Ahmedabad: ક્રાઈમબ્રાન્ચે અમરાઈવાડીમાં થયેલી હત્યા અને કાગડાપીઠમાં થયેલી લુંટનો ભેદ ઉકેલ્યો, 3 આરોપીઓની કરાઈ ધરપકડ

|

Aug 20, 2021 | 5:56 PM

અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે અમરાઈવાડીમાં થયેલી હત્યા અને કાગડાપીઠમાં થયેલી લુંટના આરોપીઓની ઘરપકડ કરી છે. ઓડિશાથી સ્પેશિયલ આરોપીઓને બોલાવી લૂંટ-હત્યાના ગુનાને અંજામ આપવામા આવ્યો હતો.

Ahmedabad: ક્રાઈમબ્રાન્ચે અમરાઈવાડીમાં થયેલી હત્યા અને કાગડાપીઠમાં થયેલી લુંટનો ભેદ ઉકેલ્યો, 3 આરોપીઓની કરાઈ ધરપકડ
Ahmedabad Crime Branch has arrested the accused in the murder in Amraiwadi and the robbery in Kagdapeeth.

Follow us on

Ahmedabad: અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે અમરાઈવાડીમાં થયેલી હત્યા અને કાગડાપીઠમાં થયેલી લુંટના આરોપીઓની ઘરપકડ કરી છે. ઓડિશાથી સ્પેશિયલ આરોપીઓને બોલાવી લૂંટ-હત્યાના ગુનાને અંજામ આપવામા આવ્યો હતો. મુખ્ય આરોપીએ યુપીમાં પોલીસ પર ફાયરીંગ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે.

પોલીસ ગીરફતમાં આવેલા આરોપી જીગ્નેશ ઉર્ફે બાદલ મુકેશ ઉર્ફે માયા અને યુનુશ શેખની ધરપકડ થઈ છે. ત્યારે આ ગુનામાં મુખ્ય આરોપી ભાવેશ ઉર્ફે રાજા અને રંજન મલિક પોલીસ ગીરફ્તથી દુર છે. મહત્વનુ છે કે, મુખ્ય આરોપી ભાવેશ યુપિમાં પોલીસની સાથે બબાલમાં ઈજાગ્રાસ્ત છે. આરોપી ભાવેશએ યુપી પોલીસ પર ફાયરીંગ કર્યું હતુ.

જે હાલ યુપિ પોલીસના સંકજામાં આવી ગયો છે. અમરાઈવાડિમાં અવધેશ હરીચંદ્રશાહની અંગત અદાવતમાં હત્યા નિપજાવવામાં આવી જેમાં મુખ્ય આરોપી ભાવેશ ઉર્ફે રાજાને અવધેશ સાથે અંગત અદાવત હતી જેને લઈને ભાવેશે રંજન મલિક, મુકેશ માયા, બ્રીજાશ બાદલ સહિતના ઓારોપીઓને ઓડ઼િશાથી હત્યા કરવા બોલાવ્યા હતાં. જે બાદ ભાવેશ અન્ય આરોપીઓએ સાથે મળીને અવધેશને 20 જેટલા ઘા મારી મોત ઘાટ ઉતારી દિધો હતો. હત્યા કરીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સમગ્ર ઘટનાનની વાત કરીએ તો ભાવેશ અને રંજન મલિક કચ્છની જેલમાં બંધ હતા. તે દરમિયાન ભાવેશ અને રંજનની મુલાકાત થઈ હતી ભાવેશની અવધેશની સાથે માથાકુટ ચાલતી હતી. તે બાબાતે રંજન સાથે વાત કરી હતી રંજનએ મુળ ઓડિશા અને સુરતના રહેતા મુકેશ અને જીગ્નેશ અને કાયદાના સંઘર્ષમાં આવેલા બાળક સાથે વાત કરી ભાવેશની મદદ કરવાનુ અમે મદદ કરવા અમદાવાદ બોલાવ્યો હતો.

આ તમામ આરોપીઓને ઘોડાસર પાસે ભાડે ફ્લેટમાં રાખવમાં આવ્યા હતા. બાદમાં હત્યાના અંજામ આપી બરોડા જતા રહ્યા હતા ત્યાર બાદ બીજા દિવસે ભાવેશ અને માયાએ કાગડાપીઠમાં 16 લાખની લુંટ પણ કરી હતી અને નારોલ ખાતે બાઈકને બીન વારસી હાલતમાં મુકિ ફરાર થઈ ગયા હતા.

મહત્વનુ છે કે, આરોપી યુનિશ શેખએ જેલમાં બંધ અન્ય એક શખ્સના કહેવાથી આ હથિયાર ભાવેશને આપ્યું હોવાનું સામે આવ્યુ છે. જે દિશમાં પોલીસે હાલ તપાસ શરૂ કરી છે. પકડાયેલ તમામ આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. જ્યારે મુખ્ય આરોપી ભાવેશનો કબજો મેળવવા યુપી પોલીસના સંપર્કમાં છે.

 

આ પણ વાંચો: PM Modi Inaugurates projects in Somnath LIVE: આતંકથી આસ્થાનો અંત ના આવી શકે, સત્યને અસત્યથી હરાવી ના શકાય, અતીતના ખંડેરો પર આધુનિક નિર્માણનુ સર્જન કરાયુ છેઃ નરેન્દ્ર મોદી

આ પણ વાંચો: UNSCમાં વિદેશ પ્રધાન જયશંકરે કહ્યું ,લશ્કર-જૈશ જેવા પાકિસ્તાન આધારિત આતંકવાદી સંગઠનો સામે પગલા ના લેવાતા બન્યા બેખોફ

Next Article