AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : કેર ટેકર શોધતા દંપતિઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, બાળ તસ્કરીનો પર્દાફાશ

હાલ તો સમગ્ર ઘટનામાં દત્તક લેનાર દંપતીની સતર્કતાને કારણે માનવ તસ્કરીનો આ કિસ્સો અટક્યો અને બાળકીનો બચાવ થયો. પણ આ ઘટના પરથી પોલીસે અન્ય લોકો કે જેઓ કેયર ટેકર રાખે છે.

Ahmedabad : કેર ટેકર શોધતા દંપતિઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, બાળ તસ્કરીનો પર્દાફાશ
Ahmedabad: child trafficking exposed
Darshal Raval
| Edited By: | Updated on: Aug 05, 2021 | 6:10 PM
Share

Ahmedabad : જો તમે ઓનલાઇન કેર ટેકર શોધતા હોય તો તમારા માટે અમદાવાદમાં ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. જોકે સમગ્ર ઘટનામાં દત્તક લેનાર દંપતી અને પોલીસની સતર્કતાના કારણે એક 11 માસની બાળકીનું માનવ તસ્કરી થતા અટક્યું અને બાળકીનો બચાવ થયો.

આજના સમયમાં લોકો પાસે સમય નથી અને તેમાં પણ ખાસ કરી પોતાના બાળકો માટે સમય નથી. અને તેવા સંજોગોમાં લોકો બાળકોની સંભાળ રાખવા માટે કેયર ટેકર રાખતા હોય છે. ત્યારે આવી જ રીતે ચાંદખેડામાં રહેતા એક વર્કિંગ દંપતીએ પોતાની 11 માસની બાળકીની સંભાળ માટે કેયર ટેકર રાખવાની હતી.

જેના માટે તેઓએ સોસીયલ મીડિયા માધ્યમે હોમ સર્વિસમાં સર્ચ કર્યું અને તેમનો સંપર્ક બિંદુ નામની મહિલાનો થયો. જોકે ત્યારે તેમને ખબર ન હતી કે તેમની બાળકી ની કેર કરવાના બદલે મહિલા તેનો સોદો કરશે. જોકે જ્યારે ઘટના બની ત્યારે વર્કિંગ દંપતીના પગ તળે જમીન સરકી ગઈ તો લોકો માટે પણ ચેતવણી સમાન આ કિસ્સો બન્યો.

ઘટના જાણે એમ હતી કે ચાંદખેડામાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા દંપતી ત્રણ મહિના પહેલા તેમની બાળકી માટે સોસીયલ મીડિયા માધ્યમે હોમ સર્વિસ નામની એજન્સીનો સંપર્ક કર્યો. જ્યાંથી બિંદુ બેનનો એજન્સીએ સંપર્ક કરાવ્યો અને મહિલાને 18 હજારના પગારે દંપતીએ નોકરી રાખી. શરૂઆતમાં મહિલા બાળકીને સારી રીતે રાખતી એટલે કોઈ શંકા દંપતી ને ગઈ ન હતી. પણ અંદર ખાતે મહિલા તેના પ્લાનને આગળ વધારતી ગઈ હતી.

કેયર ટેકર મહિલા બિંદુ મહારાષ્ટ્ર ના પ્રશાંત કામબલે નામની વ્યક્તિ ના સંપર્કમાં આવી. અને તેણે વર્કિંગ દંપતીની 11 માસની બાળકીને પોતાની બાળકી તરીકે દર્શાવી અને ફોટો મોકલી સોદો કરવાનું નક્કી કર્યું. તો બિંદુનો પતિ અમિત પિતા તરીકે ફોનમાં વાત કરતો હતોમ જેમાં મહિલાએ તેની અને તેના પતિ જે અમિત છે તેમની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાનું કારણ ધરી સોદો કરવાનું નક્કી કર્યું. જે બાદ બિંદુ ફોટા મોકલતી રહી અને તેવામાં પુણેના એક દંપતીનો બાળકીને દત્તક લેવા સંપર્ક થયો.

બસ અહીજ સોદો કરનાર બિંદુ. તેનો પતિ અમિત અને દલાલ પ્રશાંત થાપ ખાઈ ગયા. કેમ કે પુણેના દંપતી જાગૃત નીકળ્યા જેઓએ જેમની પાસેથી બાળકી દત્તક લેવાની હતી તે બિંદુ જેને બાળકી ની માતા તરીકે ઓળખ આપી અને તેનો પતિ જેની બાળકીના પિતા તરીકે ઓળખ આપી તે બંનેની ઓળખ ખરાઈ કરી.

બસ ત્યાં જ ચૂક રહી અને બાળકીને દત્તક લેવા ઇચ્છનાર પુણેના દંપતીની શંકા પ્રબળ બની અને તેમણે ખાનગી રાહે પોલીસને સંપર્ક કરતા પોલીસે મામલો ઉકેલી નાખ્યો અને બાળકી ને પશ્ચીમ બંગાળ લઈ જાય તે પહેલાં બિંદુને બાળકી સાથે ઝડપી લીધી.

કેમ કે આજે 5 ઓગસ્ટ જ બાળકીને પશ્ચિમ બંગાળ લઈ જવા માટે રેલવેની ટીકીટ બુક કરી હતી. જોકે બિંદુ બાળકીને લઈને રવાના થાય તે પહેલાં જ તે પોલીસ ગિરફતમાં આવી ગઈ. જે બાદ પોલીસે બિંદુ. તેના પતિ અમિત અને દલાલ પ્રશાંતની કર્મકુંડી કાઢવાની તપાસ હાથ ધરી.

પોલીસ તપાસ કરતા સામે આવ્યું કે પ્રશાંત દલાલ છે. તો બિંદુ અને તેના પતિએ બાળકીની માતા પિતા તરીકે ઓળખ આપી હતી. તો પ્રશાંત મહારાષ્ટ્રમાં માનવ તસ્કરીના ગુનામાં અગાઉ ઝડપાયો હોવાનું પણ સામે આવ્યું છે. એટલું જ નહિ પણ હાલમાં પોલીસેને પ્રશાંત માસ્ટર માઈન્ડ હોવાની શંકા છે.

જોકે અન્ય લોકો આ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તેની પણ પોલીસે તપાસ શરૂ કરી. તો વધુમાં પોલીસે બિંદુ શર્મા અગાઉ કયા કયા કેયર ટેકર તરીકે કામ કરી ચુકી છે તેમજ હોમ સર્વિસ કે જેથી બિંદુ શર્માનો સંપર્ક થયો તે એજન્સીની પણ પોલીસે તપાસ શરૂ કરી છે. જેથી જો અન્ય કોઈ ગુના આચરવામાં આવ્યા હોય તો તે ઉકેલી શકાય.

હાલ તો સમગ્ર ઘટનામાં દત્તક લેનાર દંપતીની સતર્કતાને કારણે માનવ તસ્કરીનો આ કિસ્સો અટક્યો અને બાળકીનો બચાવ થયો. પણ આ ઘટના પરથી પોલીસે અન્ય લોકો કે જેઓ કેયર ટેકર રાખે છે. ભાડુઆત રાખે છે કે ઘરમાં કોઈ પણ વ્યક્તિને નોકરી રાખે છે તે તમામની ખરાઈ કરવા અને પોલીસ સ્ટેશનમાં તેમના ડેટા આપવા અપીલ કરી છે.

જેથી આ પ્રકારની કોઈ ઘટના ન બને અને જો ઘટના બને તો તેમાં આરોપીઓને જલદી પકડી શકાય. અને મોટી ઘટના બનતા પણ રોકી શકાય.

કેમ કે અગાઉ શહેરમાં અનેક કિસ્સા બની ચુક્યા છે કે જેમાં બાળકો હજુ સુધી પરત નથી ફર્યા અને તેવા આ પ્રકારના કિસ્સા બને તો તેમાંથી લોકોએ શીખ લેવી ખૂબ જરૂરી લાગી રહ્યું છે. જેથી તેમના બાળકો કે પરિવાર ના કોઈ પણ સભ્ય સાથે આવી ઘટના ન બને.

ફરિયાદી પિતાનું નિવેદન : જો પોલીસને જાણ ન થઈ હોત તો ગત રાત્રે હું બાળકી સાથે છેલ્લી વાર સુઈ શક્યો હોત. સવારે અમારું શુ થયું હોત તે ખબર નથી કોઈ દવા પીવડાઈ કે હત્યા કરી બાળકીને લઈ ગઈ હોત બિંદુ તે કઈ ખબર નથી. પુણેના દંપતી અને પોલીસનો ખુબ આભાર કે જેમના કારણે બાળકી બચી ગઈ.

સાથે જ અન્ય લોકોને સતર્ક રહી પોતે કેયર ટેકરનો 300 પાના ઉપરનો ડેટા પોલીસને આપ્યો હતો નોકરી પર રાખતા પહેલા તેમ અન્યને પણ ડેટા પોલીસને આપવા અપીલ કરી.

બાળકીને દત્તક લેનાર દંપતી સારા ઘરના હોય અને સારી ઓળખાણ ધરાવતા હોવાથી શંકા જતા પુણે માં સ્થાનિક પોલીસ અધિકારીને સંપર્ક કરી અમદાવાદ પોલીસને જાણ કરતા મામલો સામે આવ્યો અને મહિલા ઝડપાઇ. તો મહિલાના પતિ અમિત અને પ્રશાંતની શોધખોળ શરૂ. મહિલાના કોલ ડિટેઇલ આધારે પણ વધુ તપાસ કરવામાં આવશે.

ફરિયાદી પિતાનું નિવેદન : જો પોલીસને જાણ ન થઈ હોત તો ગત રાત્રે હું બાળકી સાથે છેલ્લી વાર સુઈ શક્યો હોત. સવારે અમારું શુ થયું હોત તે ખબર નથી, કોઈ દવા પીવડાઈ કે હત્યા કરી બાળકીને લઈ ગઈ હોત બિંદુ તે કઈ ખબર નથી. પુણેના દંપતી અને પોલીસનો ખુબ આભાર કે જેમના કારણે બાળકી બચી ગઈ.

સાથે જ અન્ય લોકોને સતર્ક રહી પોતે કેયર ટેકરનો 300 પાના ઉપરનો ડેટા પોલીસને આપ્યો હતો નોકરી પર રાખતા પહેલા તેમ અન્યને પણ ડેટા પોલીસને આપવા અપીલ કરી.

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">