Ahmedabad: સામાન્ય ભાડાની બાબતમાં ભાડુઆતે મકાન માલિકનું ગળું દબાવી કરી હત્યા, જાણો સમગ્ર મામલો
ભાડાની તકરારમાં અદાવત રાખીને ભાડુઆતે મકાન માલિકનું ગળું દબાવી હત્યા (Murder) કરી દીધી હોવાની ઘટના સામે આવી છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા ભાડુઆતની ધરપકડ કરી લીધી છે.
Ahmedabad: ભાડાની તકરારમાં અદાવત રાખીને ભાડુઆતે મકાન માલિકનું ગળું દબાવી હત્યા (Murder) કરી દીધી હોવાની ઘટના સામે આવી છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા ભાડુઆતની ધરપકડ કરી લીધી છે. પકડાયેલ આરોપી હત્યાની કબૂલાત કરી લીધી છે. જાણો કોણ છે આ હત્યારો ભાડુઆત જોઈએ આ અહેવાલમાં. પોલીસ ગિરફતમાં રહેલ આરોપી કિશન ધનાલાલએ વૃદ્ધ મકાન માલિકની ક્રૂરતા પૂર્વક હત્યા કરી દીધી હતી. છેલ્લા 6 વર્ષથી મકાન માલિક કરશનભાઈની ઓરડીમાં રહેતો કિશનને ભાડા મામલે તકરાર થઈ હતી. જેમાં મકાન માલિક કરશનભાઈ ગુસ્સે થઇ કિશન ગાળો બોલ્યા હશે. બસ આ જ વાતને લઈ કિશનએ હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. અને ગત્ત સાંજે મેમનગર ગોપાલનગરમાં જાહેર રોડ પર કિશને વૃદ્ધ કરશનભાઈ ગળું દબાવી અને પેટ અને ગળા ભાગે છરીના ઉપરા છાપરી ધા ઝીકી હત્યા નિપજાવી ફરાર થઈ ગયો હતો. જો કે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન આરોપી કિશન ઝડપાઇ ગયો હતો.
પકડાયેલ આરોપી કિશન પોલીસ પૂછપરછમાં ભાડાની અદાવતમાં હત્યા કરી હોવાની કબૂલાત કરી છે..જો કે હત્યા કરવા માટે છરી પણ બહારથી લાવ્યો હતો. પોલીસ તપાસમાં કરશનભાઈને મેમનગર ગોપાલનગરમાં પોતાની ઓરડીઓ છે જેમાં રહેવા માટે ભાડે આપતા હતા. આજથી છ વર્ષ પહેલાં કિશન ઓરડી ભાડે આપી હતી. દર મહિને 6 હજાર જેટલું ભાડું ચૂકવતો હતો. પણ થોડા દિવસ પહેલા ભાડા બાબતે તકરાર થઈ અને કરશનભાઈએ કિશને ઓરડી ખાલી કરવાનું કહ્યું અને ખરાબ વર્તન કર્યું હતું જેની અદાવતમાં હત્યા કરી દીધી હતી.
પોલીસે હત્યા કરનારા ભાડુઆત કિશનની ધરપકડ કરવામાં આવી છે. આરોપી મૂળ રાજસ્થાનનો છે પરંતુ ધણા સમયથી અમદાવાદમાં રહી છૂટક મજૂરી કરતો હોવાનું સામે આવ્યું છે. જેના વિરુદ્ધમાં રાજસ્થાન અથવા અમદાવાદ માં કોઈ ગુના છે કે, કેમ તે દિશામાં પોલીસે તપાસ શરુ કરી છે.
આ પણ વાંચો: Medical Students Oath: NMC દ્વારા મેડિકલ વિદ્યાર્થીઓને ‘મહર્ષિ ચરક શપથ’ લેવડાવાની કરાઈ ભલામણ