Ahmedabad : નિકોલમાં 11 લાખની ચાંદીની લૂંટમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો, આંખમાં મરચું નખાવી લૂંટનું નાટક કર્યું

|

Oct 21, 2021 | 1:11 PM

લૂંટનું તરકટ રચનાર આરોપી સંકેત ખટીક ઓનલાઇન રમી રમવામાં દેવું થઈ ગયું હતું. જે બાદ 10મી ઓક્ટોમ્બર રોજ આરોપી સંકેત ઉર્ફે ચીન્ટુએ મિત્રો સાથે લૂંટનો પ્લાન બનાવવા પ્રેમદરવાજા ઈદગાહ સર્કલ પાસે ભેગા થયા હતા.

Ahmedabad  : નિકોલમાં 11 લાખની ચાંદીની લૂંટમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો, આંખમાં મરચું નખાવી લૂંટનું નાટક કર્યું
Ahmedabad : The plaintiff turned out the accused in the Rs 11 lakh silver robbery in Nikol, police arrested three

Follow us on

નિકોલમાં થયેલ ચાંદીના દાગીનાની લૂંટ કેસમાં ક્રાઇમ બ્રાંચે ગુનાનો ભેદ ઉકેલી દીધો છે. જવેલર્સમાં કામ કરતો કર્મચારીને દેવું થઈ જતા મિત્રો સાથે લૂંટ કરવાનું ષડ્યંત્ર રચ્યું હતું. જેમાં ક્રાઇમ બ્રાંચની તપાસમાં ભાંગી પડતા ફરિયાદી જ આરોપી નીકળ્યો. કોણ છે દગાબાજા કર્મચારી જોઈએ વાંચો આ અહેવાલમાં.

દારૂ અને નશાની લતમાં કર્મચારીએ કરી દગાખોરી. મિત્રો સાથે મળી લૂંટના ષડયંત્રને અંજામ આપ્યો. પરંતુ ક્રાઇમ બ્રાંચની તપાસમાં જવેલર્સનો કર્મચારી જ આરોપી નીકળ્યો. ઘટનાની વિગતવાર વાત કરીએ તો નિકોલમાં 16 ઓક્ટોમ્બરના રોજ મોડી રાત્રે અર્હમ જવેલર્સના કર્મચારી સંકેત ખટીકને 10 કિલો ચાંદીના દાગીના ભરેલો બેગ એક્ટિવામાં આવેલ 3 લૂંટારુઓ લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. ત્યાર બાદ ક્રાઇમ બ્રાંચે ફરિયાદી સંકેત ખટીકની ઉલટ પૂછપરછ કરતા ભાંગી પડ્યો અને લૂંટ કરવાનો પ્લાન સંકેત જ બનાવ્યો હોવાનું સામે આવ્યું. જે બાદ બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચે લૂંટના મુદ્દામાલ સાથે નિલેશ ખટીક અને સતીષ ઠાકોર નામના બે આરોપીની ધરપકડ કરી.

લૂંટનું તરકટ રચનાર આરોપી સંકેત ખટીક ઓનલાઇન રમી રમવામાં દેવું થઈ ગયું હતું. જે બાદ 10મી ઓક્ટોમ્બર રોજ આરોપી સંકેત ઉર્ફે ચીન્ટુએ મિત્રો સાથે લૂંટનો પ્લાન બનાવવા પ્રેમદરવાજા ઈદગાહ સર્કલ પાસે ભેગા થયા હતા. બાદમાં 16મી ઓક્ટોમ્બર રોજ લૂંટ કરવાનું નક્કી કર્યું હતું. જેથી આરોપી સંકેત ખટીક માણેકચોકથી ચાંદીના દાગીનાનો માલ સેંલીગ કરવા નિકોલ પહોંચ્યો. ત્યાં તેના મિત્રોને ફોન કરી જાણ કરી દીધી. સંકેત જે રોડ પર ઉભો હતો. ત્યાં મિત્રોને બોલાવી લૂંટનું તરકટ કર્યું હતું. એ રીતે આરોપી નિલેશ ,સતીષ અને શિવો એક જ એક્ટિવા પર નિકોલ સત્યમ પ્લાઝા રોડ પર રોગ સાઈડ પર ગયા અને આરોપી શિવાએ મરચું કાઢી નિલેશ આંખમાં નાખી ચાંદીનો માલ લઈ ફરાર થઈ ગયા હોવાનું આખું ષડ્યંત્ર રચ્યું હતું. જેમાં ફરિયાદી જ સંકેત માસ્ટર માઈન્ડ હતો. જોકે ક્રાઇમ બ્રાંચની ગિરફતમાં રહેલ આરોપીની પૂછપરછ સામે આવ્યું કે આરોપીઓ દેવું થઈ હોવાથી તમામ લોકો લૂંટના પ્લાનમાં જોડાયા હતા.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

ક્રાઇમ બ્રાંચે 3 આરોપી પાસે 9.500 કિલો ચાંદીનો 10 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જોકે અન્ય એક ફરાર શિવા નામનો આરોપી પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Published On - 12:08 pm, Thu, 21 October 21

Next Article