Ahmedabad : ક્રાઇમ બ્રાંચના અધિકારી તરીકે ખોટી ઓળખ આપી આચરી છેતરપિંડી, ઠગ આરોપીની ધરપકડ

|

Apr 21, 2022 | 7:11 PM

આરોપી (accused)રવીન્દ્રસિંહએ પોલીસની પીસીઆરમાં બે ડ્રાઇવરો તરીકે નોકરી જગ્યા ખાલી પડી હોવાનું કહ્યું હતું. જેથી ફરિયાદી મહંમદ કાસીમએ મિત્રો વર્તુળ કહ્યું હતું. જેમાં યુનિફોર્મ, બુટ મોજા અને ટોપી પેટે 2300 રૂપિયા તથા બીજા 2500 રૂપિયા ભરવા પડશે.

Ahmedabad : ક્રાઇમ બ્રાંચના અધિકારી તરીકે ખોટી ઓળખ આપી આચરી છેતરપિંડી, ઠગ આરોપીની ધરપકડ
Ahmedabad: Fraudulent identification as a crime branch officer, arrest of a thug accused

Follow us on

Ahmedabad : ક્રાઇમ બ્રાંચના (Crime Branch) અધિકારીની ખોટી ઓળખ આપી ઠગાઇ (Fraud) આચરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં નોકરી ઈચ્છુક યુવકોને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી પૈસા મેળવી લઈ નોકરી નહિ આપી ઠગાઇ કરી છે. કારંજ પોલીસે ફરિયાદ નોંધી ઠગ આરોપીની ધરપકડ કરી છે.

પોલીસ ગિરફતમાં આવેલા રવીન્દ્રસિંહ સોલંકી પોતે ક્રાઇમ બ્રાંચનો અધિકારી હોવાની ખોટી ઓળખ આપી નોકરી ઈચ્છુક યુવકો સાથે છેતરપીંડી આચરી છે. આરોપી રવીન્દ્રસિંહને મહંમદકાસીમ વ્હોરા સાથે લાલાદરવાજા સરદારબાગમાં મળ્યો હતો. ત્યાં રવીન્દ્રસિંહ પોતાની ઓળખ ક્રાઇમ બ્રાંચના અધિકારી તરીકે ઓળખ આપી હતી. અને કહ્યું કે તમારે હોમગાર્ડમાં નોકરી લેવી હોય તો કહેજો. જેથી ફરિયાદી યુવક મહંમદ કાસીમ ના પાડી હતી. જે બાદ આરોપી રવીન્દ્રસિંહ ફોન કરી મહંમદ કાસીમ કહ્યું હતું કે લાલદરવાજા સેસન્સ કોર્ટમાં પટ્ટાવાળાની બે નોકરી આવી છે. જેથી ડોમ્યુમેન્ટ અને બે હજાર રૂપિયા મોકલી દો. આમ કરી 4 હજાર રૂપિયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કર્યા હતા. આમ કરી અલગ અલગ નોકરી અપાવવાના બહાને આરોપી રવીન્દ્રસિંહ 7 જેટલા યુવકો પાસે 42 હજાર રૂપિયા પડાવી લીધા હતા. જેની ફરિયાદ નોંધી આરોપી ધરપકડ કરી દીધી છે.

આરોપી રવીન્દ્રસિંહએ પોલીસની પીસીઆરમાં બે ડ્રાઇવરો તરીકે નોકરી જગ્યા ખાલી પડી હોવાનું કહ્યું હતું. જેથી ફરિયાદી મહંમદ કાસીમએ મિત્રો વર્તુળ કહ્યું હતું. જેમાં યુનિફોર્મ, બુટ મોજા અને ટોપી પેટે 2300 રૂપિયા તથા બીજા 2500 રૂપિયા ભરવા પડશે. જેથી પાંચ લોકો પૈસા ભર્યા હતા જે પછી નોકરી શરૂ ક્યારથી કરવાનું પૂછતાં ઉધોગ ભવન ખોટો જોઇનિંગ લેટર બનાવી મોકલ્યો હતો. જે બાદ યુવકો ખબર પડી હતી કે તેમની સાથે છેતરપીંડી થઈ છે. જે બાદ પોલીસે ગુનો નોંધી આરોપી રવીન્દ્રસિંહ ધરપકડ કરી પુછપરછ કરતા મોજશોખ માટે ચિટિંગ કરતો હોવાનું સામે આવ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

પકડાયેલ આરોપી રવીન્દ્રસિંહ મૂળ ધોળકાનો રહેવાસી છે.અને ગ્રામ્ય પોલીસમાં જીઆરડી તરીકે નોકરી કરતો હતો પરંતુ સસ્પેન્ડ કરી દીધો હતો.જે બાદ ખાનગી કંપનીમાં સિક્યુરિટી તરીકે નોકરી કરી રહ્યો છે.પણ આરોપી અગાઉ જીઆરડી નોકરી કરેલ હોવાથી પોલીસ જેવા બુટ અને કપડાં,પોલીસ લખેલી ટોપી પહેરી રોફ જમાવતો હતો.આમ કરી ખોટી ઓળખ આપી નોકરી ઈચ્છુક યુવકો વિશ્વાસ લઈ ચિટિંગ કર્યું છે. કારંજ પોલીસે આરોપી રવીન્દ્રસિંહ રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :હવે આરામથી AC ચલાવો, જાણો વીજળી બચાવવાની સરળ ટિપ્સ

આ પણ વાંચો :Tourist Places: તમે ઉનાળાની રજાઓમાં આ શાંત અને સુંદર સ્થળોની મુલાકાત લેવાનું આયોજન કરી શકો છો

Published On - 7:04 pm, Thu, 21 April 22

Next Article