Ahmedabad: લારી મુકવા જેવી નજીવી બાબતે થઈ હતી હત્યા, ચાંદખેડા પોલીસે ગણતરી દિવસોમાં જ હત્યારાઓની કરી ધરપકડ

|

Oct 11, 2021 | 8:14 PM

Ahmedabad: શહેરમાં છેલ્લા 3 દિવસની અંદર હત્યાના ત્રણ બનાવ સામે આવ્યા છે. જેમાંથી મોટેરા સ્ટેડિયમ પાસે લારી મુકવા જેવી નજીવી બાબતે હત્યા કરવામાં આવી હતી.

Ahmedabad: લારી મુકવા જેવી નજીવી બાબતે થઈ હતી હત્યા, ચાંદખેડા પોલીસે ગણતરી દિવસોમાં જ હત્યારાઓની કરી ધરપકડ
Ahmedabad Murder Chandkheda

Follow us on

Ahmedabad: શહેરમાં છેલ્લા 3 દિવસની અંદર હત્યાના ત્રણ બનાવ સામે આવ્યા છે. જેમાંથી મોટેરા સ્ટેડિયમ પાસે લારી મુકવા જેવી નજીવી બાબતે હત્યા કરવામાં આવી હતી. ચાંદખેડા પોલીસે ગણતરી દિવસોમાં હત્યારાઓની ધરપકડ કરી દેવામાં આવી છે.

પોલીસ કસ્ટડીમાં ઉભેલા આરોપીઓ ના નામ વીઠલ પટણી , સુરેશ પટણી , નરેશ ઉર્ફે લાલો પટણી છે. હત્યાના કેસમાં કુલ ચાર આરોપીઓ છે જેમાંથી એક સગીર વયનો હોવાનું સામે આવ્યું છે. આ ચારે આરોપીઓએ ભેગા મળીને ભરત ભાઈ પટણી નામના યુવકની હત્યા કરી નાખી હતી. આ સમગ્ર હત્યા કેસમાં હત્યા કરનારા મુખ્ય કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર હોવાનું સામે આવ્યું છે. જોકે પોલીસે તમામ લોકોની પકડી લઇ વધું તપાસ શરૂ કરી છે.

હત્યા કરવા પાછળના કારણની જો વાત કરીએ તો સગીર અને મૃતક વચ્ચે શાકભાજી અને ફ્રૂટની લારી મૂકવા બાબતે માથાકૂટ થઇ હતી. જે બાદ માથાકૂટની અદાવત રાખી રાત્રીનાં સમયે સહઆરોપીઓને સાથે રાખીને ભરતને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો. પોલીસ તપાસમાં ચોંકાવનારી ખુલાસો સામે આવ્યો છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર મૃતકની દીકરીને છેલ્લા 6 મહિનાથી હેરાન કરતો હોવાનું પણ સામે આવ્યું છે. અગાઉ મૃતક અને સગીર વચ્ચે આ બાબતને લઇને પણ માથાકૂટ થઇ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જોકે હાલ તો પોલીસે સગીર સહિત 4 આરોપીઓની ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

હાલ ચાંદખેડા પોલીસે આરોપીઓ ધરપકડ બાદ રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે. પોલીસ રિમાન્ડ બાદ હત્યા પાછળની વધુ સાચી હકીકતો સામે આવશે. શહેર માં બનેલી ત્રણ દિવસ માં ત્રણ હત્યા ના બનાવી પોલીસની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યાં છે.

 

હિના પેથાણીની હત્યા કેસમાં વધુ એક ખુલાસો

હિના પેથાણીની હત્યા કરનાર સચિન દિક્ષિતની પૂછપરછમાં વધુ એક ખુલાસો થયો છે. સચિન દિક્ષિત હિનાની હત્યા અને બાળકને તરછોડ્યા બાદ મોલમાં ખરીદી કરવા ગયો હતો. હિનાની હત્યા કર્યા બાદ તેની લાશ બેગમાં ભરીને સચિન દિક્ષિત ગાડીમાં લઈ જવાનો હતો. પરંતુ સચિન લાશ ભરેલી બેગ ઉઠાવી શક્યો ન હતો. માટે હિનાની લાશ વડોદરાના ફ્લેટમાં જ મુકી ગયો હતો. ત્યારબાદ સચિન દિક્ષિત બાળકને ગૌશાળા મુકી આવ્યો.

આ પણ વાંચો: Afghanistan: US અને UK એ તેમના નાગરિકોને તાત્કાલિક કાબુલની સેરેના હોટલ ખાલી કરવાની ચેતવણી આપી, ગમે ત્યારે થઈ શકે છે આતંકવાદી હુમલો

Next Article