Ahmedabad: ડ્રગ્સનો વેપાર કરતા 2 પેડલરોને લાખોના ડ્રગ્સ સાથે ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા, જાણો શું હતી તેની મોડસઓપરેન્ડી

|

Oct 24, 2021 | 6:34 PM

Ahmedabad: અમદાવાદ અને ગ્રામ્યના બારેજા વિસ્તારોમાં ડ્રગ્સનો વેપાર ચલાવતા બે પેડલરો ક્રાઈમ બ્રાંચની ગિરફ્તમાં આવી ગયા છે.

Ahmedabad: ડ્રગ્સનો વેપાર કરતા 2 પેડલરોને લાખોના ડ્રગ્સ સાથે ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા, જાણો શું હતી તેની મોડસઓપરેન્ડી
Crime Branch nabs 2 drug peddlers

Follow us on

Ahmedabad: અમદાવાદ અને ગ્રામ્યના બારેજા વિસ્તારોમાં ડ્રગ્સનો વેપાર ચલાવતા બે પેડલરો ક્રાઈમ બ્રાંચની ગિરફ્તમાં આવી ગયા છે. રાજ્સ્થાનના જોધપુરથી  એમડી ડ્રગ્સનો જથ્થો અમદાવાદ લાવી તેનુ વેચાણ કરવામાં આવે તે પહેલા બન્ને આરોપીને ઝડપી ક્રાઈમ બ્રાંચે રાજસ્થાનના મુખ્ય સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે. જોકે આરોપીએ પોલીસને ચકમો આપવા માટે પોતાની મોડસઓપરેન્ડી પણ બદલી હોવાનુ સામે આવ્યુ છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાચંની કસ્ટડીમાં રહેલા આ બે આરોપી તારીક શેખ અને તાહિરહુસેશ કુરેશી છે. આ બન્ને આરોપી અમદાવાદના દરિયાપુર અને બારેજા વિસ્તારમાં એમડી ડ્રગ્સન વેપલો ચલાવતા હતા. ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે, બન્ને આરોપી જોધપુર ખાતે એમડી ડ્રગ્સ લેવા ગયા છે. જેના આધારે ચિલોડાથી નરોડા રોડ પર વોચ ગોઢવતા પોલીસને બન્ને આરોપી અલગ અલગ બસમાંથી મળી આવ્યા હતા. જેની તપાસ કરતા 25 લાખની કિંતમનુ 250 ગ્રામ એમડી ડ્રગ્સ કબ્જે કરવામાં આવ્યુ છે.

બન્ને ડ્રગ્સ પેડલરોની તપાસ કરતા સામે આવ્યુ કે, આરોપીએ રાજસ્થાન જોધપુરના વતની મોહમદ અશરફખાન ફકીર પાસેથી આ ડ્રગ્સ લાવતા હતા. જોકે પોલીસની પકડથી બચવા માટે આરોપી ખાનગી વાહનને બદલે સરકારી ટ્રાન્સપોર્ટ સેવાનો ઉપયોગ કરતા હતા, અને આબુ રોડથી અલગ અલગ બસમાં બેસી અમદાવાદ આવી રહ્યા હતા. જોકે પોલીસે બાતમીના આધારે બન્નેને ઝડપી પાડ્યા અને એમડી ડ્રગ્સ યુવાનોના લોહીમાં ભળે તે પહેલા જ તેને ઝડપી લેવામાં આવ્યુ.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

25 લાખના ડ્રગ્સ સાથે ઝડપાયેલ આરોપીની પુછપરછ કરતા સામે આવ્યુ કે આરોપી તારીક વિરુધ્ધ અગાઉ અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં વર્ષ 2003માં પોટાની કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. સાથે જ નાર્કોટિક્સને લગતા અન્ય કોઈ ગુના કર્યા છે કે કેમ તથા આ ડ્રગ્સ સિન્ડીકેટના અન્ય આરોપી અંગે તપાસ હાથ ધરી છે.

પત્નીને ખુરશી સાથે બાંધી માર્યો ઢોર માર અને બાદમાં પત્નીનું ગળું દબાવી કર્યો હત્યાનો પ્રયાસ

અમદાવાદ શહેરમાં પતિની હેવાનિયત સામે આવી છે. પત્નીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આક્ષેપ કર્યા છે કે, પતિ એ ખુરશી સાથે બાંધી માર માર્યો અને ગુપ્ત ભાગે ડિસમિસ ના ઘા માર્યા હતા. તેટલામાં ઓછું ન હોય તેમ પત્નીનું ગળું દબાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. જે અંગે બોપલ પોલીસે ગુનો નોંધી આરોપી પતિને ધરપકડ કરી છે.

 

આ પણ વાંચો: પત્ની પૈસા અને ફોન! પત્નીને બે લાખમાં વેચીને પતિએ ખરીદ્યો મોંઘો સ્માર્ટફોન, 2 મહિના પહેલા જ થયા હતા લગ્ન

આ પણ વાંચો: Railway Recruitment 2021: રેલવેમાં 2206 જગ્યાઓ પર ભરતી, પરીક્ષા વગર 10 પાસ માટે નોકરીની તક

Next Article