Aravalli: નોકરીની લાલચ આપી પૈસા પડાવતી ઠગ ટોળકી પોલીસે ઝડપી, બોગસ નિમણૂંક ઓર્ડર પધરાવતા હતા

|

May 30, 2021 | 10:13 PM

આરોપીઓએ 53 લોકોને આવી રીતે પોતાની જાળમાં ફસાવીને તેમની પાસેથી રુપિયા 59.80 લાખ પડાવી લીધા છે. આ ઠગ ટોળકીએ અરવલ્લી જીલ્લા ઉપરાંત સાબરકાંઠા, વડોદરા, દાહોદ, મહિસાગર અને ખેડા જિલ્લાના બેરોજગારોને નિશાન બનાવ્યા હતા.

Aravalli: નોકરીની લાલચ આપી પૈસા પડાવતી ઠગ ટોળકી પોલીસે ઝડપી, બોગસ નિમણૂંક ઓર્ડર પધરાવતા હતા

Follow us on

સચિવાલયથી માંડીને પોલીસમાં નોકરી અપાવવાની લાલચ આપીને પૈસા ઠગી લેતી ટોળકી (Cheater Gang) અરવલ્લી પોલીસે ઝડપી છે. અરવલ્લી પોલીસે (Aravalli Police) એક પોલીસ ફરિયાદને આધારે તપાસ કરતા ઠગ ટોળકીના ચાર શખ્શોને ઝડપી પાડ્યા છે. તેઓ નોકરી અપાવવા બહાને પૈસા પડાવી લેતા અને બદલામાં નોકરીનો બોગસ ઓર્ડર પણ પકડાવી દેતા હતા.

 

શામળાજી (Shamlaji) પોલીસ મથકમાં એક ફરિયાદ નોંધાઈ હતી. જે મુજબ પાંચ લોકોને નોકરી આપવાના બહાને તેમની પાસેથી પૈસા પડાવ્યા હતા. તેમણે પોલીસ, ખાણખનીજ, રેવન્યુ, સચિવાલય અને હાઉસીંગ બોર્ડના બોગસ નિમણૂંક ઓર્ડર આપ્યા હતા. અરવલ્લી SOGએ તપાસ હાથ ધરી હતી. જે દરમ્યાન આ ચારેય શખ્શોને પોલીસે ઝડપી પાડ્યા હતા.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

આરોપીઓએ 53 લોકોને આવી રીતે પોતાની જાળમાં ફસાવીને તેમની પાસેથી રુપિયા 59.80 લાખ પડાવી લીધા છે. આ ઠગ ટોળકીએ અરવલ્લી જીલ્લા ઉપરાંત સાબરકાંઠા, વડોદરા, દાહોદ, મહિસાગર અને ખેડા જિલ્લાના બેરોજગારોને નિશાન બનાવ્યા હતા. તેમને પોલીસ, સચિવાલય અને રેવન્યુ જેવા વિભાગોમાં નોકરીઓની લાલચ આપતા હતા.

 

SPએ કહ્યું ગેંગને ઝડપવા ટીમો રચી હતી

આ અંગેની ફરિયાદ શામળાજી પોલીસ મથકે નોંધાઈ હતી. અરવલ્લી SP સંજય ખરાતે કહ્યું હતુ, ભિલોડા તાલુકાના પાંચ લોકોને નોકરી અપાવવાને બહાને છેતરપિંડી આચરી હતી. જેની તપાસ કરતા ચારેય શખ્શોને ઝડપી લેવામાં આવ્યા છે. તેમને ઝડપી પાડવા SOGની આગેવાનીમાં જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી. ભૂગર્ભમાં ઉતરતા પહેલા જ એક સાગમટે ઝડપી લેવાયા.

 

અરવલ્લી પોલીસે તેમની ટોળકીમાં હજુ બીજા કેટલા લોકો અને એજન્ટો સામેલ હતા, તે દિશામાં તપાસ હાથ ધરી છે. અરવલ્લી પોલીસનું માનવુ છે કે હજુ પણ આ ઠગ ટોળકીએ બેરોજગાર યુવાનોને પોતાની જાળમાં ફસાવ્યા હોઈ શકે છે. પોલીસ તપાસ દરમ્યાન જોકે હજુ પણ આ ઠગ ટોળકીના રાઝ ખૂલવાની આશા છે.

ઝડપાયેલા આરોપી

1. સુરેશ રાયસીંગભાઈ ભુરીયા, રહે.પાટીયા, તા.ગરબડા જી. દાહોદ
2. અમિત સત્યેન્દ્રપ્રકાશ શર્મા, રહે. આજવા રોડ, વડોદરા
3. શૈલેષ બચુભાઈ ડામોર રહે, નાંદવા, તા.ગરબાડા, જી દાહોદ
4. લાલાભાઈ નાનજીભાઈ મેડા રહે. સાબરદાણ ફેકટરીના ગેટ પાસે, હિંમતનગર મૂળ રહે.નેલસૂર, તા.ગરબાડા, જી.દાહોદ,

 

આ પણ વાંચો: AHMEDABAD: મેડિકલેમની ઊંચી રકમ મેળવવા તૈયાર કરી ડમી ફાઈલ, હોસ્પિટલમાં ઈન્ક્વાયરી આવતા ફૂટ્યો ભાંડો

Next Article