Ahmedabad: 2009માં આશારામના પુર્વ સાધક રાજુ ચાડક પર ફાયરીંગ મામલે 12 વર્ષથી વોન્ટેડ સંજય ઉર્ફે સજજુની થઈ ધરપકડ

|

Sep 03, 2021 | 4:46 PM

મદાવાદમાં વર્ષ 2009માં આશારામના પુર્વ સાધક રાજુ ચાડક પર થયેલ ફાયરીંગ મામલે 12 વર્ષથી વોન્ટેડ સંજય ઉર્ફે સજજુની નાસિકથી ધરપકડ કરવામાં આવી છે.

Ahmedabad: 2009માં આશારામના પુર્વ સાધક રાજુ ચાડક પર ફાયરીંગ મામલે 12 વર્ષથી વોન્ટેડ સંજય ઉર્ફે સજજુની થઈ ધરપકડ
Wanted Sanjay alias Sajju has been arrested from Nashik

Follow us on

Ahmedabad: અમદાવાદમાં વર્ષ 2009માં આશારામના પુર્વ સાધક રાજુ ચાડક પર થયેલ ફાયરીંગ મામલે 12 વર્ષથી વોન્ટેડ સંજય ઉર્ફે સજજુની નાસિકથી ધરપકડ કરવામાં આવી છે. ફાયરિંગ માટે હથિયાર અને મોટરસાયકલ વ્યવસ્થા સજજુએ કરી આપી હતી.

પોલીસ ગિરફતમાં આવેલા સંજય ઉર્ફે સજજુ છેલ્લાં 12 વર્ષથી ફરાર હતો. પરતુ ફરાર થઈને પણ આશારામના અલગ અલગ આશ્રમમાં છુપાઈને રહેતો હતો. ક્રાઇમ બ્રાંચને માહિતી મળી હતી કે, નાસિકના આશ્રમમાં આરોપી રોકાયો છે. જેનાં આધારે વોચ ગોઠવી સંજયને પકડી લેવામા આવ્યો હતો. આ ગુનામાં આગાઉ કાર્તિક હલદરની પણ વર્ષ 2016માં ધરપકડ કરવામાં આવી હતી.

ધટનાની વાત કરીએ તો વર્ષ 2008માં આશારામ આશ્રમમાંથી બે બાળકોના ગુમ થયાં બાદ મોત મામલે શ્રી ડી.કે. ત્રિવેદી પંચ નિમણૂક કરવામાં આવી હતી. જેમાં રાજુ ચાંડક નિવેદન આપવા ગયો હતો અને મીડિયામાં આશ્રમ વિરૂદ્ધ નિવેદન આપી રહ્યાં હતાં તે મામલે અદાવત રાખી સંજય અને કાર્તિકે રેકી કરી સાબરમતી વિસ્તારમાં રાજુ ચાડક પર 3 રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું જેમાં મોટર સાયકલ અને હથિયાર વ્યવસ્થા સંજયે કરી હતી. સાથે જ ફાયરીંગમાં સાથે હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ક્રાઇમ બ્રાંચની તપાસમાં આરોપી સંજય આશારાના અલગ અલગ આશ્રમ નાસિક,ધુલિયા,ભોપાલ,માલેગાવ અને સુરત રહી આ આશ્રમનું સંચાલન કરતો હતો. જો કે, છેલ્લાં ધણા સમયથી સંજય નાસિક આશ્રમ સંચાલન કરતો હતો. તપાસમાં જોધપુર જેલમાં આશારામ સાથે મુલાકાતે જતો હોવાનું પણ સામે આવ્યુ છે. પણ છેલ્લાં બે વર્ષથી મળ્યા નથી. ત્યારે આ કેસમાં અન્ય એક આરોપી પંકજ ઉર્ફે અર્જુન સિંધી ફરાર છે.

સુપ્રીમ કોર્ટે બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવતા નારાયણ સાંઈના ફરલો પર પ્રતિબંધ મૂક્યો

મહત્વનું છે કે, 12 ઓગષ્ટે સુપ્રીમ કોર્ટે બળાત્કાર કેસમાં આજીવન કેદ (Life Imprisonment)ની સજા ભોગવી રહેલા આસારામ (Asaram Bapu))ના પુત્ર નારાયણ સાંઈ (Narayan Sai)ની બે સપ્તાહની ફરલો પર રોક લગાવી દીધી છે. હકીકતમાં, ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) નારાયણ સાંઈને બે સપ્તાહનો ફરલો (furlough)આપ્યો હતો. હાઇકોર્ટના નિર્ણયને પડકારતી એક અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને બાજુ પર રાખીને નારાયણ સાંઈની ફરલો પર બે સપ્તાહ સુધી રોક લગાવી દીધી છે.

 

આ પણ વાંચો: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે કરશે 45 કેન્દ્રીય યુનિવર્સિટીઓના કુલપતિઓ સાથે બેઠક, જાણો ક્યા વિષયો પર થશે ચર્ચા

Next Article