રેમીકા જમનાથી કંટાળીને છેલ્લા દોઢ મહિનાથી કાસળ કાઢી નાખવાનું નક્કી કર્યું હતું. જેથી તેણે એક પ્લાન ટીવી પર આવતી ક્રાઇમ સિરીયલના આધારે ઘડી નિકાળ્યો હતો.
પ્રેમી સુરેશ જૂનાગઢ થી નીકળી તેના મિત્ર ગાન્ડુંભાઈ જાદવ ને રાજકોટ થી લઈ સુરત ગયો હતો. ત્યાંથી પ્રેમી સુરેશ, તેનો મિત્ર અને પ્રેમી જમના સહિત તેનો પુત્ર આલોક સુરત થી ડાકોર તેના સંબંધી ના ઘરે ગયા હતા. પરંતુ પ્રેમી સુરેશે નક્કી કર્યા મુજબ પ્રેમિકા નો હત્યા કરવાનો પ્લાન સફળ ન થતાં તે બાયડના હઠીપુરા ગામની સીમમાં આવેલ તળાવની પાળે લઈ આવ્યો હતો. જ્યાં પ્રેમી સુરેશે પોતાના પ્લાન મુજબ સાથે લાવેલ દોરડા વડે માતા પુત્ર ને ગળે ટૂંપો આપી મોત ને ઘાટ ઉતારી દઇ હત્યા કરીહતી. મહિલા પાસે રહેલા ત્રણ લાખ રૂપિયા અને સોના ચાંદી ના દાગીના અને મોબાઈલ લઈ પ્રેમી અને તેનો મિત્ર ફરાર થઈ ગયા હતા.