Ahmedabad : હીરાવાડીના વેપારી ગૌતમ પટેલની હત્યાનો ખુલ્યો રાઝ, બિહારથી આરોપીને પોલીસે દબોચી લીધો

|

Dec 03, 2021 | 6:09 PM

ફેક્ટરી માલિકની ક્રૂર હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી મજૂર અખિલેશ બિહાર ભાગી ગયો હતો ત્યાં છુપાતો ફરતો હતો. તેવામાં બીજી બાજુ મૃતક ગૌતમ પટેલ પાસે આરોપી મજૂરનો કોઈ પુરાવો ન હતો. જેથી ઓળખ થઈ ન હોવાથી શોધખોળ મુશ્કેલ બની હતી.

Ahmedabad : હીરાવાડીના વેપારી ગૌતમ પટેલની હત્યાનો ખુલ્યો રાઝ, બિહારથી આરોપીને પોલીસે દબોચી લીધો
Ahmedabad-હત્યાનો આરોપી

Follow us on

Ahmedabad : ગાંધીનગર જિલ્લાના દહેગામ જીઆઇડીસીમાં ફેક્ટરી માલિકને 35 ફટકા મારી ક્રૂર હત્યા નિપજાવનાર પરપ્રાતિય મજૂરની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. બાકી પગારના 2 હજાર રૂપિયા અને માલિકના અસભ્ય વર્તનથી કંટાળી હત્યા નિપજાવી હોવાની મજૂરે કબૂલાત કરી છે. જોકે પોલીસે હત્યા અંગે કોઈ અન્ય કારણ જવાબદાર છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી.

દહેગામમાં પીવીસી પાઈપની ફેક્ટરી ધરાવતા અને બાપુનગરના હીરાવાડી વિસ્તારમાં રહેતા વેપારી ગૌતમ પટેલની કરપીણ હત્યા કરનાર મજૂરની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. 8 જુલાઈના રોજ ફેકટરીમાં કામકાજ કરતા ગૌતમ પટેલની તેમના જ મજૂર અખિલેશ બિહારીએ માથામાં ઉપરા છાપરી 35 ફટકા મારી હત્યા નિપજાવી હતી. સમગ્ર લાઈવ ઘટના સીસીટીવીમાં કેદ થયા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેના આધરે ક્રાઇમ બ્રાંચે બિહારથી અખિલેશની ધરપકડ કરી હત્યા અંગે પુછપરછ કરતા પગારના બે હજાર રૂપિયા અને માલિક અસભ્યવર્તનથી કંટાળી હત્યા નિપજાવી હોવાની કબૂલાત કરી છે. ઉલ્લેખનીય છે કે આરોપી અખિલેશ બિહારી માલિક હત્યા કર્યા બાદ ડ્રોવરમાંથી 60 હજાર રૂપિયા રોકડા અને મૃતકનો મોબાઇલ ચોરી કરી નાસી ગયો હતો.

ફેક્ટરી માલિકની ક્રૂર હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી મજૂર અખિલેશ બિહાર ભાગી ગયો હતો ત્યાં છુપાતો ફરતો હતો. તેવામાં બીજી બાજુ મૃતક ગૌતમ પટેલ પાસે આરોપી મજૂરનો કોઈ પુરાવો ન હતો. જેથી ઓળખ થઈ ન હોવાથી શોધખોળ મુશ્કેલ બની હતી. જોકે આરોપી અખિલેશના મોબાઇલ નંબરની કોલ ડિટેઇલ તપાસ કરતા ક્રાઇમ બ્રાંચને એક કડી મળી હતી. જેમાં આરોપી અખિલેશના કચ્છ ગાંધીધામમાં રહેતા પરિવારજનોની ભાળ મળી. જેના આધારે પોલીસે બિહારથી આરોપી અખિલેશ ઝડપી લીધો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ક્રાઇમ બ્રાંચે હત્યા આરોપી અખિલેશ રિમાન્ડ મેળવી વધુ પુછપરછ શરૂ કરી છે કે હત્યા કરવા પાછળ કારણ પગારના 2 હજાર રૂપિયા માંગવા બાબતે છે કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.જોકે આ કેસ પરથી ફલિત થયું છેકે પરપ્રાંતિય મજૂરો અંગે માહિતી ન રાખનાર કારખાનેદારોએ શીખ મેળવવાની જરૂર છે.

આ પણ વાંચો : Ahmedabad : સ્ટેમ્પ વિભાગની કચેરીમાં કથિત ભ્રષ્ટાચાર મુદ્દે મહેસૂલ પ્રધાનનું નિવેદન, સરકારી કચેરીઓમાં જરાય ભ્રષ્ટાચાર નહીં ચલાવી લેવાયઃ રાજેન્દ્ર ત્રિવેદી

Next Article