Rajkot: સમાજમાં બદનામ કરી દેવાની ધમકી આપીને આચર્યું દુષ્કર્મ, અમદાવાદ ક્રાઈમ બ્રાંચે નરાધમને દબોચી પાડ્યો

Rajkot: સમાજમાં બદનામ કરી દેવાની ધમકી આપીને આચર્યું દુષ્કર્મ, અમદાવાદ ક્રાઈમ બ્રાંચે નરાધમને દબોચી પાડ્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2021 | 8:20 AM

રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ થઇ છે. સમાજમાં બદનામ કરવાની ધમકી આપીને વારંવાર દુષ્કર્મ આચર્યાના ખુલાસા પણ થયા છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ રાજકોટમાં સગીર યુવતી સાથે દુષ્કર્મ આચરી નાસતા ફરતા શખ્સની ધરપકડ કરી છે. આ બાબતે પોલીસને બાતમી મળી હતી. આરોપી વિજય ડાંગર નિકોલમાં બાપા સીતારામ ચોક પાસે હાજર છે તેવી ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી.

જે બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે દુષ્કર્મી વિજય ડાંગરની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછ કરતા રાજકોટનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આરોપી અમદાવાદ સહિત અલગ-અલગ શહેરોમાં ટાઇલ્સ ક્લીનિંગનું કામ કરે છે. તેમજ તેનો ગુનાહિત ઈતિહાસ પણ નીકળી આવ્યો છે. અગાઉ રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં તેમજ થોરાળા પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં આ આરોપી પકડાયો હોવાનું પણ સામે આવ્યું છે.

પોલીસ પાસેથી જાણવા મળ્યું કે, આરોપીએ પીડિતાને મોબાઈલ નંબરની ચિઠ્ઠી આપી ફોન કરવાનું જણાવ્યું હતુ. જો ફોન નહીં કરે તો સમાજમાં બદનામ કરી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. આરોપીએ સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતુ. અગાઉ આરોપી રાજકોટ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં તેમજ થોરાળા પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં પકડાયો હતો.

 

આ પણ વાંચો: Ahmedabad: પર્યાવરણનું દુશ્મન કોર્પોરેશન! દર વર્ષે વિકાસના નામે કાઢી દેવામાં આવે છે આટલા વૃક્ષોનું નિકંદન

આ પણ વાંચો: દિવાળી વેકેશનમાં અમદાવાદીઓ ઉમટી પડ્યા થિયેટરોમાં, કાંકરિયામાં પણ કોરોનાના નિયમો ભૂલ્યા અઢળક લોકો

g clip-path="url(#clip0_868_265)">