AHMEDABAD: કરફયુનો કેસ કરવાની ધમકી આપી પડાવ્યા પૈસા, બે હોમગાર્ડની પોલીસે કરી ધરપકડ

|

May 20, 2021 | 11:30 PM

અમદાવાદમાં ફરી વાહનચાલક પાસેથી તોડ કરતા હોમાગાર્ડ ઝડપાયા છે. ઓઢવમાં કરફયુના કેસ કરવાના બહાને રૂપિયા 500નો તોડ કરનાર બે હોમગાર્ડની પોલીસે ધરપકડ કરી. પોલીસ તરીકે રોફ જમાવીને કાયદો બતાવનાર હોમગાર્ડ જ કાયદાની ચુંગલમાં ફસાયા છે.

AHMEDABAD: કરફયુનો કેસ કરવાની ધમકી આપી પડાવ્યા પૈસા, બે હોમગાર્ડની પોલીસે કરી ધરપકડ
પ્રતિકાત્મક તસવીર

Follow us on

AHMEDABAD: અમદાવાદમાં ફરી વાહનચાલક પાસેથી તોડ કરતા હોમાગાર્ડ ઝડપાયા છે. ઓઢવમાં કરફયુના કેસ કરવાના બહાને રૂપિયા 500નો તોડ કરનાર બે હોમગાર્ડની પોલીસે ધરપકડ કરી. પોલીસ તરીકે રોફ જમાવીને કાયદો બતાવનાર હોમગાર્ડ જ કાયદાની ચુંગલમાં ફસાયા છે.

 

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

બે હોમગાર્ડ જવાન કાયદાનું ભાન કરાવતા જ કાયદાના ચુંગલમાં જેલના સળીયા પાછલ ધકેલાયા છે. કારણ કે કાયદાના નામે બન્નેને તોડ કરવુ ભારે પડયુ હતું. હોમગાર્ડ સંજય મકવાણા અને મનોજ રાઠોડે વાહનચાલક પાસેથી રૂપિયા 500નો તોડ કર્યો હોવાની ફરિયાદ નોંધાતા બન્નેની ધરપકડ કરવામાં આવી છે.

 

 

ઘટનાની વાત કરીએ તો ઓઢવમાં રહેતા ફેકટરીના માલીક મોહનભાઈ સેરવઈ પોતાના ભત્રીજા ઈલમવાલુદી સાથે એરપોર્ટ જવા નીકળ્યા હતા ત્યારે આ બન્ને હોમાગાર્ડે તેમની ગાડીને અટકાવી હતી. રાત્રે બે વાગે કરફ્યુનો ભંગ બદલ રૂ. 5 હજારની દંડ કરવાની ધમકી આપીને રૂ.500નો તોડ કર્યો હતો. જેને લઈને ફેકટરીના માલીકે ફરિયાદ નોંધાવતા ઓઢવ પોલીસે બન્નેની ધરપકડ કરી હતી.

 

 

કરફ્યુના સમયે મોહનભાઈ ઘરેથી નીકળવા બદલ ફલાઈટની ટીકીટ બતાવી હતી. તેમના ભત્રીજાના લગ્ન હોવાથી તેઓ તમિલનાડુમાં મદુરાઈ જઈ રહ્યા હતા. પરંતુ પોલીસ હોવાના રોફમાં બન્ને હોમગાર્ડે મોહનભાઈને કેસ કરવાની ધમકી આપી હતી.

 

 

ફલાઈટ સાત વાગ્યાની હોવાથી તેઓએ પાંચ વાગે એરપોર્ટ પહોંચવાનું હતુ. જેથી હોમગાર્ડને વિનંતી કરી હોવા છતા તેઓએ રકઝક કરીને રૂપિયા 500નો તોડ કર્યો. મોહનભાઈ પૈસા આપીને એરપોર્ટ ભત્રીજાને મુકીને આવ્યા અને ડીસીપીને આ મુદ્દે અરજી કરી હતી. ઉચ્ચ અધિકારીઓએ તપાસ કરતા બન્ને હોમગાર્ડ સંજય મકવાણા અને મનોજ રાઠોડનો ભાંડો ફુટી ગયો હતો.

 

પકડાયેલા બન્ને હોમગાર્ડ કરફયુની નાઈટ ડયુટીમાં હતા. બન્નેને ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફાળવવામાં આવ્યા હતા. આ બન્ને હોમગાર્ડે ડયુટી દરમ્યાન અન્ય કેટલા લોકો પાસેથી પૈસાનો તોડ કર્યો છે તે મુદ્દે વધુ તપાસ શરૂ કરી છે.

 

આ પણ વાંચો : SURENDRANAGAR : રૂપિયા આપવાની ના પડતાં બે પુત્રો અને પુત્રવધુએ વૃદ્ધા માતાને મોતને ઘાટ ઉતારી દીધી

 

Published On - 11:18 pm, Thu, 20 May 21

Next Article