અંધાધુંધ 7 રાઉન્ડ ફાયરિંગ કરી ટેક્સટાઈલ એન્જિનિયરે 27 લાખની કરી લૂંટ, 4 લૂંટારૂઓ પોલીસના સકંજામાં

|

Sep 18, 2020 | 7:12 PM

બે દિવસ અગાઉ ભરૂચના ભરચક પાંચબત્તી વિસ્તારમાં અંધાધુંધ ફાયરિંગ કરી 27 લાખ રૂપિયાના દાગીનાની લૂંટ ચલાવનાર 4 લૂંટારુઓની ભરૂચ પોલીસે ધરપકડ કરી તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે. કોરોનાકાળમાં કંપનીમાંથી છુટા કરી દેતા ટેક્ષટાઈલ એન્જીનીયરે ગેંગ બનાવી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. જો કે 10થી વધુ અધિકારીઓ અને 100થી વધુ કોન્સ્ટેબલોને એક જ ઓપરેશનમાં જોતરી દઈ […]

અંધાધુંધ 7 રાઉન્ડ ફાયરિંગ કરી ટેક્સટાઈલ એન્જિનિયરે 27 લાખની કરી લૂંટ, 4 લૂંટારૂઓ પોલીસના સકંજામાં

Follow us on

બે દિવસ અગાઉ ભરૂચના ભરચક પાંચબત્તી વિસ્તારમાં અંધાધુંધ ફાયરિંગ કરી 27 લાખ રૂપિયાના દાગીનાની લૂંટ ચલાવનાર 4 લૂંટારુઓની ભરૂચ પોલીસે ધરપકડ કરી તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે. કોરોનાકાળમાં કંપનીમાંથી છુટા કરી દેતા ટેક્ષટાઈલ એન્જીનીયરે ગેંગ બનાવી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. જો કે 10થી વધુ અધિકારીઓ અને 100થી વધુ કોન્સ્ટેબલોને એક જ ઓપરેશનમાં જોતરી દઈ બે દિવસમાં ગુનાનો ભેદ ઉકેલી નખાયો હતો. 7 સપ્ટેમ્બરે બપોરે 2 વાગ્યાના અરસામાં ભરૂચના હાર્દસમાં પાંચબત્તી વિસ્તારમાં 7 રાઉન્ડ ફાયરિંગ કરી બે જવેલર્સને ઈજાઓ પહોંચાડી 27 લાખના દાગીનાની લૂંટ ચલાવનાર ચાર લૂંટારુઓને આખરે લોકઅપ ભેગા કરી દેવાયા છે.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મૂળ યુપીના અને દહેજની એક ટેક્સટાઈલ કંપનીમાંથી કોરોનાના કારણે છુટા કરાયેલા ટેક્સટાઇલ એન્જીનિયર આશિષ પાંડેએ બેરોજગાર બન્યા બાદ 5 લાખનું દેવું ઉતારવા ગેંગ બનાવી લૂંટના ગુનાને અંજામ આપ્યો હતો. ભત્રીજો અજય પાંડે હથિયારોની હેરફેરના ગુનાઓમાં સક્રિય હોવાનો અંદાજ હોવાથી તેને લૂંટના પ્લાનની અજયને વાત કરતા તે તૈયાર થઈ ગયો હતો અને યુપીથી બે સાગરીત રીન્કુ યાદવ અને સુરજ યાદવને બોલાવી લેવાયા હતા. બે દિવસ અગાઉથી રેકી શરૂ કરી ગુનાને અંજામ આપી નાસી છૂટવાના રસ્તા અને પોલીસની હાજરી-ગેરહાજરીના પોઈન્ટ અને સમયગાળાનો અભ્યાસ કરાયા બાદ 7 તારીખે ગુનાને અંજામ આપી 7 રાઉન્ડ ફાયરિંગ કરી 27 લાખની લૂંટ કરાઈ, જેમાં બે જવેલર્સ ઈજાગ્રસ્ત પણ થયા હતા. આરોપીઓ સુધી પહોંચવા શહેરના સીસીટીવી કેમરાના નેટવર્કને ફોલો કરાયું હતું. જેમાં ગુનેગારો જે-જે દિશામાં ભાગ્યા તે તમામ વિસ્તારના કેમેરાની તપાસમાં રેલો સુરત સુધી પહોંચ્યો હતો.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સુરતના સચિન વિસ્તારમાં લૂંટારુઓ હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી, પરંતુ પોલીસ પહોંચે તે પૂર્વે જ આરોપીઓ રવાના થઈ ગયા હતા. લોકલ ટ્રાન્સપોર્ટ નેટવર્કથી રેલવે સ્ટેશન ગયા હોવાની માહિતી મળતા પોલીસ રેલવે સ્ટેશન પહોંચી હતી. જ્યાંથી બે લૂટારૂ અવધ એક્સપ્રેસ ટ્રેનમાં યુપી રવાના થયા હોવાનું જાણવા મળ્યું હતું. ટ્રેનમાં રેડ ખુબ જોખમી કામ હતું છતાં રેલવે પોલીસ અને ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે સવારે 3.45એ ટ્રેન અંકલેશ્વર રેલવે સ્ટેશન થોભતાની સાથે ધાવો બોલાવી આરોપીનો ભરઊંઘમાં હતા. તેનો લાભ ઉઠાવી ધરપકડ કરી ટ્રેનની બહાર કાઢ્યા હતા. ઓપરેશન માટે અંકલેશ્વર રેલવે સ્ટેશને ટ્રેન 2 મિનિટના સ્થાને 5 મિનિટ સુધી ઉભી રખાઈ હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સામાનની તપાસમાં તમામ લૂંટનો સમાન 27 લાખના દાગીના મળી આવ્યા હતા. બે લૂંટારુઓની પૂછપરછમાં બે લૂંટારુ બસમાં રવાના થયા હોવાની માહિતી મળતા બસ ડેપોમાંથી બીજા બે લૂંટારુઓને પણ ઝડપી પડાયા હતા. ભરૂચ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ચાલુ ટ્રેનમાં આ ખુંખાર ગુનેગારોને ઝડપી પાડવા હાથ ધરાયેલું ઓપરેશન જોખમી હતું પણ રેલવેની મદદથી આરોપીઓની ચોક્કસ સીટ જાણી રાતે 3.45 વાગ્યે લૂંટારુઓ ઊંઘમાં હતા. ત્યારે અચાનક ધાવો બોલાવી 27 લાખના લૂંટના મુદ્દામાલ સાથે ગુનેગારોની ધરપકડ કરાઈ હતી.

Published On - 1:52 pm, Thu, 10 September 20

Next Article