અમદાવાદ : જુહાપુરાના કુખ્યાત બિલ્ડર નઝીર વોરાને પાસા હેઠળ ભુજ જેલમાં ધકેલાયો

| Edited By: | Updated on: Nov 23, 2021 | 3:56 PM

આરોપીએ સરકારી જમીનો પર દબાણ કરી મિલકતો ઉભી કરી લોકોને ભાડે આપી લાખોની કમાણી શરૂ કરી હતી. જે બાબતે લેન્ડ ગ્રેબિંગ નો ગુનો નોંધાતા નઝીર વોરા પત્ની સાથે ફરાર થઈ ગયો હતો. કોર્ટે વોરન્ટ કાઢતા તે હાજર થયો અને વેજલપુર પોલીસે તેની ધરપકડ કરી હતી.

અમદાવાદઃ કુખ્યાત નઝીર વોરાને પાસા હેઠળ ધકેલાયો છે. કુખ્યાત આરોપી નઝીર વોરા સામે અનેક ગુના નોંધાયા હતા. નઝીર વોરા સામે લેન્ડ ગ્રેબિંગ અને ચોરી જેવા અનેક ગુના નોંધાયા હતા. આરોપી લેન્ડ માફિયા તરીકે ઓળખાતો હતો. આરોપીને પાસા કરી ભુજ જેલ મોકલી દેવાયો હતો.

આરોપીએ સરકારી જમીનો પર દબાણ કરી મિલકતો ઉભી કરી લોકોને ભાડે આપી લાખોની કમાણી શરૂ કરી હતી. જે બાબતે લેન્ડ ગ્રેબિંગ નો ગુનો નોંધાતા નઝીર વોરા પત્ની સાથે ફરાર થઈ ગયો હતો. કોર્ટે વોરન્ટ કાઢતા તે હાજર થયો અને વેજલપુર પોલીસે તેની ધરપકડ કરી હતી.

શહેરના જુહાપુરાનો (juhapura) માત્ર કહેવાતો બિલ્ડર (Builder) અને નામચીન ગુંડો નઝીર વોરા (Nazir Vora) આખરે કાયદાના ગાળીયાથી બચી ન શક્યો. લેન્ડ ગ્રેબિંગના (Land Grabbing) ગુનામાં ફરાર થયા બાદ કોર્ટમાં આત્મસમર્પણ કરતા પોલીસે તેની પત્ની સાથે ધરપકડ કરી હતી.

કોઈ વ્યક્તિ જુહાપુરામાં (juhapura) જાય અને નઝીર વોરાની (Nazir Vora) મિલકતો ન જોવા મળે એવું બંને જ નહીં. નઝીર વોરાને (police) પોલીસ બિલ્ડર, લેન્ડ માફિયા, ગુંડા તરીકે પણ ઓળખે છે. નઝીર હાલ સારા વેશમાં ભલે દેખાતો હોય પણ તેની કુંડળી ગુનાઓથી ભરેલી છે. તાજેતરમાં નઝીર વોરાએ જુહાપુરા માં અનેક ગેરકાયદે બાંધકામ કર્યા હતા.

આ પણ વાંચો : RAJKOT : 100 ટકા વૅક્સીનેશન પર કૉંગ્રેસના નેતા ડૉ.હેમાંગ વસાવડાના સવાલો, મેયરે તમામ આક્ષેપે ફગાવ્યા

આ પણ વાંચો :  Automobile News: હ્યુન્ડાઈની લક્ઝુરિયસ ઇલેક્ટ્રિક કાર Ioniq-5 ભારતીય રસ્તા પર દોડવા તૈયાર, માત્ર 18 મિનિટમાં થશે ચાર્જ