Ahmedabad: અસલાલીમા 3 મહિના પહેલા ટ્રાન્સપોર્ટની ટ્રકની ચોરીનો ભેદ ઉકેલાયો, ચોરીના ટ્રક સાથે બે આરોપીની રાજસ્થાનથી કરાઈ ધરપકડ

અમદાવાદ શહેરના અસલાલી વિસ્તારમાં 3 મહિના પહેલા ટ્રાન્સપોર્ટની ટ્રકની ચોરીનો ભેદ ઉકેલાયો છે. ચોરીના ટ્રક સાથે બે આરોપીની રાજસ્થાનથી અસલાલી પોલીસે ધરપકડ કરી લીધી છે.

Ahmedabad: અસલાલીમા 3 મહિના પહેલા ટ્રાન્સપોર્ટની ટ્રકની ચોરીનો ભેદ ઉકેલાયો, ચોરીના ટ્રક સાથે બે આરોપીની રાજસ્થાનથી કરાઈ ધરપકડ
ફોટો - આરોપીઓ
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Feb 21, 2022 | 7:03 PM

Ahmedabad: અસલાલી વિસ્તારમાં 3 મહિના પહેલા ટ્રાન્સપોર્ટની ટ્રકની ચોરીનો ભેદ ઉકેલાયો છે. ચોરીના ટ્રક સાથે બે આરોપીની રાજસ્થાનથી અસલાલી પોલીસે (Police) ધરપકડ કરી લીધી છે. આરોપીએ ટ્રક અને સીન્ટેક્ષ કપંનીના લાખોનો મુદ્દામાલ રાજસ્થાન વેચવા ગયો હતો. પરંતુ રાજસ્થાન પોલીસે આરોપીને પકડીને અસલાલી પોલીસને સોપ્યા હતો. હાલ પોલીસે ટ્રકની ચોરીના માસ્ટર માઈન્ડની શોધખોળ શરૂ કરી છે. અમદાવાદમા ત્રણેક મહિના પહેલા લાંભા હાઈવે નજીક સીન્ટેક્ષ કપનીના માલ ભરેલી એક ટ્રક અમિત એક્સપ્રેસ નામના ગોડાઉનથી ચોરી થઈ હતી. આ ટ્રકમા 26 લાખનો સીન્કેક્ષ કપંનીનો મુદ્દામાલ હતો. આ માલ કલોલથી કેરાલા પહોચાડવાનો હતો.

પરંતુ દિવાળાનો સમય હોવાથી ટ્રકના ડાઈવર માલસામાન ટ્રક સાથે ગોડાઉનમા પાર્ક કરીને પોતાના વતન જતો રહયો હતો. 10 દિવસ સુધી ટ્રક ગોડાઉનમા જ પાર્ક રહી હતી અને ત્યાર બાદ ગોડાઉનમાંથી ચોરી થઈ ગઈ. આ મુદ્દામાલ ટ્રાન્સપોર્ટ કરવા માટે ડ્રાઈવર ગોડાઉનમા ગયો ત્યારે ચોરીની ઘટના સામે આવી. આ ઘટનાના ત્રણ મહિના બાદ ટ્રકની ચોરીના કેસમા સંડોવાયેલા આરોપીઓ મેહબૂબઅલી રંગરેજનની રાજેસ્થાન પોલીસે ધરપકડ કરી હતી. જેનો ટ્રાન્સફર વોરંટથી અસલાલી પોલીસે ધરપકડ કરીને પુછપરછ કરતા ટ્રક ચોરીના રેકેટ ખુલ્યું છે. રાજસ્થાનમા ચોરીની ટ્રક અને સામાનની ખરીદીનુ નેટવર્ક સામે આવ્યું છે. અસલાલી પોલીસે આ નેટવર્ક સાથે સંડોવાયેલા રાજવીર સૈની અને પ્રભોવ જૈનની ધરપકડ કરી.

અસલાલી પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં આવેલા આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે, આ કેસમાં કુલ 4 આરોપીઓ સંડોવાયેલા છે જેમા રાજવીર સૈની અને પ્રભોવ જૈન કે જેમણે ટ્રકમા રહેલો સીન્ટેક્ષ કપનીનો મુદ્દામાલ મેહબુબઅલી પાસેથી ખરીદયો હતો. આ બન્ને આરોપીઓની રાજેસ્થાનના સાગવાડા પાસેથી અસલાલી પોલીસે ધરપકડ કરી લીધી હતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

શરૂઆતમાં રૂપિયા 15 લાખનો મુદ્દામાલ એક રાજસ્થાનના સાગવાડા નજીકના એક ગામમાં આવેલા ગોડાઉન માંથી અસલાલી પોલીસે કબજે કરી લીધો હતો. રાજવી સૈનીએ અન્ય રૂપિયા 7 લાખનો મુદ્દમાલ ઉદેપુર ખાતે રાખેલો હતો તે તમામ મુદ્દામાલ રૂપિયા 20 લાખનો અસલાલી પોલીસે કબજે કરી લીધો છે. આ ચોરીના નેટવર્કમા ચોરી કરનાર આરોપી અને ચોરીનો મુદ્દામાલ ખરીદનાર આરોપીની સંડોવણી ખુલતા પોલીસે તપાસ તેજ કરી છે. ઉલ્લેખનીય છે કે, ટ્રક ચોરી કેસમા અસલાલી પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં મેહબૂબઅલી રંગરેજ, રાજવીર સૈની અને પ્રભોવ જૈન છે. જયારે વધુ બે આરોપીઓ કાસીમ પઠાણ અને ઇમરાન ફરાર છે. જેની પોલીસે શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો: Ahmedabad: પૈસા ડબલ કરવાની લાલચ આપી ક્રિપ્ટો કરન્સીમાં કરાવ્યું રોકાણ, સાયબર ક્રાઈમે ગેંગની કરી ધરપકડ

આ પણ વાંચો: Surat: સાયબર ક્રાઇમ પોલીસની નકલી વેબસાઈટ બનાવનાર ઝડપાયો, નકલી પોલીસ બની લોકો સાથે કરતા હતા ઠગાઈ

g clip-path="url(#clip0_868_265)">