Ahmedabad : ખાડિયા પોલીસના કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાન 5 હજારની લાંચ લેતા ઝડપાયા

Ahmedabad : ખાડિયા પોલીસના કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાન 5 હજારની લાંચ લેતા ઝડપાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2021 | 1:20 PM

ACBમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે ખાડીયા પોલીસ સ્ટેશનમાં તેણે એક અરજી આપી હતી. તે અરજીની તપાસ ખાડીયાની માણેકચોક પોલીસ ચોકીમાં સોંપાઈ હતી. રાઇટર પોલીસ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ મોહનસિંહ ચૌહાણે અરજીના કામે અરજદારનું નિવેદન લખ્યું હતું.

અમદાવાદ શહેરમાં કેટલાક હોમગાર્ડ અને કોન્સ્ટેબલ સામે પણ ભ્રષ્ટાચારની ફરિયાદો મળી રહી છે. અમદાવાદમાં ખાડિયાના માણેક ચોક પોલીસ ચોકીના રાઈટર કોન્સ્ટેબલ અને હોમગાર્ડ 5100 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે. ACBએ બંનેને રંગે હાથ ઝડપી લીધા છે. આરોપી કોન્સ્ટેબલે અરજીમાં તપાસ કરવા માટે લાંચ માગી હતી. ACBએ છટકું ગોઠવી કોન્સ્ટેબલ વતી લાંચ લેતા હોમગાર્ડને ઝડપી લીધો હતો. બાદમાં કોન્સ્ટેબલને પણ ઝડપી લીધો છે.

ખાખાની લાંચનો લાગ્યો ડાઘ

ACBમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે ખાડીયા પોલીસ સ્ટેશનમાં તેણે એક અરજી આપી હતી. તે અરજીની તપાસ ખાડીયાની માણેકચોક પોલીસ ચોકીમાં સોંપાઈ હતી. રાઇટર પોલીસ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ મોહનસિંહ ચૌહાણે અરજીના કામે અરજદારનું નિવેદન લખ્યું હતું. બાદમાં જણાવ્યુ હતું કે આની તપાસ માટે નાનો મોટો વ્યવહાર કરવો પડશે. 26 નવેમ્બરના રોજ ફરીયાદી જયેન્દ્રસિંહને મળ્યા ત્યારે તેણે રૂ 5100 આપી જવાનું કે પહોંચાડી દેવાનું કહ્યું હતું. ફરિયાદીએ ACBમાં ફરીયાદ કરતા ACBએ લાંચનું છટકું ગોઠવ્યું હતું. 5100ની લાંચની માંગણીની રકમ પોલીસ ચોકીમાં હોમગાર્ડ સાહીલ સલીમભાઇ મિર્ઝાને લાંચની રકમ ફરીયાદીએ આપતા ACBએ તેમને ઝડપી લીધા હતા અને કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહની પણ ધરપકડ કરી હતી.

આ પણ વાંચો : વડોદરા : ગોરવા વિસ્તારમાં આધેડને રખડતા ઢોરે અડફેટે લીધા, શહેરમાં રખડતા ઢોરનો વિકટ બનતો પ્રશ્ન

આ પણ વાંચો : Farmers Protest: ખેડૂત નેતા રાકેશ ટિકૈતનો દાવો, આંદોલનમાં કોઈ મતભેદ નથી, સરકાર ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહી છે

g clip-path="url(#clip0_868_265)">