Ahmedabad: પર્યાવરણનું દુશ્મન કોર્પોરેશન! દર વર્ષે વિકાસના નામે કાઢી દેવામાં આવે છે આટલા વૃક્ષોનું નિકંદન

Ahmedabad: પર્યાવરણનું દુશ્મન કોર્પોરેશન! દર વર્ષે વિકાસના નામે કાઢી દેવામાં આવે છે આટલા વૃક્ષોનું નિકંદન

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2021 | 8:02 AM

અમદાવાદ કોર્પોરેશન પર્યાવરણનું દુશ્મન બની ગયું હોય એવું લાગી રહ્યું છે. અમદાવાદ શહેરમા બનતા બ્રીજના કામો અને સરકારી ઓફિસ કે બિલ્ડિંગોના બાંધકામ માટે હજારો વૃક્ષોનુ નિકંદન નિકળી રહ્યું છે

પહેલા બીઆરટીએસ પછી મેટ્રો અને હવે બુલેટ ટ્રેન. એટલુ જ નહી અમદાવાદ શહેરમા બનતા બ્રીજના કામો અને સરકારી ઓફિસ કે બિલ્ડિંગોના બાંધકામ માટે હજારો વૃક્ષોનુ નિકંદન નિકળી રહ્યું છે. પણ સવાલ છે એ છે કે શું આ રીતે હરિયાળું રહેશે અમદાવાદ ? શું વૃક્ષોને કાપવાની મંજુરી સાથે નવા વૃક્ષોની રોપણી અને માવજત થાય છે ખરી ? હરિયાળું અમદાવાદ વિકાસ કાર્યોના નામે કપાતા વૃક્ષોને કારણે ધીમે ધીમે તેની રોનક ગુમાવી રહ્યું છે. દર વર્ષે લગભગ 3 હજાર જેટલા વૃક્ષો કાપવાની મંજુરી આપવામાં આવી રહી છે.

ચાલો જાણીએ કયા પ્રોજેક્ટે કેટલા વૃક્ષોનો ભોગ લીધો

બ્રીજ બનાવવા માટે 1500 વૃક્ષો કાપવાની મંજુરી
બીઆરટીએસ માટે 1900 વૃક્ષો કાપવાની મંજુરી
બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં 3800 વૃક્ષો કાપવાની મંજુરી
મેટ્રો પ્રોજેક્ટ હેઠળ કુલ 2100 વૃક્ષો કાપવાની મંજુરી

તમને એ પણ જણાવી દઈએ કે ઝાડ કાપવા માટે મેટ્રો પાસેથી 5 કરોડ રુપિયાની વસુલાત પણ કોર્પોરેશને કરી છે. પ્રશ્ન એ છે કે શું રુપિયાની વસુલાતથી હરિયાળું રહેશે અમદવાદ? અમદાવાદમાં અગાઉ બીઆરટીએસ પછી મેટ્રો અને હવે બુલેટટ્રેન આવા પ્રોજેક્ટ હેઠળ હજારો વૃક્ષનુ નિકંદન કાઢવામા આવી રહ્યું છે, જેની સામે નવા વૃક્ષોનો ઉછેર નહિવત જોવા મળી રહ્યો છે. કોર્પોરેશન દ્વારા છેલ્લા 5 વર્ષમાં લગાવવામા આવેલા પ્લાન્ટેશનની સંખ્યા તેમજ કાપવામા આવેલ વૃક્ષોની વાત કરીએ તો

વર્ષ                        કાપવા મંજુરી આપેલ વૃક્ષો                       પડી ગયેલ ઝાડની સંખ્યા

2013-2014                           761                                                     453
2014-2015                           744                                                    483
2015-2016                           1744                                                   683
2016-2017                           2630                                                  422
2017-2018                           3771                                                    509
2018-2019                           3025                                                   550
2019-2020                           3135                                                   626
2020-2021                           1638                                                   768

હવે સૌથી મહત્વનો સવાલ એ થાય કે, વૃક્ષો કાપવાની મંજુરી સામે વર્ષે નવા કેટલા વૃક્ષો વાવવામાં આવે છે. મિશન મિલિયનટ્રી અંતર્ગત અમદાવાદમાં કયા વર્ષે કેટલા વૃક્ષો લગાવ્યા તેના આંકડા પર નજર કરીએ તો,

2019 – 11,28000
2020 – 10,85000
2021 – 13,50,000

આંકડા તો ઘણા જ મોટા છે પણ આમાંથી કેટલા વૃક્ષોની માવજત થાય છે અને કેટલા વૃક્ષોનું સંવર્ધન થાય છે તે પણ એટલું જ મહત્વનું છે. જો કે, છેલ્લા 4 વર્ષમા 11000થી વધુ વૃક્ષો અલગ અલગ પ્રોજેક્ટ હેઠળ કાપવામાં આવ્યા છે. વર્ષ 2013 થી અત્યાર સુધી દર વર્ષે વૃક્ષો કપાવવાની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે અને વિકાસના કામોના નામને આગળ ધરી દેવાય છે બીઆરટીએસ, મેટ્રો અને બુલેટ ટ્રેન જેવા વિકાસ લક્ષી પ્રોજેક્ટનુ નામ.

 

આ પણ વાંચો: Paytm IPO: આજે ખુલ્યો દેશનો સૌથી મોટો IPO, પૈસાનું રોકાણ કરતા પહેલા જાણો કંપની અને તેની યોજનાઓ વિશે વિગતવાર

આ પણ વાંચો: દિવાળી વેકેશનમાં અમદાવાદીઓ ઉમટી પડ્યા થિયેટરોમાં, કાંકરિયામાં પણ કોરોનાના નિયમો ભૂલ્યા અઢળક લોકો

Published on: Nov 08, 2021 07:32 AM
g clip-path="url(#clip0_868_265)">