AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ : પ્રેમીએ દગો આપતા પ્રેમિકાએ કર્યો એસિડ એટેક, બસ સ્ટેન્ડથી શરૂ થયેલી પ્રેમ કહાનીનો કરુણ અંત

અમદાવાદમાં મહેજબીન છુવારા નામની મહિલાએ પોતાના પ્રેમી રાકેશ બ્રહ્મભટ્ટ પર એસિડ એટેક કર્યો હોવાની ઘટના બની છે. પ્રેમી રાકેશ અમદાવાદની સિટી બસમાં કન્ડક્ટરની નોકરી કરે છે. બે દિવસ પહેલા પ્રેમિકાએ AMTSના કન્ટ્રોલ કેબિનમાં ઘૂસીને પ્રેમી પર એસિડથી હુમલો કર્યો હતો.

અમદાવાદ : પ્રેમીએ દગો આપતા પ્રેમિકાએ કર્યો એસિડ એટેક, બસ સ્ટેન્ડથી શરૂ થયેલી પ્રેમ કહાનીનો કરુણ અંત
Ahmedabad
Harin Matravadia
| Edited By: | Updated on: Jan 29, 2024 | 10:17 PM
Share

પ્રેમમાં દગો મળતા પ્રેમિકાએ પ્રેમી પર એસિડ એટેક કરી હિંસક કૃત્યને અંજામ આપ્યો છે. અમદાવાદમાં મહેજબીન છુવારા નામની મહિલાએ પોતાના પ્રેમી રાકેશ બ્રહ્મભટ્ટ પર એસિડ એટેક કર્યો હોવાની ઘટના બની છે. પ્રેમી રાકેશ અમદાવાદની સિટી બસમાં કન્ડક્ટરની નોકરી કરે છે. બે દિવસ પહેલા પ્રેમિકાએ AMTSના કન્ટ્રોલ કેબિનમાં ઘૂસીને પ્રેમી પર એસિડથી હુમલો કર્યો હતો.

ઘટનાની વાત કરીએ તો આરોપી મહિલા મહેજબીન અને રાકેશ બ્રહ્મભટ્ટ વચ્ચે છેલ્લા 5 વર્ષથી પ્રેમ સંબધ હતો, પરંતુ 51 વર્ષના રાકેશ બ્રહ્મભટ્ટ પરિણીત છે અને તેમની પત્ની તેમજ બાળકોને આ સંબંધની જાણ થઈ ગઈ હતી. જેથી એક વર્ષ પહેલાં રાકેશ બ્રહ્મભટ્ટે પ્રેમિકા મહેજબીન સાથે સબંધ તોડી નાખ્યો હતો અને વાત કરવાની બંધ કરી દીધી હતી.

પ્રેમીના આ વર્તનની ઉશ્કેરાઈ ગયેલી મહેજબીને પ્રેમીને સબક શીખવાડવા પોતાના મિત્ર મિત શર્મા સાથે એસિડ જેવો પ્રવાહી લઈને AMTS કન્ટ્રોલ કેબિનમાં પહોંચી ગઈ હતી અને તકરાર કરીને એસિડ એટેક કરી દીધો. આ ઘટનામાં રાકેશ બ્રહ્મભટ્ટ આંખ, પીઠ અને ગુપ્ત ભાગે દાઝી જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે રાકેશ બ્રહ્મભટ્ટ બાપુનગરમાં રહે છે અને છેલ્લા 26 વર્ષથી AMTSમાં કન્ડક્ટર તરીકે ફરજ બજાવે છે. હાલ તેઓ AMTS કન્ટ્રોલ કેબિનમાં કન્ટ્રોલર તરીકે ફરજ બજાવી રહ્યા છે. જ્યારે જુહાપુરામાં રહેતી મહેજબીન સાથે બસની મુસાફરી દરમિયાન પાંચ વર્ષ પહેલાં પરિચયમાં આવ્યા હતા. રાકેશ બ્રહ્મભટ્ટ અને મહેજબીન બન્ને પરિણીત છે. બન્ને વચ્ચે મિત્રતા થયા બાદ તેઓ પ્રેમસંબંધમાં જોડાયા હતા. તેઓના સંબંધની જાણ પરિવારને થતા રાકેશ બ્રહ્મભટ્ટે સંબધ તોડી નાખ્યો અને છેલ્લા એક વર્ષથી વાતચીત બંધ કરી દીધી હતી.

આ દરમિયાન મહેજબીનને જાણ થઈ કે રાકેશ બ્રહ્મભટ્ટે તેની મિત્ર સાથે સબંધ શરૂ કર્યો છે. જેથી દગાબાજ પ્રેમીને સબક શીખવાડવા તેને એસિડ એટેકનું ષડયંત્ર રચ્યું અને મિત્ર મિત સાથે પ્રેમી પર એસિડ હુમલો કર્યો. કાલુપુરમાં પ્રેમી પર એસિડ એટેક કરનાર પ્રેમિકાની પોલીસે ધરપકડ કરી અને આ હુમલામાં મદદ કરનાર તેના મિત્ર મિત શર્માની પોલીસે શોધખોળ શરૂ કરી છે. પ્રેમ, દગો અને એસિડ એટેકની આ ઘટનામાં હકીકત શું છે તે જાણવા કાલુપુર પોલીસે નિવેદનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો બ્રેકિંગ ન્યૂઝ : અમદાવાદના ચાંગોદર પાસે ગેસ સિલિન્ડર ભરેલા ટ્રકમાં લાગી આગ, બે લોકોના મોત

g clip-path="url(#clip0_868_265)">