Ahmedabad : શિક્ષણ વિભાગના હિસાબનીશે 7 કરોડથી વધુની છેતરપીંડી આચરી

|

Jul 18, 2021 | 7:23 PM

છેતરપિંડી કરીને મેળવેલી રકમ 197 જેટલા અલગ અલગ બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હોવાનું સામે આવ્યું છે. જે અંગે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે.

Ahmedabad : શિક્ષણ વિભાગના હિસાબનીશે 7 કરોડથી વધુની છેતરપીંડી આચરી
education department's accountant committed more than Rs 7 crore fraud

Follow us on

શિક્ષણ વિભાગમાં (Education Department) થયેલા કૌભાંડમાં મુખ્ય આરોપી તરીકે  ડેપ્યુટી એકાઉન્ટન્ટની ધરપકડ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગના હિસાબનીશે 7 કરોડથી વધુની છેતરપીંડી (Fraud) આચરી હતી. જોકે તેની પુછપરછમાં ઈસનપુર અને ગોવાના અન્ય બે આરોપીના નામ સામે આવ્યા છે. સાથે જ છેતરપિંડી કરીને મેળવેલી રકમ 197 જેટલા અલગ અલગ બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હોવાનું સામે આવ્યુ છે. જે અંગે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે પોલીસ તપાસમાં શું ખુલાસા થાય છે તે જોવુ મહત્વનુ છે.

શહેરના કારંજ પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ રાજેશ રામી છે. જે અમદાવાદની જિલ્લા પંચાયત કચેરીમાં ડેપ્યુટી એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે. વર્ષ 2016 થી આ કર્મીએ સરકાર સાથે 7 કરોડ 3 લાખની ઉચાપત કરી હોવાનું સામે આવતા કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. રાજેશ રામીએ પોતાના હોદ્દાનો દૂરઉપયોગ કરીને ખોટા દસ્તાવેજો બનાવી સરકારી તિજોરીમાંથી 7 કરોડથી વધુ રકમની ઉચાપત કરી હતી. જેથી પોલીસે તેની વિરમગામ પાસેથી ધરપકડ કરી છે.

સરકારી રૂપિયાની ઉચાપત મામલે આરોપીની પુછપરછ કરતા ઈસનપુરના હાર્દિક પંડ્યા અને ગોવાના નદીમ નામના આરોપીના નામ સામે આવ્યા છે. ઉપરાંત રૂપિયા મેળવવા માટે 197 બેંક અકાઉન્ટનો ઉપયોગ કર્યો હોવાનો ખુલાસો થયો છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

આરોપી રાજેશ રામીની પુછપરછ કરતા સામે આવ્યું કે આરોપીની કસ્ટડીમાં રહેતા સરકારી રેકોર્ડના બદલે ખોટા રેકોર્ડ ઉભા કરી ઉપરી અધિકારીઓને અંધારામાં રાખી તેઓની સહિઓ કરાવી અને ચેકમાં નામ બદલીને રકમ સાથે છેડછાડ કરી 7 કરોડ 3 લાખની છેતરપીંડી આચરી છે. ઉપરાંત આરોપી પાસેથી 197 બેક અકાઉન્ટની માહિતી મેળવતા તે અમદાવાદ, વડોદરા, મહેસાણા, ગોવાના હોવાનું સામે આવ્યું છે.

જે એકાઉન્ટ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતો આરોપી હાર્દિક અને તેનો મિત્ર નદીમ લાવી આપતા હતા. જેથી તેની ધરપકડ બાદ વધુ માહિતી સામે આવી શકે છે.

સરકારી તિજોરીમાંથી ખોટી રીતે 7 કરોડ પડાવી લેનાર આરોપી રાજેશ રામીની ધરપકડ બાદ તેના પરિવારના બેંક અકાઉન્ટમાંથી 25 લાખ રૂપિયા મળી આવ્યા છે. જે કબ્જે કરવામાં આવ્યા છે. ઉપરાંત પોલીસે અન્ય કોઈ સરકારી કર્મચારી કે અધિકારીની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરી છે.

Next Article