Ahmedabad : એક જ રાતમાં ATM ચોરીના બે બનાવ નોંધાયા, એક આરોપી ઝડપાયો

|

Dec 16, 2021 | 3:15 PM

15 તારીખે શહેરના મણિનગર વિસ્તારમાં પણ ATM તોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે અંગે પણ આરોપીની પૂછપરછ તથા cctv ની ચકાસણી કરવામા આવી હતી. જોકે તે અન્ય આરોપી હોવાનું સામે આવ્યું છે.

Ahmedabad : એક જ રાતમાં ATM ચોરીના બે બનાવ નોંધાયા, એક આરોપી ઝડપાયો
અમદાવાદ : ATM ચોર ઝડપાયો

Follow us on

Ahmedabad : શહેરમાં એક જ રાત્રે ATM ચોરીના બે બનાવ પોલીસ ચોપડે નોંધાયા હતા. જેમાંથી રામોલ વિસ્તારમાં ATM તોડી ચોરીના પ્રયાસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જોકે મણિનગર વિસ્તારમાં બનેલા બનાવ અંગે પોલીસની તપાસ ચાલુ છે. મહત્વનું છે કે, આરોપી મોજશોખ માટે રૂપિયાની જરૂર હોવાથી ચોરીના રવાડે ચઢ્યો છે.

રામોલ પોલીસે યસ ઉર્ફે હની ચૌહાણ નામના શખ્સની ATM ચોરીના પ્રયાસમાં ધરપકડ કરી છે. જે રામોલ વિસ્તારનો વતની છે. જેણે 15 તારીખે વહેલી સવારે વસ્ત્રાલમાં આવેલા ખાનગી બેંકના એટીએમનુ ડિજિટલ લોક તોડી ચોરીને અંજામ આપવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે આરોપી સફળ થાય તે પહેલા જ એટીએમમાં રહેલું સાયરન વાગતા આરોપી નાસી છૂટયો હતો. જોકે બનાવ અંગે પોલીસે ગુનો નોંધી યસ ઉર્ફે હની ચૌહાણની ધરપકડ કરી છે.

મહત્વનું છે કે 15 તારીખે શહેરના મણિનગર વિસ્તારમાં પણ ATM તોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે અંગે પણ આરોપીની પૂછપરછ તથા cctv ની ચકાસણી કરવામા આવી હતી. જોકે તે અન્ય આરોપી હોવાનું સામે આવ્યું છે. જોકે વસ્ત્રાલમાં બનેલી ઘટનામાં તપાસ કરતા આરોપી એ સીસીટીવી કેમેરા પણ ફેરવી નાખ્યા હતા. જોકે સીસીટીવીમાં તેનો ચહેરો દેખાતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપી યુવકની પૂછપરછ કરતા માત્ર મોજશોખ ખાતર રૂપિયાની જરૂર હોવાથી અને એટીએમમાં મોટી માત્રામાં રૂપિયા મળશે તેવી અપેક્ષાથી ચોરી કરવાનો પ્લાનિંગ કર્યો હતો. જોકે ડિજિટલ લોક અને સાયરન વાગી જતા આરોપી ચોરી કર્યા વિના જ ફરાર થયો હતો.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

એક જ રાતમાં એટીએમ ચોરીના બે બનાવ બનતા શહેરભરની પોલીસ દોડતી થઈ હતી. જોકે વસ્ત્રાલમાં બનેલા ગુનામાં આરોપી ઝડપાઈ ગયો છે. પરંતુ મણિનગરના ગુનાનો આરોપી હજી પોલીસ પકડથી દૂર છે. ત્યારે જોવું એ રહ્યું કે એટીએમ તોડી ચોરીના પ્રયાસમાં સંડોવાયેલ આરોપી પહેલા પકડાયા છે કે તે અન્ય કોઈ ગુનાને અંજામ આપવામાં સફળ રહે છે.

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય : કોર્ટ આ રાજ્યમાં બળદગાડા રેસને આપી શરતી મંજુરી

આ પણ વાંચો : ભિખારીએ રેલ્વે સ્ટેશન પર કર્યો નોટોનો વરસાદ ! આ ધનવાન ભિખારી જોઈને લોકોના હોંશ ઉડી ગયા, જુઓ VIDEO

 

Next Article