Ahmedabad: સરખેજ પોલીસે ઝડપ્યું ઈન્ટરનેશનલ કોલ સેન્ટર, 4 આરોપીઓ 5 મહિનાથી કોલસેન્ટર ચલાવી અમેરીકન નાગરિકો પાસેથી પડાવતા હતા રૂપિયા

|

Jun 03, 2021 | 8:55 PM

સરખેજના ફતેહવાડી વિસ્તારમાં આ ચારેય શખ્સોએ પેન્ટ હાઉસ ભાડે લઈને કોલસેન્ટરનો વેપલો ચલાવતા હતા. ઉપરાંત આરોપી ગાડી અને રીક્ષામાં ફરીને પણ કોલસેન્ટર ચલાવતા હતા.

Ahmedabad: સરખેજ પોલીસે ઝડપ્યું ઈન્ટરનેશનલ કોલ સેન્ટર, 4 આરોપીઓ 5 મહિનાથી કોલસેન્ટર ચલાવી અમેરીકન નાગરિકો પાસેથી પડાવતા હતા રૂપિયા
આરોપીઓ અરફાત શેખ, નાસીરહુશેન પઠાણ, મોઈનબગ મિરઝા, સહદ ધોબી

Follow us on

Ahmedabad: શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા ફતેહવાડીમાંથી કોલ સેન્ટર ઝડપી લેવામાં આવ્યું છે, જેમાં ચાર આરોપીઓની સરખેજ પોલીસે ધરપકડ કરી છે. સરખેજના ફતેહવાડી વિસ્તારમાં આ ચારેય શખ્સોએ પેન્ટ હાઉસ ભાડે લઈને કોલસેન્ટરનો વેપલો ચલાવતા હતા. ઉપરાંત આરોપી ગાડી અને રીક્ષામાં ફરીને પણ કોલસેન્ટર ચલાવતા હતા.

 

સરખેજ પોલીસે બાતમી આધારે રેડ કરી ચાર શખ્સોની ધરપકડ કરી છે આ ચારેય શખ્શ છેલ્લાં પાંચેક મહિનાથી ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતા હતા અને અમેરિકન નાગરિકો પાસેથી રૂપિયા પડાવતા હતા. આરોપીઓની અમેરિકન નાગરિકને છેતરવાની અલગ પ્રકારની મોડ્સ ઓપરેન્ડી સામે આવી છે, જેમાં ગિફ્ટ વાઉચર મારફતે આ ચારેય શખસો રૂપિયાનો હવાલો પડાવતા હોવાની કબૂલાત આરોપીઓએ પોલીસ સમક્ષ કરી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

કોલસેન્ટર ચલાવતા 4 આરોપીની ધરપકડ કરી પુછપરછ કરતા સામે આવ્યુ કે આરોપીઓ અરફાત શેખ, નાસીરહુશેન પઠાણ, મોઈનબગ મિરઝા, સહદ ધોબી છેલ્લા 5 મહિનાથી કોલસેન્ટર ચલાવી લોકો પાસેથી રૂપિયા પડાવતા હતા. તમામ આરોપી અલગ અલગ કામ કરતા અને છેલ્લે છેતરપિંડીની જે રકમ મળતી તેને સરખે ભાગે વેચી દેતા હતા.

મુખ્ય આરોપી અફરાત ક્લોઝર રહેતો એટલે કે ભોગ બનનારના ગિફ્ટ કાર્ડના રૂપિયા તેની પાસે આવે ત્યાં સુધી તે કાર્યરત રહેતો હતો. નાસીરહુશેન તમામ લીડ લાવતો જેના આધારે છેતરપિંડી કરવામાં આવતી હતી. આરોપી મોઈન બેગ કસ્ટમરનો ડેટા વેરીફાય કરતો અને સેમી ક્લોઝર તરીકે કામ કરતો હતો. આરોપી સહદ આ ગેંગનું મહ્તવનુ પાસુ હતો. તે ધોરણ 8 સુધી જ ભણ્યો હતો. જોકે તે અમેરિકન નાગરિકોને તેમની જ લેંગ્વેજમાં વાતચીત કરી તેમની સાથે છેતરપિંડી કરતો હતો.

 

કોલસેન્ટરના ગુનાના તાર દિલ્હી સુધી ફેલાયા હોવાનું તપાસમાં સામે આવ્યુ છે એટલે કે લીડ આપનારથી માંડી પ્રોસેસર સુધીના અન્ય આરોપી દિલ્હીના હોવાનું સામે આવ્યુ છે. જેને લઈ કોલસેન્ટરના અન્ય આરોપીની તપાસ દિલ્હી સુધી લંબાઈ શકે છે. જોકે ઝડપાયેલા આરોપીએ છેતરપિંડીની આવક ક્યાં રોકાણ કરી છે. તેની પણ તપાસ હાથ ધરી છે.

 

ઉપરાંત એકાઉન્ટમાંથી રૂપિયા રોકડા કેવી રીતે કરવામાં આવતા હતા. તેની તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કોલ સેન્ટરનો સમગ્ર કાળો કારોબાર દિલ્હીથી ચાલી રહ્યો છે. જેથી બોગસ કોલસેન્ટર ચલાવનાર અને લીડ દિલ્હીથી મળે છે. જેની માહિતી વધુ તપાસ બાદ જાણી શકાશે.

 

Next Article