Ahmedabad રખિયાલ-ઈસનપુરમાં અસામાજિક તત્વોનો આતંક, ઘાતક હથિયારોથી કરાયો હુમલો

|

Jul 02, 2021 | 3:15 PM

Ahmedabad: પોલીસ કે કાયદાનો ડર અસામાજીક તત્વોને રહ્યો જ ના હોય તેવા દ્રશ્યો અમદાવાદના રખિયાલ અને ઈસનપુર વિસ્તારમાંથી સામે આવ્યા છે. રખિયાલ અને ઈસનપુર વિસ્તારમાં ઘાતક હથિયારો સાથે અસામાજીક તત્વોએ આતંક મચાવ્યો છે.

Ahmedabad રખિયાલ-ઈસનપુરમાં અસામાજિક તત્વોનો આતંક, ઘાતક હથિયારોથી કરાયો હુમલો
રખિયાલ-ઈસનપુરમાં અસામાજિક તત્વોનો આતંક, ઘાતક હથિયારોથી કરાયો હુમલો

Follow us on

અમદાવાદના પૂર્વ વિસ્તાર રખિયાલમાં તેમજ શાહઆલમના મિલ્લતનગર વિસ્તારમાં સમાજીક તત્વોએ ( anti social elements ) આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. રખિયાલમાં કેટલાક વ્યક્તિઓ બાઈક ઉપર ધાતક હથિયાર સાથે આવીને આતંક મચાવતા હોવાના સીસીટીવી (CCTV ) સામે આવ્યા છે. તો શાહઆલમ વિસ્તારમાં જૂની અદાવતને લઈને કેટલાક લોકો ધાતક હથિયાર સાથે આવીને મારી મારી કરી હોવાના દ્રશ્યો સીસીટીવી (CCTV ) માં કેદ થઈ ગયા છે.

રખિયાલ નાગરવેલ હનુમાન પાસેના કેવલ કાંટા વિસ્તારમાં, અસામાજીક તત્વોએ (anti social elements ) તલવાર સહીતના હથીયારથી એક વ્યક્તિ ઉપર હુમલો કરીને ઈજાગ્રસ્ત કર્યા હતા. આ ઘટના અંગે રખિયાલ પોલીસે, ત્રણ અસામાજીક તત્વો સામે ગુનો નોંધીને તેમને ઝડપા પાડવાની કાર્યવાહી હાથ ધરી છે. જો કે ઘટના ધટ્યાને કલાકોનો સમય વીતી ગયો હોવા છતા, કોઈ જ કાર્યવાહી ના થતા, પોલીસ કાર્યવાહી સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે.

અસામાજીક તત્વોના ( anti social elements ) આતંકનો આવો જ બીજો કિસ્સો,  અમદાવાદના ઈસનપુર પોલીસ મથકની હદમાં, આવેલ શાહઆલમ વિસ્તારના મિલ્લતનગરમાં બન્યો છે. શાહઆલમ મિલ્લતનગરમાં, કેટલાક લોકોએ, તલાવાર, દંડા સહીતના હથિયારો સાથે આતંક મચાવ્યો હતો.  કોઈ જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે થયેલી મારામારીમાં કેટલાકને નાનીમોટી ઈજા પહોચી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રખિયાલ અને ઈસનપુર પોલીસ મથકની હદમાં હથિયારો સાથે કરાતા ઘાતક હુમલા અંગેના દ્રશ્યો જોઈને સ્થાનિકો કહી રહ્યા છે કે, અસામાજીક તત્વોને (anti social elements ) પોલીસ કે કાયદાનો કોઈ ડર જ નથી રહ્યો.

Next Article