Ahmedabad: બાપુનગરમાં અસામાજીક તત્વોનો આતંક, પાર્ક કરેલી કારમાં આગ ચાંપી, જુઓ CCTV

|

May 11, 2022 | 2:16 PM

બાપુનગર પોલીસે (Bapunagar police) મેળવેલા સીસીટીવી ફુટેજમાં જોઇ શકાય છે કે બાપુનગર ચાર રસ્તાથી ચાલતો અજાણ્યો વ્યક્તિ ગાડી નજીક આવે છે અને કોઈ જ્વલનશીલ પદાર્થ છાંટીને આગ લગાવી દે છે.

Ahmedabad: બાપુનગરમાં અસામાજીક તત્વોનો આતંક, પાર્ક કરેલી કારમાં આગ ચાંપી, જુઓ CCTV
Anti-social elements set fire to a parked car

Follow us on

અમદાવાદમાં (Ahmedabad) દિવસેને દિવસે અસામાજીક તત્વોનો આતંક વધતો જઇ રહ્યો છે. બાપુનગર વિસ્તારમાં વધુ એક અસામાજીક તત્વોના આતંકની ઘટના સામે આવી છે. બાપુનગર (Bapunagar) વિસ્તારમાં ડાયમંડ માર્કેટ નજીક આંગડિયા પેઢીના માલિકની ગાડીને અસામાજિક તત્વોએ આગ લગાડી હોવાની પોલીસ ફરિયાદ (Police complaint) નોંધાઇ છે. એક અજાણ્યો વ્યક્તિ પાર્ક કરેલી ગાડીમાં આગ લગાડીને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. બાપુનગર પોલીસે (Bapunagar police) સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

અજાણ્યા વ્યક્તિએ કારમાં આગ લગાડી

અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા ડાયમંડ પાર્ક વિસ્તારમાં અસામાજીક તત્વોએ માત્ર તેમની મોજ ખાતર કોઇની મિલકતને નુકસાન પહોંચાડ્યુ છે. ડાયમંડ પાર્ક વિસ્તારમાં આંગડિયા પેઢીના માલિક જીગ્નેશ ભાઈ સુતરીયાની ગાડી પાર્કિંગમાં પાર્ક હતી. ત્યારે એક અજાણ્યો વ્યક્તિ ગાડીમાં આગ લગાવતા સીસીટીવીમાં કેદ થયો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

CCTV ફુટેજના આધારે પોલીસે શરુ કરી તપાસ

બાપુનગર પોલીસે મેળવેલા સીસીટીવી ફુટેજમાં જોઇ શકાય છે કે બાપુનગર ચાર રસ્તાથી ચાલતો અજાણ્યો વ્યક્તિ ગાડી નજીક આવે છે અને કોઈ જ્વલનશીલ પદાર્થ છાંટીને આગ લગાવી દે છે. હાલમાં તો આ આગ કોણે લગાડી તેને લઈને બાપુનગર પોલીસે ગાડી ચાલક કમલેશભાઈની ફરિયાદ નોંધી છે. બાપુનગર ડાયમંડ માર્કેટમાં આવેલી પી. શૈલેષ આંગડિયા પેઢીના માલિકની ગાડીમાં આગ લાગવાની ઘટનાને લઈને કોઈ અદાવત હતી કે નશામાં આગ લગાવી છે તે મુદ્દે હાલ બાપુનગર પોલીસે તપાસ શરૂ કરી છે.

અગાઉ પણ બનેલી છે આવી ઘટનાઓ

મહત્વનું છે કે અગાઉ પણ અસામાજિક તત્વોએ વાહનોમાં તોડફોડ અને આગ લગાવવાની ઘટના સામે આવેલી છે. ત્યારે આ કેસમાં પણ એક વ્યક્તિની ગુનાહિત કરતૂત સીસીટીવીમાં કેદ થઈ છે. ત્યારે આ અજાણ્યો શખ્સ કોણ છે તેને પકડવા પોલીસે અન્ય વિસ્તારના સીસીટીવી ચેક કરીને તપાસ શરૂ કરી છે. જો કે બાપુનગર વિસ્તારમાં અસામાજિક તત્વોના વધ એક આંતકની ઘટનાના પગલે પોલીસ આરોપી સુધી ક્યારે પહોંચે છે તે જોવું રહ્યું.

Published On - 6:48 pm, Tue, 10 May 22

Next Article