સચિન વાજેની વધુ એક આલીશાન કાર NIAના કબજામાં, આખરે શું છે એન્ટિલીયા કેસ અને મનસુખ હિરેનની હત્યાનું રહસ્ય? 

|

Mar 30, 2021 | 10:30 PM

ઉદ્યોગપતી મુકેશ અંબાણીના ઘર એન્ટિલીયા પાસે વિસ્ફોટથી ભરેલી મળી આવેલી કાર કેસમાં ધીરે-ધીરે ઘણા ચૌંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. અત્યાર સુધીની એનઆઈએની તપાસમાં સચિન વાજેની છ કાર કબ્જે કરવામાં આવી હતી

સચિન વાજેની વધુ એક આલીશાન કાર NIAના કબજામાં, આખરે શું છે એન્ટિલીયા કેસ અને મનસુખ હિરેનની હત્યાનું રહસ્ય? 
Sachin Waje

Follow us on

ઉદ્યોગપતી મુકેશ અંબાણીના ઘર એન્ટિલીયા પાસે વિસ્ફોટથી ભરેલી મળી આવેલી કાર કેસમાં ધીરે-ધીરે ઘણા ચૌંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. અત્યાર સુધીની એનઆઈએની તપાસમાં સચિન વાજેની છ કાર કબ્જે કરવામાં આવી હતી અને મંગળવારે વધુ એક આલીશાન કાર ‘આઉટલેન્ડર’ જે વાજે દ્વારા ઉપયોગમાં લેવાયેલી હતી, તે એનઆઈએએ પોતાના કબજામાં લઈ લીધી છે.

 

આ આઉટલેન્ડર નવી મુંબઈના વાશી પોલીસ સ્ટેશન હદમાંથી જપ્ત કરવામાં આવી છે. આ કાર આઉટલેન્ડર નવી મુંબઈના કામોઠે વિસ્તારની એક સોસાયટીમાં ઘણા દિવસોથી પાર્ક કરાયેલી હતી. સ્થાનિક લોકોએ પોલીસને વાહન ઘણા દિવસોથી પડી હોવાની જાણ કરી હતી અને ત્યારબાદ પોલીસ તપાસમાં  સચિન વાજેના નામનો ખુલાસો થયો. એનઆઈએને બાતમી મળતાની સાથે જ એક ટીમ નવી મુંબઈ પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

દરમિયાન, એનઆઈએએ અત્યાર સુધીમાં સચિન વાજેની બે મર્સિડીઝ, એક પ્રાડો, એક ઈનોવા, વોલ્વો અને એક સ્કોર્પિયો જેવા વાહનો કબજે કર્યા છે. આ સાથે એનઆઈએ તરફથી અત્યાર સુધી વાજેના કુલ સાત વાહનો કબ્જે કરાયા છે, ઉપરાંત એક ઓડી અને સ્કોડા વાહનની પણ શોધ કરવામાં આવી રહી છે. બીજી તરફ થાણેની ATS officeથી  વાજેની Volvo car towingની મદદથી મુંબઇમાં એનઆઈએની ઓફિસ સુધી લઈ જવામાં આવી.
MH 05 DH 6789 નંબરની વોલ્વો કાર 22 માર્ચે થાણે એટીએસ દ્વારા કબજે કરવામાં આવી હતી, જેની શોધ NIA પણ કરી રહી હતી. સચિન વાજે સાથે આ કારનો શું સંબંધ છે તેની તપાસ  NIA કરી રહી છે. આ વાહન અભિષેક અગ્રવાલ (નાથાણી)ની માલિકીનું છે અને તેની પણ તપાસ કરવામાં આવી છે. આ અગાઉ વાહનની તપાસ ફોરેન્સિક લેબ દ્વારા કરવામાં આવી હતી.

 

 

એન્ટિલીયા કેસ અને મનસુખ હિરેનની હત્યાનું રહસ્ય 

રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ મનસુખ હિરેન હત્યા કેસમાં ધરપકડ કરાયેલા કોન્સ્ટેબલ વિનાયક શિંદે અને બુકી નરેશ ગોરને મંગળવારે એનઆઈએ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. જેમાં બન્નેને 7મી એપ્રિલ સુધી એનઆઈએ કસ્ટડીમાં સોંપવામાં આવ્યા છે. વિનાયક અને નાગેશ બન્નેની 21 માર્ચે રાજ્યના એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તે જ દિવસે થાણેની કોર્ટમાં રજૂ કરવામાં  કોર્ટે તેમને આવ્યા હતા.

 

ત્યારે તેઓને 30 માર્ચ સુધી એટીએસની કસ્ટડી અપાઈ હતી. ત્યારબાદ એનઆઈએએ આ કેસની તપાસ હાથ ધરવાના ગૃહ મંત્રાલયના આદેશ બાદ મનસુખ હિરેનની હત્યાનો મામલે તપાસ શરૂ કરી દીધી હતી. NIAએ દાવો કર્યો હતો કે આ હત્યા કેસ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાનની વિસ્ફોટકથી ભરેલી સ્કોર્પિયો કાર કેસથી જોડાયેલો છે.

Published On - 10:09 pm, Tue, 30 March 21

Next Article