Ahmedabad : મેગાસીટી બન્યું ગુનાખોરીનું એપી સેન્ટર, છેલ્લા 15 દિવસમાં 8 હત્યા

|

Jul 22, 2021 | 10:38 PM

અમદાવાદમાં હવે સલામતીનો વાતો સવાલ છે. કારણ કે જાહેરમાં હત્યાની ઘટના વધી રહી છે. ગુનેગારોમાં કાયદાનો કે પોલીસનો ડર નથી રહ્યો. આવી જ ઘટનાઓ અમદાવાદમાં વધી છે. છેલ્લા 15 દિવસમાં 8 હત્યા થઈ છે.

Ahmedabad : મેગાસીટી બન્યું ગુનાખોરીનું એપી સેન્ટર, છેલ્લા 15 દિવસમાં 8 હત્યા
Megacity becomes AP center of crime

Follow us on

Ahmedabad : શહેર હવે ગુનાખોરીનું એપી સેન્ટર બન્યું હોય તેમ 15 દિવસમાં 8 હત્યા થઈ. ગુનેગારોમાં કાયદાનો ડર નથી અને અમદાવાદ હવે સલામત નથી તેવી સ્થિતિ ઉભી થઇ છે. કારણ કે ગુનેગાર જાહેરમાં હત્યા કરી રહ્યા છે. જે કાયદા વ્યવસ્થા અને પોલીસના સુરક્ષાના દાવા પર સવાલ ઉઠાવે છે..જોઈએ હવે અસલામત બન્યું અમદાવાદ.

અમદાવાદમાં હવે સલામતીનો વાતો સવાલ છે. કારણ કે જાહેરમાં હત્યાની ઘટના વધી રહી છે. ગુનેગારોમાં કાયદાનો કે પોલીસનો ડર નથી રહ્યો. આવી જ ઘટનાઓ અમદાવાદમાં વધી છે. છેલ્લા 15 દિવસમાં 8 હત્યા થઈ છે. પ્રેમ સંબંધમાં તિરાડ હોય કે અંગત અદાવત કે પછી અનૈતિક સંબંધોનો વિવાદમાં હત્યાનો સિલસિલો યથાવત છે. સૌથી વધુ અમદાવાદ પૂર્વ વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી.

1) 06 જુલાઈ -2021

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ખોખરામાં મનોહર એસ્ટેટમાંથી પાણીની ટાંકીમાં મહિલાના હત્યા કરાયેલી લાશ મળી.
કારણ: પ્રેમિકા આડા સંબંધ હોવાના કારણે કરાઈ હત્યા.
આરોપી: 1 આરોપીની ધરપકડ

2) 13-જુલાઈ-2021
મેઘાણીનગરમાં જાહેરમાં યુવકની હત્યા કરાઈ હતી.
કારણ: પ્રેમ પ્રકરણમાં કરાઈ હતી હત્યા.
આરોપી:- 4 આરોપીની ધરપકડ જેમાંથી 02 કાયદાના સંઘર્ષમાં આવેલા

3) 13-જુલાઈ-2021
શહેરકોટડામાં 24 વર્ષીય યુવકની કરાઈ હત્યા.
કારણ: અંગત અદાવતમાં પાંચ શખ્સોએ ભેગા મળીને કરી હતી હત્યા.
આરોપી: 5 આરોપીની ધરપકડ

4) 13-જુલાઈ-2021
રામોલમાં પરિણીતાની હત્યા
કારણ: પ્રેમીએ પ્રેમિકાના ઘરે જઈને કરી હત્યા, છરી ના ઘા ઝીંકીને હત્યા કરાઈ હતી
આરોપી:- પ્રેમીએ હત્યા કરી ખુદ પોતે આપઘાત કરી લીધો હતો

5) 15-જુલાઈ-2021
જમાલપુર વૈશ્ય સભા પાસે હજીબાવના ટેકરા પાસે આધેડની કરાઈ હત્યા.
કારણ: નજીવી બોલાચાલીમાં ચિરાગ કાપડિયા નામના આરોપીએ કરી હતી હત્યા.
આરોપી: 1 આરોપીની ધરપકડ

6) 20-જુલાઈ-2021
નારોલ ચાર રસ્તા પાસે બંગાળી મહિલાની કરાઈ હતી હત્યા.
કારણ: નારોલ સર્કલ પાસે બાઇક ઉપર આવેલ બે શખસોએ મૂળ પશ્ચિમ બંગાળની મહિલાની છરી ના ઘા ઝીંકીને કરી હત્યા.
આરોપી: હજી આરોપી ફરાર

7) 21-જુલાઈ-2021
ખોખરા વિસ્તારમાં વ્યાજખોર સુબ્રમણી મુદ્દલિયારની હત્યા કરાઈ હત્યા
કારણ:- પૈસાની લેતીદેતી મામલે જયેશગીરી નામના વ્યક્તિએ છરી ના ઘા ઝીંકીને વ્યાજખોરની શુભ્રમણયમ નામના વ્યક્તિની કરાઈ હતી હત્યા…*
આરોપી:-જયેશગીરી નામના આરોપીની ધરપકડ*

8) 22-જુલાઈ-2021
શહેરકોટડા વિસ્તારમાં યુવકની કરાઈ હત્યા…
કારણ: પૈસાની લેતી દેતીની અદાવતમાં યુવકને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દેવાયો.
આરોપી:- 2 આરોપીઓની ધરપકડ,અન્ય આરોપી ફરાર

અમદાવાદમાં હત્યાના સિલસીલાની વાત કરીએ તો સૌથી વધુ પ્રેમ સંબંધ અને પૈસાની લેતી દેતીના કારણે હત્યાની ઘટના વધી છે. સંબંધો વચ્ચે થતી તકરારનું ઘાતકી પરિણામ આવતું હોવાનું તપાસમાં ખુલ્યુ છે. કાયદા વ્યવસ્થા અને સલામતીને લઈને પણ સવાલ ઊઠ્યા છે. કારણ કે આ અંગત ઝઘડામાં પણ જાહેરમાં હત્યા કરવી પોલીસને પડકાર ફેંકવા સમાન છે. પોલીસ પણ આ ઘટનાઓને લઈને તપાસ કરી રહી છે.

Published On - 10:35 pm, Thu, 22 July 21

Next Article