અમદાવાદમાં ડ્રગ્સ રેકેટ પકડાયું  : બે ડ્રગ્સ સપ્લાયરોની ધરપકડ, જાણો ક્યાંથી આવતું હતું ડ્રગ્સ

અમદાવાદમાં ડ્રગ્સ રેકેટ પકડાયું : બે ડ્રગ્સ સપ્લાયરોની ધરપકડ, જાણો ક્યાંથી આવતું હતું ડ્રગ્સ

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2021 | 7:57 PM

Drugs racket in Ahmedabad : આ બંને ડ્રગ્સ સપ્લાયરો પાસેથી ચરસ, મેજીક મશરૂમ, અમેરિકન હાઈબ્રીડ ગાંજો અને શેટર નામનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.

AHMEDABAD : ગુજરાતમાં મુંદ્રા, દ્વારકા, સુરત, મોરબી બાદ હવે અમદાવાદમાંથી ડ્રગ્સ રેકેટ પકડાયું છે. અમદાવાદ ગ્રામ્ય LCB પોલીસે ડ્રગ્સ સપ્લાય કરનારા બે યુવકોની ધરપકડ કરી છે. આ યુવકોના નામ વંદિત પટેલ અને પાર્થ શર્મા છે. આ બન્ને યુવકો અમેરિકાથી ડ્રગ્સ મંગાવતા હતા. અમેરિકાથી કુરિયર મારફતે ડ્રગ્સ મંગાવીને સપ્લાય કરતા હતા. આ માટે તેઓ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા હતા જેમાં ક્રીપ્ટો કરન્સીના મારફતે ચુકવણી કરતા હતા. આ બંને ડ્રગ્સ સપ્લાયરો પાસેથી ચરસ, મેજીક મશરૂમ, અમેરિકન હાઈબ્રીડ ગાંજો અને શેટર નામનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.

આ બંને ડ્રગ્સ સપ્લાય કરનારા આરોપીઓની પૂછપરછમાં અનેક ચોંકાવનાર ખૂલાસા થઇ શકે છે. આ આરોપીઓ અમેરિકાથી કેવી રીતે ડ્રગ્સ મંગાવતા હતા, અમેરિકાથી ડ્રગ્સ મંગાવી કોને સપ્લાય કરતા હતા, આ બંને મુખ્ય આરોપીઓ છે કે કોઈ આ બન્ને પાસે આ ડ્રગ્સ સપ્લાયનું કામ કરાવતું હતું, આવી તમામ બાબતો અંગે પૂછપરછ કરવામાં આવશે.

રાજ્યમાં ડ્રગ્સ માફિયા અને ડ્રગ્સ સપ્લાયરો પર ગુજરાત પોલીસની કડક કરયાવ્હી શરૂ છે. ગઈકાલે 15 નવેમ્બરે મોરબી જિલ્લામાંથી 300 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું, તો એ પહેલા દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી મોટું ડ્રગ્સ રેકેટ પકડાયું હતું.

છેલ્લા 5 મહિનામાં રાજ્યમાં 25,000 કરોડથી વધુનું ડ્રગ્સ પોલીસે એજન્સીઓ સાથે મળીને ઝડપી પાડ્યો છે.ત્યારે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું કે રાજ્યમાં ડ્રગ્સના કારોબારનો સંપૂર્ણ નાશ થયો નથી.હજી ડ્રગ્સ સામેનું આ ઓપરેશન ચાલુ જ રહેશે.એટલું જ નહિં આ ઓપરેશન વધુ તેજ કરવામાં આવશે. હર્ષ સંઘવીએ રાજ્યના માતા-પિતાને પણ અપીલ કરી છે કે, જો તમારો દીકરો કે દીકરી ડ્રગ્સના રવાડે ચઢે તો પોલીસનો સંપર્ક જરૂર કરે. એટલું જ નહિં આસપાસ કોઇપણ પ્રકારનું ડ્રગ્સ વેચાતું જણાય તો પણ તંત્રને જાણ કરવા ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ અપીલ કરી છે.

આ પણ વાંચો : અમદાવાદમાં લારીઓ દૂર કરવાના મનપાના નિર્ણય વિરુદ્ધ લારી-ગલ્લા એસોસિએશને વિરોધ દર્શાવ્યો

આ પણ વાંચો : છોટાઉદેપુર : ફરી ગાંજાની ખેતીનો પર્દાફાશ, કવાંટના ઉમઠી ગામેથી એક શખ્સની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">