આંધ્ર પ્રદેશ : પોલીસે પુષ્પા ફિલ્મ સ્ટાઇલમાં થતી ગાંજાની દાણચોરીનો પર્દાફાશ કર્યો

|

May 16, 2022 | 7:24 PM

આંધ્રપ્રદેશ: પોલીસે રામપાચોડાવરમ, અલ્લુરી સીતારામરાજુ જિલ્લામાં પુષ્પા (Pushpa Movie) મૂવી સ્ટાઈલમાં ગાંજાના દાણચોરોની યોજનાને નિષ્ફળ બનાવી. પોલીસ દ્વારા પીછો કર્યા પછી તસ્કરોએ ભૂપતિપાલમ જળાશયમાં ગાંજો ભરેલી સ્કોર્પિયો વાહન ઉતાર્યું

આંધ્ર પ્રદેશ : પોલીસે પુષ્પા ફિલ્મ સ્ટાઇલમાં થતી ગાંજાની દાણચોરીનો પર્દાફાશ કર્યો
પુષ્પા ફિલ્મ સ્ટાઇલમાં ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ

Follow us on

આંધ્રપ્રદેશમાં (Andhra Pradesh)એટીએસ સત્તાવાળાઓ અને પોલીસ માટે લાલ ચંદન, ગાંજા (Cannabis)અને માદક દ્રવ્યોની દાણચોરી એક પડકારરૂપ બની રહી છે. દેશભરમાં ચાલતા નશાના કારોબારને પગલે હવે સરકાર સતર્ક બની છે. આંધ્રપ્રદેશ સરકારે આ માટે ખાસ ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે અને દરેક જગ્યાઓ પર તપાસ કરવામાં આવી રહી છે. આમ છતાં નશાના વેપારીઓ અને નશાના હેરફેર કરતા તસ્કરો હાથતાળી આપી રહ્યાં છે. રાજયમાં છાશવારે દરરોજ નવી રીતે દાણચોરીની (Smuggling) ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે.

આ વખતે દાણચોરોએ અધિકારીઓને ચોંકાવી દીધા છે. પુષ્પા ફિલ્મમાં (Pushpa movie) હીરો અલ્લુ અર્જુનની લાલ ચંદનની દાણચોરી કરવાની યોજના ચોંકાવનારી છે. આ ફિલ્મી સ્ટાઇલે જ ગાંજાના દાણચોરો આનાથી આગળના વિચારો સાથે અધિકારીઓને દોડાવી રહ્યાં છે.

આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામરાજુ જિલ્લામાં ગાંજાની હેરફેર થતી હોવાની બાતમી પોલીસને મળી હતી. આ હેરાફેરીમાં એક સ્કોર્પિયો વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો. અને, પોલીસે આ સ્કોર્પિયો કારનો પીછો કર્યો, જોકે જેમ જેમ ચેકપોસ્ટ નજીક આવે તેમ આ વાહનની સ્પીડ વધી જતી હતી. જેને લઇને પોલીસ વધુ સતર્ક બની હતી. આ બાદ પોલીસે સ્કોર્પિયો વાહનને રોકવાનો પ્રયાસ કર્યો હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

પરંતુ, પોલીસનો પીછો કરતા જોઇ સ્કોર્પિયો વાહને તેની ઝડપ વધારી દીધી. ત્યારે ગાંજાના તસ્કરોએ અલુરી સીતારામરાજ જિલ્લાના રામપાચોડાવરમ વિસ્તારમાં ભૂપતિપાલેમ જળાશયમાં ગાંજો સાથેનું સ્કોર્પિયો વાહન ફેંકી દીધું હતું. જળાશયમાં પાણીની નીચે ગાંજાને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસ મેદાનમાં ઉતરતાની સાથે જ તેમનો પ્લાન પલટાઈ ગયો. ત્યારબાદ વાહનમાં સવાર એક વ્યક્તિ ફંગોળાઈ ગયો હતો અને બીજી વ્યક્તિને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. પોલીસને સ્કોર્પિયોમાં 300 કિલોથી વધુ ગાંજાની બોરી મળી આવી હતી.

પોલીસ મેદાનમાં ઘુસી જતાં તસ્કરોનો પ્લાન નિષ્ફળ ગયો હતો. પોલીસે જેસીબીની મદદથી સ્કોર્પિયો વાહનને પાણીમાંથી બહાર કાઢ્યું હતું. પોલીસે સ્કોર્પિયોમાંથી 500 કિલોથી વધુ ગાંજાની કોથળીઓ જપ્ત કરી હતી. એક તસ્કર ગુનાના સ્થળેથી ભાગી છૂટેલા અન્ય એકની ધરપકડ કરી હતી. પોલીસ કેસની તપાસ કરી રહી છે.  જુઓ અહીં વીડિયો

આંધ્રપ્રદેશમાં એટીએસ સત્તાવાળાઓ અને પોલીસ માટે લાલ ચંદન, ગાંજા અને માદક દ્રવ્યોની દાણચોરી એક પડકારરૂપ બની રહી છે. દેશભરમાં ચાલતા નશાના કારોબારને પગલે હવે સરકાર સતર્ક બની છે. આંધ્રપ્રદેશ સરકારે આ માટે ખાસ ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે અને દરેક જગ્યાઓ પર તપાસ કરવામાં આવી રહી છે. આમ છતાં નશાના વેપારીઓ અને નશાના હેરફેર કરતા તસ્કરો હાથતાળી આપી રહ્યાં છે. રાજયમાં છાશવારે દરરોજ નવી રીતે દાણચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે.

Published On - 7:20 pm, Mon, 16 May 22

Next Article