Ahmedabad : રામોલ પોલીસે 3.21 લાખની નકલી નોટો ઝડપી, એક મહિલા સહીત 3ની ધરપકડ

|

Oct 14, 2021 | 6:05 PM

તમિલનાડુંથી અત્યાર સુધીમાં અનેક વખત નકલી ચલણી નોટ લાવ્યો હોવાની પોલીસને આશકા છે. જેમાં 50 ટકા અસલી નોટો આપીને નકલી નોટો લાવતો હોવાનું સામે આવ્યુ છે. આરોપી વિકેશ નકલી નોટો બજારમાં કમિશન પેટે વેચતો હતો.

Ahmedabad :  રામોલ પોલીસે 3.21 લાખની નકલી નોટો ઝડપી, એક મહિલા સહીત 3ની ધરપકડ
Ahmedabad: Ramol police seized 3.21 lakh counterfeit notes and arrested three, including a woman

Follow us on

દેશના અર્થતંત્ર ફરી નુકશાનનું ષડયંત્ર, રામોલ પોલીસે 3.21 લાખની નકલી નોટો ઝડપી

અમદાવાદમાં ફરી એક વખત નકલી નોટોનું નેટવર્ક સામે આવ્યુ છે. રામોલ પોલીસે નકલી નોટો કારોબાર પર્દાફાશ કર્યો. નકલી નોટો સાથે એક મહિલા સહીત 3 લોકોની ધરપકડ કરી. પૈસાદાર થવા માટે નકલી નોટો બજારમાં ધુસાડવાનો પ્રયાસ કર્યો હતો. ક્યાં ફેલાયો છે નકલી નોટોનું નેટવર્ક વાચો આ અહેવાલમાં.

નકલી નોટોનું કનેક્શન ખુલ્યું તામિલનાડું કનેકશન

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પોલીસ ગિરફતમાં રહેલ આરોપી વીકેશ મધુકર વનીયર,મિતેષ વાધેલા અને મહિલા અલ્કા જોષીએ દેશના અર્થતંત્રને નુકશાન પહોંચાડવાનું કામ કર્યું છે. મૂળ તમિલનાડુનો અને ખોખરા રહેતો મુખ્ય આરોપી વિકેશ 6 લાખની નકલી ચલણી નોટો તમિલનાડુંથી લાવ્યો હતો. નકલી નોટો લાવીને કમિશન પેટે બજારમાં વેચતો હતો. જેની બાતમી રામોલ પોલીસને મળતાં રામોલ એક્સપ્રેસ હાઇવે પરથી મુખ્ય આરોપી વિકેશ પાસેથી 1 લાખની ચલણી નોટો સાથે ધરપકડ કરી હતી. જે બાદ પુછપરછ કરતા આરોપી વીકેશ ચાર લોકોને નકલી નોટો વેચી છે. જેમાંથી એક મહિલા અલ્કા જોષીને 2.21 લાખની નકલી નોટ આપી હતી. જે તમામ નકલી નોટ પોલીસે કબ્જે લીધી છે.

એક મહિલા સહિત 3ની ધરપકડ, પકડાયેલ મુખ્ય આરોપી વિકેશ વનીયર

તમિલનાડુંથી અત્યાર સુધીમાં અનેક વખત નકલી ચલણી નોટ લાવ્યો હોવાની પોલીસને આશકા છે. જેમાં 50 ટકા અસલી નોટો આપીને નકલી નોટો લાવતો હોવાનું સામે આવ્યુ છે. આરોપી વિકેશ નકલી નોટો બજારમાં કમિશન પેટે વેચતો હતો. એટલું જ નહીં આરોપી વીકેશ નકલી નોટોથી પોતે બજારમાં ખરીદી કરતો હતો. જેમાં લગભગ 1 લાખ રૂપિયાની નકલી ચલણી નોટો બજાર ફેરવી દીધી છે. આરોપીએ નકલી નોટો જેને વેચી છે જેને પકડવા પોલીસે તપાસ શરૂ કરી છે.

નકલી નોટના નેટવર્કનો તાર તમિલનાડુ સુધી પહોંચ્યો છે. હાલ 3 આરોપી ધરપકડ કરી રિમાન્ડ મેળવાની તજવીજ હાથ ધરી છે. પકડાયેલ આરોપીની પુછપરછ બાદ નકલી નોટના નેટવર્કનો માસ્ટમાઈન્ડ પોલીસના હાથે પકડાય છે કે કેમ તેં જોવું રહ્યુ.

 

આ પણ વાંચો : Ahmedabad : પેટ્રોલ-ડીઝલની સાથે શાકભાજીના ભાવએ પણ સદી વટાવી, ગૃહિણીઓને શાકભાજી રડાવે છે

આ પણ વાંચો : ગીર અભયારણ્યમાં સિંહોના અકાળે મૃત્યુનો મુદ્દો, રેલ્વેએ વિસાવદર-તલાલા બ્રોડગેજ પ્રોજેક્ટ પડતો મુક્યો

Next Article