Ahmedabad : નવી મોડ્સ ઓપરેન્ડીથી બનાવટી નોટો બજારમાં ફરતી કરાઈ, કોમ્યુટર એન્જીનીયરનો વિદ્યાર્થી કરતો બનાવટી નોટની હેરાફેરી

|

May 23, 2022 | 7:08 PM

પકડાયેલ દિલીપ અભ્યાસની સાથે પાર્ટટાઈમ નોકરી કરી પૈસા કમાવવા કવીકર વેબસાઈટ પર જોબ માટે એપ્લાય કર્યું અને મુખ્ય આરોપી દિલીપ સંપર્ક કરી પૈસા કમાવવા બનાવટી નોટની(Fake Note) હેરાફેરી કરવા શરૂ કરી દીધું.

Ahmedabad : નવી મોડ્સ ઓપરેન્ડીથી બનાવટી નોટો બજારમાં ફરતી કરાઈ, કોમ્યુટર એન્જીનીયરનો વિદ્યાર્થી કરતો બનાવટી નોટની હેરાફેરી
બનાવટી નોટોની હેરાફેરી

Follow us on

Ahmedabad : લાખો રૂપિયાની બનાવટી ચલણી નોટો (Fake note) બજારમાં ફરતી કરવાની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. બનાવટી નોટો ફરતી કરવાનો આરોપીનો માસ્ટર પ્લાન સફળ પણ થયો. કારણ કે 42 નોટો બેંકમાં પહોચી ગઈ અને બેંકના કેશિયરને જાણ પણ ન થઈ. ક્રાઇમ (Crime) બ્રાન્ચે આવી જ કુલ 98 નોટો કબ્જે કરી એક આરોપીની ધરપકડ કરી છે. જોકે માસ્ટર માઇન્ડ હજી ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાંચની કસ્ટડીમાં આવેલા આરોપીનુ નામ દિલીપ કેશવાલા છે. મૂળ પોરબંદર અને સોલામાં રહે છે. અને કોમ્પ્યુટર એન્જીનીયરીંગનો વિદ્યાર્થી છે. દિલીપ પાસેથી 2000ના દરની 56 બનાવટી ચલણી નોટો ઝડપાઈ છે. અને તે અગાઉ તેણે 42 બનાવટી નોટથી પુજારા ટેલિકોમમાંથી એક મોબાઇલ ફોન ખરીદ્યો હોવાનું સામે આવ્યું છે. જે 42 નોટો પુજારા ટેલિકોમ માલિક દર્શન પટેલે બેંકમા જમા કરાવી દીધી હતી. જે 42 બનાવટી નોટ પણ ક્રાઇમ બ્રાન્ચે કબ્જે કરી છે. એટલે કે કુલ 1.96 લાખની બનાવટી નોટો અલગ અલગ જગ્યાએથી કબ્જે કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યુ કે આ તમામ નોટો હાઈ ક્વોલિટીની છે. મોટા ભાગના સિક્યુરિટી ફિચર્સ પણ છે. જેને લઈ આ નોટોનુ પાકિસ્તાન કનેક્શન હોવાની શંકા વ્યક્ત કરવામા આવી છે.

પકડાયેલ દિલીપ અભ્યાસની સાથે પાર્ટટાઈમ નોકરી કરી પૈસા કમાવવા કવીકર વેબસાઈટ પર જોબ માટે એપ્લાય કર્યું અને મુખ્ય આરોપી દિલીપ સંપર્ક કરી પૈસા કમાવવા બનાવટી નોટની હેરાફેરી કરવા શરૂ કરી દીધું. જોકે બનાવટી ચલણી નોટો બજારમાં ફરતી કરવા માટે આરોપીએ નવી મોડસ ઓપરેન્ડી શરૂ કરી હતી. જેમા ડમી સીમકાર્ડની મદદથી ઓનલાઈન સર્વિસના બહાને સોશિયલ મીડિયા પર ગ્રુપ બનાવવામાં આવતુ અને તે ગ્રુપમાં રહેલા સભ્યોને પોર્ટર બનાવી તેમને પાર્સલમા બનાવટી નોટો મોકલવામાં આવતી. અને તે નોટોના આધારે મોંઘા મોબાઇલ અને સોનુ ખરીદવામા આવતુ હતુ. બાદમા સસ્તી કિંમતે આ વસ્તુ વેચી દઈ અસલી નોટો આંગડિયા પેઢીમા અને ત્યાંથી બિટકોઈનમા રોકાણ થતી હતી. જોકે ઝડપાયેલ આરોપી દીલિપની પુછપરછમા તે ક્યારેય મુખ્ય આરોપીને મળ્યો નથી કે વાત પણ નથી કરી. સાથે જ લાખ રૂપિયાની બનાવટી નોટો બજારમાં ફરતી કરવા માટે આરોપીને એક લાખે 10 હજાર રૂપિયા મળતા હતા.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

મહત્ત્વનું છે કે છેલ્લા 6 મહિનાથી બનાવટી નોટોને બજારમાં ફરતુ કરવાનું નેટવર્ક ચાલતું હતું. જેમા ઝડપાયેલ આરોપી દિલીપ 5 મહિના થઈ જોડાયેલ હતો. સાથે જ આ ગુનાનો માસ્ટર માઈન્ડ પણ અમદાવાદનો હોવાનું સામે આવ્યુ છે. જોકે હવે ક્રાઇમ બ્રાન્ચે આ ગુનામા અન્ય કેટલા લોકો સંડોવાયેલ છે. અને ગ્રુપમા રહેલા અન્ય નંબરોના આધારે તપાસ હાથ ધરી છે. સાથે જ બનાવટી નોટો પાકિસ્તાનથી આવી છે કે કેમ તે અંગે પણ કેન્દ્રિય ગુપ્તચર એજન્સી ઓ સાથે તપાસ શરૂ કરૂ છે. ત્યારે ક્રાઇમ બ્રાંચ તપાસમાં શુ ખુલાસા થાય છે તે જોવુ મહત્વનું છે.

Published On - 7:06 pm, Mon, 23 May 22

Next Article