AHMEDABAD: મેડિકલેમની ઊંચી રકમ મેળવવા તૈયાર કરી ડમી ફાઈલ, હોસ્પિટલમાં ઈન્ક્વાયરી આવતા ફૂટ્યો ભાંડો

|

May 30, 2021 | 4:52 PM

કોરોના મહામારીમાં અનેક એવા કાળા બજારીયાઓ ઈન્જેક્શન અને ઓક્સિજન સિલિન્ડરની કાળા બજારી કરતા ઝડપાયા છે પણ હવે કોરોનાના નામે એવા પણ લોકો છે, જે રૂપિયા મેળવવા ખોટી રીતે મેડીકલેમની ફાઈલ મૂકી રહ્યા છે.

AHMEDABAD: મેડિકલેમની ઊંચી રકમ મેળવવા તૈયાર કરી ડમી ફાઈલ, હોસ્પિટલમાં ઈન્ક્વાયરી આવતા ફૂટ્યો ભાંડો
મેડિકલેમની ઊંચી રકમ મેળવવા તૈયાર કરી ડમી ફાઈલ

Follow us on

AHMEDABAD: પૈસા મેળવવા એક દરજી કોરોના દર્દી બની ગયો હતો. મેડીકલેમ મેળવવા આ વ્યક્તિએ પાડોશી ડોકટર સાથેના સંબંધોનો ગેરલાભ ઉઠાવ્યો. ડોકટરની હોસ્પિટલમાં જઈ લેટરપેડના ફોટો પાડી બનાવટી ફાઈલ બનાવી (dummy file) મેડીકલેમ (Medi claim)ની ફાઈલ મૂકી હતી. જોકે ઈન્કવાયરી આવતા જ આ દરજીનો ભાંડો ફૂટી ગયો હતો.

 

કોરોના મહામારીમાં અનેક એવા કાળા બજારીયાઓ ઈન્જેક્શન અને ઓક્સિજન સિલિન્ડરની કાળા બજારી કરતા ઝડપાયા છે પણ હવે કોરોનાના નામે એવા પણ લોકો છે, જે રૂપિયા મેળવવા ખોટી રીતે મેડીકલેમની ફાઈલ મૂકી રહ્યા છે. આવો જ એક કિસ્સો સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. સેટેલાઈટની શિવમ હૉસ્પિટલના ડોકટર 2008થી પ્રેક્ટિસ કરે છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

બાજુમાં આવેલા લેડીઝ ટેઈલરની દુકાનમાં કામ કરતા શિવા પરમાર સાથે પાડોશીના તરીકેના સંબંધો પણ ધરાવે છે પણ આવા લે ભાગુ તત્વો સારા સબંધોનો ખોટો ફાયદો પણ ઉઠાવતા હોય છે. શિવાને કોરોના થતા તેને આ ડોકટર પાસે સારવાર લીધી હતી.

 

ડોક્ટરે તેને ઘરે હોમ ક્વોરન્ટાઈન થવાની સલાહ આપી હતી અને તેને ઘરે જ સારવાર ચાલુ રાખી હતી. જોકે બાદમાં ICICI બેંકનો કર્મી ડોકટરના ત્યાં શિવા પરમારની મેડીકલેમની ફાઈલની ઈન્કવાયરી કરવા આવ્યો, ત્યારે સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

 

ડો.ભાવેશ ઓઝા પણ ઈનસ્યોરન્સ કર્મીની વાત સાંભળીને ચોંકી ગયા હતા. તપાસ કરી તો આરોપી શિવાએ ડોકટરના ત્યાં આવી કોઈ અન્ય દર્દીની ફાઈલના ફોટો પાડી તેમાં એડિટિંગ કરી નકલી દાખલ થયાના ડોક્યુમેન્ટ બનાવડાવી દીધા હતા. નકલી લેટર પેડ, ડમી સિક્કાઓ અને ખોટી સહીઓ કરી તેણે મેડીકલેમની ફાઈલ મૂકી દીધી હતી. જેથી ડોક્ટરે આ અંગે ફરિયાદ આપતા સેટેલાઈટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

 

આ પણ વાંચો : Ahmedabad : લોકોએ પૈસા આપીને રસી લેવામાં દાખવી નિરસતા, ડ્રાઈવ થ્રુ વેક્સિન લેવામાં લોકોનો ઘટાડો

Next Article