LRD પેપર લીક કૌભાંડનો મુખ્ય સૂત્રધાર સકંજામાં, દિલ્હીના રોહિણીમાંથી વીરેન્દ્ર માથુરને ગુજરાત ATSએ દબોચી લીધો

રાજ્યના ચર્ચિત LRD પેપર લીક કૌભાંડના મુખ્ય સૂત્રધાર વીરેન્દ્ર માથુરને લાંબા સમય પછી આખરે ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક સંયુક્ત ઓપરેશનમાં દિલ્હીના રોહિણીથી ઝડપી લીધો છે. ડિસેમ્બરમાં માત્ર ગુજરાત નહીં  પરંતુ દેશભરમાં ચકચાર જગાવનાર LRD પેપર લીક કેસના કૌભાંડના મુખ્ય સૂત્રધાર વીરેન્દ્ર માથુરને ઝડપી પાડવા માટે ગુજરાત ATS અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ગાંધીનગર […]

LRD પેપર લીક કૌભાંડનો મુખ્ય સૂત્રધાર સકંજામાં, દિલ્હીના રોહિણીમાંથી વીરેન્દ્ર માથુરને ગુજરાત ATSએ દબોચી લીધો
yunus.gazi

| Edited By: TV9 WebDesk8

Apr 07, 2019 | 2:58 PM

રાજ્યના ચર્ચિત LRD પેપર લીક કૌભાંડના મુખ્ય સૂત્રધાર વીરેન્દ્ર માથુરને લાંબા સમય પછી આખરે ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક સંયુક્ત ઓપરેશનમાં દિલ્હીના રોહિણીથી ઝડપી લીધો છે.

ડિસેમ્બરમાં માત્ર ગુજરાત નહીં  પરંતુ દેશભરમાં ચકચાર જગાવનાર LRD પેપર લીક કેસના કૌભાંડના મુખ્ય સૂત્રધાર વીરેન્દ્ર માથુરને ઝડપી પાડવા માટે ગુજરાત ATS અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ગાંધીનગર પોલીસની બનેલી SITના અધિકારીઓ સતત પ્રયત્નશીલ હતા. ચાલાક વીરેન્દ્ર માથુર દાઢી વધારી પોતાનો ચહેરો અને વેશ બદલી દિલ્હીના રોહિણીમાં છુપાયો હતો. ટેક્નીકલ સર્વેલન્સને આધારે વીરેન્દ્ર માથુર જે સ્થળે છુપાયો હતો તે લોકેશન ટ્રેસ થતા ATS અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ ગત રાત્રે તેને દબોચી  લીધો હતો અને બાદમાં અમદાવાદ લાવી પૂછપરછ શરૂ કરી છે.

લીક પેપરના પ્રશ્નોના જવાબો લખવા રુપિયા 1 કરોડ આપવાનું નક્કી કર્યું.

ATS અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા  વીરેન્દ્ર માથુરની પ્રાથમીક પૂછપરછ દરમિયાન જાણવા મળેલ છે કે, પેપરલીક કૌભાંડમાં અગાઉ પકડાયેલા આરોપી વિનય અરોરા અને તેના સાથીદાર વિનોદને પરીક્ષાના બે દિવસ પહેલા સોલ્વ કરેલું પ્રશ્નપત્ર આપેલું હતું. આ માટે  વીરેન્દ્રએ તેને રૂ. 1 કરોડ આપવાના હતા. પેપર વહેંચવા માટે વીરેન્દ્રએ મોનું નામના આરોપીનો સંપર્ક કર્યો હતો, જેના ગુજરાત સહીત અન્ય રાજ્યોમાં પેપર મેળવવા ઈચ્છુક ઉમેદવારો સાથે સંપર્કો હતા.
અગાઉ નકકી યોજના મુજબ મોનું ગુજરાતથી ઉમેદવારોને પરીક્ષાના 1 દિવસ પહેલા દિલ્હી લઈ ગયો હતો.આ ઉમેદવારોને અલગ-અલગ જગ્યાએ પેપર વંચાવી ગોખી લેવા કહેવામાં આવ્યું હતું. 4 કલાકમાં ઉમેદવારોને પેપર વંચાવી વિનોદ પેપર લઈ ચાલ્યો ગયો હતો.  વીરેન્દ્રએ વિનોદને પેપર મેળવી આપવા માટે એડવાન્સમાં રૂ. 9,70,000 આપેલા હતા. પેપર રદ્દ થયું એ દિવસે વિનોદે તેને ફોન કરી પેપર રદ્દ થયાની જાણ કરી હતી. જે બાદ વિનોદ અને વીરેન્દ્રએ એકબીજા સાથે વાત નહીં કરવાનું નક્કી કરી સંપર્ક છોડી દીધા હતા.

ગુજરાત પોલીસથી બચવા વિરેન્દ્રે વેશ બદલ્યો

વીરેન્દ્રની મૂળ તસવીર

વિરેન્દ્ર માથુર ખુબજ ચાલાક દિમાગ ધરાવે છે અને  પોતાની ઓળખ છુપાવવા માટે વેશ અને રૂપ બદલીને રહેતો હતો. પોલીસને જાણ ન થાય તે માટે પોતાના રહેણાંક સતત બદલતો રહેતો હતો. પરંતુ ATS  અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્રારા ફીઝીકલ અને ટેકનીકલ સર્વેલન્સના આધારે તેની ધરપકડ કરી લેવાઈ હતી.

વીરેન્દ્રે પોતાનો વેશ બદલી દીધા પછીની તસવીર

આરોપીની પુછપરછમાં આ પ્રોફેશનલ આંતરરાજય ગેંગ દ્વારા અન્ય કયાં-કયાં રાજ્યોની સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીક કરવામાં આવેલ છે, તે હકીકત ખુલવાની સંભાવના છે. વીરેન્દ્ર માથુર અને વિનોદ તથા મોનું દ્વારા સંચાલિત  પેપર લીક કરતી પ્રોફેશનલ ગેંગએ કર્ણાટકના સહ આરોપીઓની મદદથી કર્ણાટકના ઉડુપી ખાતે આવેલ પ્રીન્ટીંગ પ્રેસમાંથી પ્રશ્નપત્રની ચોરી કરી હતી. આ ગેંગ કાવતરાના જુદા-જુદા સ્ટેજ પર ઘણાં બધાં કટ-ઓફ રાખે છે જેથી પોલીસ માટે તેની ઓળખ અને ભાળ મેળવવી એક મુશ્કેલ કાર્ય બની જાય. તેમ છતાં ગુજરાત પોલીસના ખંતપૂર્વકના પ્રયાસોના કારણે આ ઓર્ગેનાઇઝડ ગેંગને શોધી અને પકડી પાડવામાં આવેલ છે.

વીરેન્દ્રને  વેઈટ લીફટિંગનો છે શોખ

વેઈટ લિફ્ટિંગનો શોખ ધરાવતા વીરેન્દ્રએ 1994થી ફિઝીકલ ટ્રેનર તરીકે કારકિર્દી શરૂ કરી હતી અને તે છેલ્લા 10 વર્ષથી પ્રહલાદપુર સ્પોર્ટસ કોમ્લેક્સમાં કોચ તરીકે નોકરી કરતો હતો. તેણે 4  વખત નેશનલ વેઈટ લિસ્ટિંગ સ્પર્ધામાં ભાગ લીધેલ છે અને 650 જેટલા વેઈટ લિફ્ટર તૈયાર કરેલ છે.  તેણે તૈયાર કરેલાં 12 જેટલા વેઈટ લિફ્ટર ઈન્ટરનેશનલ અને 200 જેટલા વેઈટ લિફ્ટર નેશનલ મેડલ જીત્યા છે.  નીરજ રામ, પ્રવીણ શર્મા, સુનીલ અન્તિલ, સીમા રાની, જ્યોતિ સહિતના ઈન્ટરનેશનલ વેઈટ લિફ્ટર વીરેન્દ્ર માથુરના શિષ્ય રહી ચૂકેલ છે. વર્ષ 2017માં DSSSBની ભરતીમાં થયેલાં પેપર લીક કેસમાં તેનું નામ જાહેર થતા તેને સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

પેપર લીક કૌભાંડમાં અત્યાર સુધી 38ની ધરપકડ, હજુ 9 આરોપી વોન્ટેડ

પેપર લીક કૌભાંડ કેસમાં અત્યાર સુધી SIT દ્વારા વીરેન્દ્ર માથુર સહિત કુલ 38 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. હજુ 9 કેટલા ફરાર આરોપીઓની શોધખોળ માટે ગુજરાત અને રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં SITની અલગ અલગ ટિમો કાર્યરત છે. તમામ આરોપીઓના કોર્ટમાંથી વોરંટ કઢાવવાની પ્રકીર્યા શરૂ કરવામાં આવી છે અને જો આરોપીઓ નહીં ઝડપાય તો તેઓની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે. ATS દ્વારા વીરેન્દ્ર માથુરનો કબ્જો ગાંધીનગર પોલીસને સોંપવામાં આવશે. રિમાન્ડ દરમિયાન આ કૌભાંડ સાથે અન્ય ઘણાં મહત્ત્વના ખૂલાસો થાય તેવી શક્યતા છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati