Ahmedabad: ડ્રગ્સના દુષણનો ગ્રામ્ય વિસ્તારમાં પગપેસારો, આટલા લાખના ડ્રગ્સ સાથે બે આરોપી ઝડપાયા

|

Nov 09, 2021 | 11:28 PM

Ahmedabad: ડ્રગ્સના દુષણનો ગ્રામ્ય વિસ્તારમાં પગપેસારો જોવા મળી રહ્યો છે. ગ્રામ્ય SOG ટીમે બાતમીના આધારે ડ્રગ્સ સાથે બે આરોપીને ઝડપ્યા છે.

Ahmedabad: ડ્રગ્સના દુષણનો ગ્રામ્ય વિસ્તારમાં પગપેસારો, આટલા લાખના ડ્રગ્સ સાથે બે આરોપી ઝડપાયા
Ahmedabad Rural SOG nabs 2 with 17.50 gm MD drugs worth Rs. 1.7 lakhs

Follow us on

અમદાવાદ ગ્રામ્યમાં પણ હવે ડ્રગ્સના દૂષણે પગપેસારો કર્યો છે. જી હા, અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ શાંતીપુરા નજીકથી બે આરોપીની એમડી ડ્રગ્સની હેરાફેરી કરે તે પૂર્વે જ ધરપકડ કરી છે. પોલીસ પકડમાં રહેલા બન્ને આરોપી મહોમદ એજાજ અને શાહનવાઝ ગાગી સરખેજ-જુહાપુરા વિસ્તારના રહેવાસી છે. પોલીસે બન્ને આરોપી પાસેથી 1.70 લાખનો 17. 50 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે. હાલ ગ્રામ્ય એસઓજીએ ડ્રગ્સ મામલે બન્ને આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. અને ઝડપાયેલા આરોપીની પુછપરછ બાદ મુખ્ય આરોપીઓ સુધી પહોંચવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે બાતમીના આધારે બંને આરોપીને પકડવામાં સફળતા મેળવી હતી.

ત્યારે આ મામલે ઇન્ચાર્જ પીઆઇ જી.એમ પાવરાએ કહ્યું કે બંને આરોપી અમદાવાદ જુહાપુરાના રહેવાસી છે. ત્યારે ડ્રગ્સનો જથ્થો વેજલપુરના વ્યક્તિ આદીલ પાસેથી લાવ્યા હોવાનું તેમણે જણાવ્યું છે. અને બંને વ્યક્તિએ એમ પણ કહ્યુ છે કે તેઓ ડ્રગ્સના વ્યાસની છે. અને આ જથ્થો પોતાના માટે લાવ્યા છે. પરંતુ બંને આરોપીના રિમાન્ડ મેળવીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

 

પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો

આ પણ વાંચો: Gujarat: રાજ્યમાં આજે નોંધાયા કોરોના આટલા કેસ, જાણો અન્ય મહત્વના સમાચાર માત્ર એક જ ક્લિકમાં

આ પણ વાંચો: Maharashtra ST Workers strike: મહારાષ્ટ્રના 376 રાજ્ય પરિવહનના કર્મચારીઓ સસ્પેન્ડ, ST કર્મચારીઓની હડતાળ પર સરકારનું કડક વલણ

Published On - 11:27 pm, Tue, 9 November 21

Next Article