Ahmedabad : લૂંટારું ટોળકી પોલીસ ગિરફ્તમાં, ગેંગ મોટાભાગે મંદિરોને કરતી ટાર્ગેટ

|

Oct 16, 2021 | 6:42 PM

પહેલા નોરતાના દિવસે જ સાણંદ ખાતે આવેલા ઉમિયા મંદિરમાં લૂંટ અને ધાડની ઘટના બનાવ પામો હતી જેમાં આરોપીઓએ મંદિરના પૂજારીને માર મારવામાં આવ્યો હતો અને બંધક બનાવી દીધો હતો.

Ahmedabad : લૂંટારું ટોળકી પોલીસ ગિરફ્તમાં, ગેંગ મોટાભાગે મંદિરોને કરતી ટાર્ગેટ
Ahmedabad: Robbers arrested by police, gangs mostly target temples

Follow us on

લૂંટ અને ધાડ કરતી દાહોદની એક ગેંગના ચાર આરોપીઓની ધરપકડ ગ્રામ્ય એલ.સી.બી એ હાથીજણ સર્કલ પાસેથી ધરપકડ કરી લીધી છે. તાજેતરમાંજ સાણંદ પોલીસ સ્ટેશનની હદમાં ઉમિયા માતાજીના મંદિરમાં આ ગેંગ દ્વારા ધાડ પાડવામાં આવી હતી અને લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો જેમાં ગ્રામ્ય પોલીસે લૂંટમાં ગયેલો રૂપિયા 32 હજાર નો તમામ મુદ્દમાલ કબ્જે કરી લીધો છે.

પહેલા નોરતાના દિવસે જ સાણંદ ખાતે આવેલા ઉમિયા મંદિરમાં લૂંટ અને ધાડની ઘટના બનાવ પામો હતી જેમાં આરોપીઓએ મંદિરના પૂજારીને માર મારવામાં આવ્યો હતો અને બંધક બનાવી દીધો હતો. અને બાદમાં મંદિરમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે ગ્રામ્ય એલસીબી પોલીસે ઝડપેલી આ ગેંગના બે શખસો છે જે બંને પિતરાઈ ભાઈઓ પણ છે અને આ ગેંગના બે ભાગ પાડવામાં આવેલા છે તે છતાંય આ બંને ભાઈઓ પોતાની બન્ને ગેંગને સાથે રાખીને લૂંટની ઘટનાને અંજામ આપતા હોવાની કેફિયત આરોપીઓએ પોલીસ સમક્ષ રજુ કરી છે.

ગ્રામ્ય એલ.સી.બીએ દાહોદની ગેંગની ધરપકડ કરીને અન્ય 6 જેટલા ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે જેમાં સાણંદ માં થયેલી ધાડ, વિરમગામ પાસે થયેલી મંદિરમાં ચોરી અને મોબાઈલ ફોનની લૂંટ, સાણંદ ના ઇયાવા ગામે મંદિરમાં ચોરી, અડાલજ ખાતે શનિદેવ મંદિરમાં રોકડ રૂપિયાની ચોરી તથા ગાંધીનગરમાં જૈન મંદિરમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ સહિત વડસરમાં જૈન મંદિરમાં ચોરીની ઘટનાને અંજામ આપી ચુક્યા છે ગ્રામ્ય એલ.સી.બી ઝડપેલાં હાથીજણ સર્કલ ખાતેથી કાળું વિરસિંહ હઠીલા, કેવન વિરસિંહ હઠીલા, હરેશ હઠીલા અને પ્રવીણ હઠીલા ચારેય આરોપીઓની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે અને આ ગુનામાં બે આરોપીઓ હાલ પોલીસ ચોપડે વોન્ટેડ છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

સવારે આખો દિવસ મજૂરી કામ કરવાનું અને રાત્રે મંદિરનો ટાર્ગેટ બનાવતી હતી. ઉલ્લેખનીય છે કે આ ગેંગના એક સભ્ય દ્વારા સવારે મંદિરમાં રેકી કરવાંમાં આવતી હતી અને દાંપેટીમાં સિક્કો નાંખીને અનુમાન કરવામાં આવતું હતું કે દાનપેટી ભરેલી છે ખાલી અને બાદમાં મોડી રાત્રે બે વાગ્યાથી ત્રણ વાગ્યાના અરસામાં લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવતો હતો. મહત્વનું છે કે એલસીબી માં હાથે ઝડપાયેલી આ ગેગના તમામ સભ્યો એક જ કુટુંબના છે તમામ સભ્યો લૂંટ અને ચોરીના ગુનાહ જ આચરે છે તેવી પણ હકીકત હાલ પોલીસ પાસે આવી છે ત્યારે હાલ ગ્રામ્ય એલ.સી.બી પોલીસે ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત હાથ ધરી છે.

Next Article