Aravalli: ભાજપના આગેવાન પુત્ર સહિત 9 શખ્સ જુગાર રમતા ઝડપાયા, પોલીસે 9 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

|

Jul 25, 2021 | 12:51 PM

અરવલ્લી જીલ્લાનુ રાજકારણ હાલમાં છેલ્લા કેટલાક દિવસો થી ચર્ચામાં છવાયેલુ છે. જીલ્લા પ્રમુખ સામે પત્ર લખવા થી લઇને વિવાદની શરુઆત થઇ હતી. હવે આગેવાન પુત્ર જુગાર રમતો ઝડપાઇ આવ્યો છે.

Aravalli: ભાજપના આગેવાન પુત્ર સહિત 9 શખ્સ જુગાર રમતા ઝડપાયા, પોલીસે 9 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

Follow us on

અરવલ્લી (Aravalli) જીલ્લાના ફરેડી ગામની સીમમાંથી, નવ જુગારીઓને મોડાસા રુરલ પોલીસે (Modasa Rural Police) ઝડપી પાડ્યા છે. ફરેડી ગામ નજીક આવેલી એક રુમમાં જુગાર રમતા હોવાની જાણકારી મળતા મોડાસા રુરલ પોલીસે દરોડો પાડતા એક સાગમટે જ 9 નબીરાઓ જુગાર રમતા દરમ્યાન જ રંગેહાથ પોલીસે ઝડપ્યા હતા. ઝડપાયેલા શખ્શમાં જિલ્લાના ભાજપ (BJP) ના પૂર્વ મહામંત્રીનો પુત્ર પણ સામેલ હતો.

રાજકીય આગેવાનનો પુત્ર કેતન પ્રજાપતિ ઝડપાયો હતો. આ ઉપરાંત સિંચાઇ વિભાગનો એન્જીનીયર આન પટેલ જુગાર રમતા ઝડપાઇ આવ્યો હતો. જ્યારે એક વકીલ પણ જુગારમાં સામેલ હોવાને લઇ ઘટનાની જિલ્લામાં ચર્ચામાં છવાઇ છે.

મોડાસા રુરલ પોલીસ મુજબ આરોપી 9 શખ્સ ગંજીફાના પાના વડે હાર જીતનો જુગાર રમતા હતા. આ દરમ્યાન આ અંગેની બાતમી મળતા સ્થાનિક પોલીસની ટીમો દ્વારા ફરેડી ગામની સીમમાં દરોડો પાડ્યો હતો. જ્યાં બાતમીનુસાર જ આરોપીઓ જુગાર રમતા અને રમાડતા હોવાનુ જણાઇ આવ્યુ હતુ. પોલીસે નેતા પુત્ર સહિત તમામ શખ્સને રંગે હાથ ઝડપી લઇ આરોપીઓને રુરલ પોલીસ મથકે લઇ અવાયા હતા.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

દરોડા દરમ્યાન પોલીસને દાવ પર લગાવેલી રોકડ રકમ માત્ર 1700 રુપિયા જ હાથ લાગ્યા હોવાનુ ફરિયાદમાં નોંધવામાં આવ્યુ છે. જ્યારે અન્ય રકમ 56,650 તેમની અંગઝડતી દરમ્યાન મળી આવી હતી. આરોપીઓના મોંઘાદાટ 7 મોબાઇલ ફોન અને 3 કાર સહિત 9 લાખ રુપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

ઝડપાયેલ આરોપી

  1. કેતન ધીરેનભાઇ પ્રજાપતિ રહે. રત્નદિપ સોસાયટી, મોડાસા
  2. કમલેશ અમતભાઇ પટેલ, રહે. ઓમનગર સોસાયટીની બાજુમા, મોડાસા
  3. રાજેશ મોહનભાઇ પટેલ રહે. સાકરીયા તા. મોડાસા
  4. આનકુમાર હસમુખલાલ પટેલ, રહે. માઝૂમ સોસાયટી, મોડાસા
  5. યોગેશ પ્રવિણભાઇ પંચાલ રહે. સાકરીયા તા. મોડાસા
  6. જીગર મહેન્દ્રભાઇ પ્રજાપતિ, રહે. પ્રમુખધામ સોસાયટી, મોડાસા
  7. ભાવેશ પુંજાલાલ ભાવસાર રહે. શુભ ડિવાઇન, મોડાસા
  8. મનિષ શંકરભાઇ ભાવસાર રહે. વલ્લભ ટેનામેન્ટ, મોડાસા
  9. હિમેશ મહેશભાઇ પટેલ રહે. વિધ્યાકુંજ સોસાયટી, મોડાસા

 આ પણ વાંચોઃ Cricket: ક્રિકેટર શ્રીસંત ફિલ્મમાં સન્ની લિયોન સાથે અભિનય કરશે, ગુજરાતી એકટર વિલન ની ભૂમિકા નિભાવશે

Next Article